Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 236
________________ નમો જિણાણં જિયભયાણં લલિતવિસ્તરાર્થ ઃ અને આવા પ્રકારનો=પૂર્વમાં કહ્યું કે સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે મિ ઈત્યાદિ વચન છે એવા પ્રકારનો, વ્યાપક સંઘપૂજાદિનો આશય ભાવશ્રાવકને જાણવો; કેમ કે આ રીતે ત્યારે=એકની પૂજા કરે છે ત્યારે, અપર આગતમાં હર્ષાદિ લિંગની સિદ્ધિ છે, આવા પ્રકારના આત્માઓમાં=તીર્થંકરાદિ કે સુસાધુ આદિ આત્માઓમાં, અને ગુરુઓમાં, બહુવચન= બહુવચનનો પ્રયોગ, એ પણ સફ્ળ જાણવો; કેમ કે તત્ તુલ્ય અપર ગુરુ આદિના ગુણના સમાવેશથી તત્ તુલ્યોનું ઉપસ્થિત ગુરુના તુલ્ય અન્યોનું પરમાર્થથી તત્પણું છે=સમાનપણું છે, અને કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ આભોગપૂર્વકપણું છે=એક ગુરુને નમસ્કાર આદિ કરે છે ત્યારે બહુવચનના પ્રયોગ દ્વારા તત્ તુલ્ય સર્વનો સંગ્રહ કરીને નમસ્કારની ક્રિયા કરે તેવી કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ ઉપયોગપૂર્વકપણું છે, આએને નમસ્કાર કરીને સર્વ તીર્થંકરોને કે સર્વ ગુરુઓને નમસ્કારના ફલની પ્રાપ્તિ થાય એ, અતિનિપુણ બુદ્ધિગમ્ય છે, એથી પ્રસંગથી પર્યાપ્ત છે=નમો જિણાણં જિઅભયાર્ણમાં બહુવચન દ્વારા સર્વ સિદ્ધોને નમસ્કાર થાય છે તેમ બતાવ્યું ત્યાં પ્રસંગથી એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે પ્રકારના આગમનું ગ્રંથકારશ્રીને સ્મરણ થયું તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ કરી તે પર્યાપ્ત છે, જિનોને જિતભયવાળા સિદ્ધોને હું નમસ્કાર કરું છું. ।।૩૩।। પંજિકા ઃ ૨૧૩ एवंभूतश्चव्यापकश्च, अयं = सङ्घादिपूजाविषय आशयः, कुत इत्याह- इति = एवं यथा एकस्मिन् पूज्यमाने तथा तदा - एक पूजाकाले, अपरागतहर्षादिलिङ्गसिद्धेः = अपरेष्वपूज्यमानेषु सङ्घादिदेशेषु, आगतेषुतत्कालमेव प्राप्तेषु तेषु विषये आगतस्य = आरूढस्य, हर्षपूजाभिलाषादिलिङ्गस्य सिद्धेर्भावश्रावकस्य विज्ञेयो, न त्वन्यथा; तथाविधविवेकाभावेन पूज्यमानव्यतिरेकेणान्येषु हर्षादिलिङ्गाभावात्, 'कुशलप्रवृत्ते 'रिति= શલાનાં-વ્રુદ્ધિમતાં, પ્રવૃત્તે:-‘iમિ પૂછ્યુંમી’સ્વાતિયાઃ।।રૂરૂ।। પંજિકાર્થ ઃ ‘સંભૂતશ્ય’ પૂછ્યુંમી'ત્યાવિાયાઃ ।। અને આવા પ્રકારનો વ્યાપક આ=સંઘાદિ પૂજા વિષયક આશય, ભાવશ્રાવકને થાય છે એમ અન્વય છે, કયા કારણથી ભાવશ્રાવકને થાય છે ? એથી કહે છે—કૃતિ=આ રીતે, જે પ્રકારે એક પૂજ્યમાનમાં છે તે પ્રકારે ત્યારે=એકના પૂજાકાળમાં, અપર આગતોમાં હર્ષાદિ લિંગની સિદ્ધિ હોવાથી=આગત અર્થાત્ તત્કાલ જ પ્રાપ્ત એવા અપૂજ્યમાન સંઘાદિ દેશરૂપ અપરોમાં અથવા તેઓના વિષયમાં=અપૂજ્યમાન સંઘાદિ દેશોના વિષયમાં, આરૂઢ એવા હર્ષ-પૂજા અભિલાષાદિ લિંગની સિદ્ધિ હોવાથી અર્થાત્ જે સંઘની પૂજા કરે છે તે સંઘના અન્ય દેશમાં પણ ઉલ્લસિત થયેલા એવા હર્ષ-પૂજાદિ લિંગની સિદ્ધિ હોવાથી, ભાવશ્રાવકને આવા પ્રકારનો વ્યાપક આશય જાણવો, અન્યથા નહિ=તે પ્રકારનો નિપુણ વ્યાપક પૂજાનો ઉપયોગ ન

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278