________________
૨૦૪
લલિતલિશ ભાગ-૨ અર્થાત્ છદ્મસ્થ આગમવચનથી અતીન્દ્રિય અર્થોને જાણ્યા પછી યુક્તિ અને અનુભવ અનુસાર આગમવચનને જાણવા યત્ન કરે તો ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે તેવો યથાર્થ બોધ પ્રાપ્ત કરે છે, પરંતુ આગમવચન કે યુક્તિ વગર પદાર્થનો નિર્ણય કરવા યત્ન કરે તો અતીન્દ્રિય અર્થોનો નિર્ણય થઈ શકે નહિ.
અહીં પ્રશ્ન થાય કે કોનું વચન બોધના કારણભૂત આગમ છે ? જેનાથી અતીન્દ્રિય અર્થોની પ્રાપ્તિ થાય? તેથી કહે છે –
આગમ આપ્તવચન છે અને આપ્ત દોષના ક્ષયથી થયેલા છે અને તે વીતરાગ સર્વજ્ઞ છે અને વીતરાગ સર્વજ્ઞ અસત્ય વાક્ય બોલે નહિ. કેમ અસત્ય વચન બોલે નહિ ? તેથી કહે છે – અસત્ય બોલવાનાં ત્રણ કારણો છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન. વીતરાગ સર્વજ્ઞ હોવાથી તેમનામાં રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે, તેથી તેમના વચનમાં અસત્યપણાનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે કયું આગમ સર્વજ્ઞકથિત છે ? જેનો નિર્ણય કરીને આગમ અને ઉપપત્તિ દ્વારા અતીન્દ્રિય અર્થોનો નિર્ણય થાય ? તેથી કહે છે –
પ્રાયઃ કરીને ઉપપત્તિ દ્વારા જ બુધ પુરુષોથી આપ્તવચન જણાય છે, આથી જેનું વચન દષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ હોય, યુક્તિથી સંગત થતું હોય તે વચન આપ્તનું વચન છે તેવો નિર્ણય બુધ પુરુષો વડે થાય છે; કેમ કે આ વક્તા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ તે તેમનાં વાક્યોના બળથી નક્કી થાય છે, માટે સદ્વાક્યને કહેનારા વક્તા સર્વજ્ઞ છે અને અસતાક્યને કહેનારા વક્તા અસર્વજ્ઞ છે તે બતાવવા માટે અહીં કહ્યું છે કે વક્તા વાક્યલિંગવાળા હોય છે.
અહીં પ્રશ્ન થાય કે આ સદ્વાક્ય છે અને આ અસદ્ધાક્ય છે તે કેવી રીતે નક્કી થાય ? જેનાથી આ વાક્યને કહેનારા સર્વજ્ઞ છે અને આ વાક્યને કહેનારા સર્વજ્ઞ નથી તે નક્કી થાય, તેથી કહે છે –
સદ્ધાક્ય ઉપપત્તિવાળું છે, તેથી બુદ્ધિમાન પુરુષ ઉપપત્તિ દ્વારા આ આખુવચન છે તેવો નિર્ણય પ્રાયઃ કરી શકે છે, અન્યથા=સદ્વાક્ય ઉપપત્તિવાળું ન હોય તો, અતિપ્રસંગ પ્રાપ્ત થાય બધાં દર્શનનાં વચનોને સદ્વાક્ય સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય, અને જો ઉપપત્તિ રહિત પણ સદ્વાક્ય હોય તો બધાં જ બોલાયેલાં વચનોને સદ્વાક્યની પ્રાપ્તિ થાય, તેથી મહાન અનર્થ પ્રાપ્ત થાય; કેમ કે અસંબદ્ધ બોલાયેલાં વાક્યોથી ઇષ્ટની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ કલ્યાણના અર્થી જીવોને પણ તે અસંબદ્ધ વાક્યો અનુસાર પ્રવૃત્તિથી અનર્થની પ્રાપ્તિ થાય, આથી વિસ્તારથી સર્યું અર્થાત્ ભગવાન જિતભયવાળા છે અને તેવું જિતભયપણું સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી અસંગભાવની પ્રાપ્તિ દ્વારા થાય છે, માટે ત્રિકોટિ પરિશુદ્ધ આગમનો નિર્ણય કરીને તેનાથી પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રકારના વિસ્તારથી સર્યું. લલિતવિસ્તરા :तदेवमर्हतां बहुत्वसिद्धिः, विषयबहुत्वेन च नमस्कर्तुः फलातिशयः सदाशयस्फातिसद्धेः।
आह-'एकया क्रियया अनेकविषयीकरणे, कैवाशयस्फातिः?' नन्वियमेव यदेकया अनेकविषयीकरणं, विवेकफलमेतत् ।