________________
લલિતવિસ્તરા ભાગ–૨
૧૦
કર્મોથી અને જીવના પુરુષકારથી પણ તે પ્રકારના નમસ્કારનો પરિણામ તે જીવ કરી શકે નહિ, માટે ભગવાનના આલંબનથી તે પ્રકારની ચિત્તવૃત્તિ થયેલી હોવાથી ભગવાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થયું છે તેમ કહેવાય છે, જેમ ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારનું દેખાય છે અર્થાત્ કોઈ જીવને ચિંતામણિરત્ન મળેલું હોય અને તેની ઉચિત વિધિ કર્યા પછી ‘મારે આ ફળ જોઈએ છે' તે પ્રકારનું પ્રણિધાન કરે તેનાથી ફળ પ્રાપ્ત થાય છે, તોપણ ચિંતામણિથી મને આ ફળ મળ્યું છે તેમ કહેવાય છે; કેમ કે તે ફલ પ્રત્યે ચિંતામણિનું આધિપત્ય છે=પ્રધાન હેતુપણું છે અને પ્રાર્થના ક૨ના૨નું પ્રણિધાન ગૌણ હેતુ છે, આથી જ ચિંતામણિની પ્રાપ્તિ વગર માત્ર પ્રણિધાનથી ફળ મળતું નથી અને ચિંતામણિની પ્રાપ્તિ થવા છતાં તે પ્રકારના પ્રણિધાન વગર પણ ચિંતામણિ ફળ આપતું નથી, એ પ્રકારે અમે આગળ કહીશું, એમ ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટ કરે છે.
લલિતવિસ્તરાઃ
कथमेकपूजया सर्वपूजाभिधानं ? तथा चागमः 'एगम्मि पूइयंमी सव्वे ते पूइया होंति । ' अस्ति एतद् विशेषविषयं तु, तुल्यगुणत्वज्ञापनेनैषामनुदारचित्तप्रवर्त्तनार्थं, तदन्येषां सर्वसम्पत्परिग्रहार्थं, सङ्घपूजादावाशयव्याप्तिप्रदर्शनार्थं च ।
લલિતવિસ્તરાર્થ :
કેવી રીતે એકની પૂજાથી સર્વની પૂજાનું અભિધાન છે ?=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અનંત સિદ્ધોને સ્મરણ કરીને એક નમસ્કાર કરવાથી સર્વને થાય છે, પરંતુ એને નમસ્કાર કરવાથી અનંત સિદ્ધોને નમસ્કાર થાય છે તેમ કહ્યું નહિ, તો પછી એકની પૂજાથી સર્વની પૂજાનું કથન કઈ રીતે સંગત થાય ? અર્થાત્ થાય નહિ અને તે પ્રકારે=એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે પ્રકારે, આગમ છે એકની પૂજા કરાયે છતે તે સર્વની પૂજા થાય છે. આ છે=એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કહેનારું વચન છે, પરંતુ વિશેષ વિષયવાળું છે.
-
કઈ રીતે વિશેષ વિષયવાળું છે ? તે સ્પષ્ટ કરે છે
આમના=સર્વ ભગવાનોના, તુલ્ય ગુણત્વના જ્ઞાપન વડે અનુદાર ચિત્તના પ્રવર્તન માટે વિશેષ વિષયવાળું છે એમ અન્વય છે, તેમનાથી અન્યોની=પૂજ્યમાન એવા એક ભગવાનથી અન્ય ભગવાનોની, સર્વ સંપદાના પરિગ્રહ માટે વિશેષ વિષયવાળું છે અને સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિના પ્રદર્શન માટે વિશેષ વિષયવાળું છે એમ અન્વય છે.
પંજિકા ઃ
'अनुदारे 'त्यादि, अनुदारचित्तप्रवर्त्तनार्थम्, अनुदारचित्तो हि कापण्यात्सर्व्वपूजां कर्तुमशक्नुवन्नैकमपि पूजयेद्, अतस्तत्प्रवर्त्तनार्थमुच्यते ' एगंमी 'त्यादि ।
द्वितीयं कारणमाह- तदन्येषां = पूज्यमानादन्येषां भगवतां, सर्वसम्पत्परिग्रहार्थं च = सर्वा:- निरवशेषाः,