________________
નમો જિણાશં જિયભયાણ
૨૦૫
લલિતવિસ્તાર્થ :
તવંથી જિતભયત્વના કથનનું નિગમન કરે છે – આ રીતે=ભગવાન જિતભયવાળા છે અને તેઓની ઉપાસના કરીને જેઓ મોક્ષમાં જાય છે તે સર્વ જિતભયવાળા થાય છે તેનું સ્થાપન કરવા માટે પૂર્વમાં કહ્યું કે ક્ષેત્રજ્ઞાની અપેક્ષાએ પરમબ્રહાનું અનેકપણું સ્વીકાર કરાયે છતે સ્યાદ્વાદીના મતનો સ્વીકાર થાય છે; કેમ કે સ્યાદ્વાદીના મતે આત્મ સામાન્યરૂપ પરમબ્રાહા એક છે અને વ્યક્તિરૂપ આત્મા અનેક છે એ રીતે, અરિહંતોના બહુત્વની સિદ્ધિ છે અને વિષયના બહુત્વને કારણે નમસ્કાર કરનારને=નમો જિહાણ જિઅ ભયાણ દ્વારા જિતભરવાળા સિદ્ધના જીવોને નમસ્કાર કરનારને, ફલનો અતિશય છે; કેમ કે સદાશયના ફાતિની સિદ્ધિ છે એકને નમસ્કાર કરવા કરતાં અનેને નમસ્કાર કરવાને કારણે સદાશયના અતિશયની સિદ્ધિ છે.
અહીં ગાથી પ્રશ્ન કરે છે – એક ક્રિયાથી એક નમસ્કારની ક્રિયાથી, અનેકને વિષય કરવામાં આશયની ફાતિ કઈ છે?=આશયની વૃદ્ધિ નથી તેને ગ્રંથકારશ્રી કહે છે – આ જ= એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કરે છે એ જ, સદાશયની ફાતિ છે, જે કારણથી એક વડે અનેકનું વિષયીકરણ છે, આ એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કર્યા એ, વિવેકલ =એક નમસ્કાર દ્વારા અનેક સિદ્ધોને નમસ્કાર એ નમસ્કાર કરનાર વ્યક્તિમાં પ્રગટ થયેલા વિવેકનું કાર્ય છે. ભાવાર્થજિઅભયાણ દ્વારા બ્રહ્માદ્વૈતમતનું નિરાકરણ થાય છે તેમ બતાવ્યું અને સ્થાપન કર્યું કે આત્મા સામાન્યરૂપે એક છે અને તે તે વ્યક્તિરૂપે અનેક છે અને મોક્ષમાં ગયેલા જીવો સંસારના સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી જિતભયવાળા છે અને અનંતકાળથી અનંત જીવો મોક્ષમાં ગયેલા છે તે જિતભયવાળા છે, તેથી જિતભયવાળા એવા અરિહંત અનેક છે તે સિદ્ધ થાય છે અને જિતભયવાળા સર્વને નમો જિણાણે જિઅભયણ પદથી નમસ્કાર કરાય છે, તેથી એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંતા સિદ્ધને નમસ્કાર કરવાથી ફલનો અતિશય થાય છે; કેમ કે વિવેકસંપન્ન જીવ જિતભયવાળા સિદ્ધના જીવો કેવા છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનથી જાણીને તેવા અનંતા જીવો સિદ્ધશિલા ઉપર છે તે રૂપે માનસિક ઉપસ્થિતિ કરે છે, તેથી પૂર્ણ સુખમય અવસ્થાવાળા અનંત સિદ્ધો છે તેવી માનસિક ઉપસ્થિતિ થાય છે અને તેવા અનંત જીવોને હું નમસ્કાર કરું છું, તેથી સદાશયની વૃદ્ધિની સિદ્ધિ થાય છે, જેમ હજાર રૂપિયા મળ્યા હોય તેના બદલે લાખ રૂપિયા મળે ત્યારે હર્ષનો અતિશય થાય છે, તેમ એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંત સિદ્ધોને નમસ્કાર કર્યો છે તેવી બુદ્ધિ થવાથી ઉત્તમ આશયની વૃદ્ધિ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે એક ક્રિયાથી એક નમસ્કાર કરવાની ક્રિયાથી, અનંતા સિદ્ધના જીવોને વિષય કરવાને કારણે કઈ રીતે આશયની વૃદ્ધિ થાય છે? તેથી કહે છે – ખરેખર ! આ રીતે જ જે કારણથી એક નમસ્કારની ક્રિયાથી અનેકને નમસ્કાર કર્યો એ રીતે જ આશયની વૃદ્ધિ થાય છે.