________________
નમો જિહાણ જિયભયાણ
૧૫
ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે અદ્વૈતવાદીનું કથન શ્રદ્ધામાત્ર ગમ્ય છે, પરંતુ આગમથી પ્રમાણભૂત નથી તે જ યુક્તિથી સ્પષ્ટ કરવા માટે કહે છે –
કોઈ પુરુષ અદુષ્ટ બ્રાહ્મણને અવગણના કરતો અર્થાત્ તે દુષ્ટ હોય તો અવગણના કરે તે ઉચિત છે, પરંતુ જે બ્રાહ્મણ દુષ્ટ નથી, પરંતુ બ્રાહ્મણની આચારસંહિતા અનુસાર જીવનાર છે, તેથી અદુષ્ટ છે અને તેની અવગણના કોઈ કરતો હોય અથવા અદુષ્ટ એવા પ્રવ્રજિતની કોઈ અવગણના કરતો હોય અર્થાત્ દુષ્ટ પ્રવ્રજિત હોય અને અવગણના કરે તે ઉચિત છે, પરંતુ પ્રવજ્યાની સર્વ ઉચિત પ્રવૃત્તિ યથાર્થ કરતો હોય અને તેની અવગણના કોઈ પુરુષ કરતો હોય અથવા અષ્ટ બ્રાહ્મણને પણ દુષ્ટ બ્રાહ્મણ માનતો હોય અથવા અદુષ્ટ પ્રવ્રજિતને દુષ્ટ પ્રવ્રજિત માનતો હોય તે પુરુષ તે બ્રાહ્મણનો કે તે પ્રવ્રજિતનો ભક્ત કહેવાય નહિ, તેમ અદુષ્ટ બ્રાહ્મણ સ્થાનીય કે અદુષ્ટ પ્રવ્રજિત સ્થાનીય વીતરાગ-સર્વજ્ઞનું વચન છે; કેમ કે વિતરાગને રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે, જેથી અસત્ય બોલવાનું કારણ નથી, તેથી વીતરાગસર્વજ્ઞથી કહેવાયેલું સર્વ વચન અદુષ્ટ છે, છતાં તે વચનને કોઈ દર્શનવાદી અવગણના કરે અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાને અભિમત દર્શનને સ્વીકારે અથવા સુબદ્ધ પણ સ્યાદ્વાદાનું વચન અનેકાંતિક છે માટે દુષ્ટ છે તેમ માને તે આગમરૂપ વચનનો ભક્ત નથી. જો કે તેવા પુરુષો પણ પોતાને અભિમત આગમરૂપ વચનથી પ્રવૃત્તિ કરે છે તોપણ અદુષ્ટ એવા આગમના તેઓ ભક્ત નથી, તેથી યદચ્છાથી પ્રવૃત્તિ કરે છે, પરંતુ પ્રામાણિક વચનથી પ્રવૃત્તિ કરતા નથી, માટે વચનના ભક્ત કહેવાય નહિ.
વળી, ક્યું આગમ દુષ્ટ છે અને ક્યું આગમ અદુષ્ટ છે તેનો નિર્ણય પરીક્ષારૂપ વિચાર વગર થઈ શકે નહિ અને પરીક્ષારૂપ વિચાર યુક્તિગર્ભ છે એ રીતે વચનમાત્રથી પ્રવૃત્તિ કરવી એમ સ્વીકારવું એનું આલોચન કરવું જોઈએ અર્થાત્ વચનમાત્રથી જેને પ્રવૃત્તિ કરવી હોય તેણે પ્રામાણિક વચનની પરીક્ષા કરીને તેના ભક્ત થવું જોઈએ અને તેના અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે રીતે વિચારીએ તો બ્રહ્માદ્વૈતવાદીનો મત પૂર્વમાં કહ્યું એ રીતે યુક્તિથી સંગત થતો નથી અને સ્યાદ્વાદી જે રીતે ભગવાનને જિતભયવાળા સ્વીકારે છે, તે રીતે સ્વીકારવાથી ભગવાન જિતભયવાળા છે તે સંગત થાય છે, કેમ કે મુક્ત થયા પછી ફરી ક્યારેય સંસારમાં આગમન નથી, તેથી સ્યાદ્વાદી અનાદિથી જીવ કર્મયુક્ત છે અને સાધના કરીને મુક્ત થાય છે, ત્યારપછી સંસારમાં ફરી તેમનું આગમન નથી, માટે મુક્ત એવા ભગવાન જિતભયવાળા છે એમ સ્વીકારે છે, તે રીતે યુક્તિ અને અનુભવ અનુસાર સર્વજ્ઞના વચનના પ્રામાણ્યથી સ્વીકારવું જોઈએ.
પંજિકામાં કહ્યું કે વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપન્યાસને કહે છે, તેથી એ પ્રાપ્ત થાય કે વચનનો ઉપાસક કોણ નથી તે વ્યતિરેકથી બતાવ્યું છે અને અદુષ્ટ બ્રાહ્મણ અને અદુષ્ટ પ્રવ્રજિતની અવગણના કરતો કે દુષ્ટ માનતો તેનો ભક્ત નથી એ સદશ દષ્ટાંત છે અર્થાતુ પ્રતિવસ્તુનો ઉપન્યાસ છે અને તેના દ્વારા બ્રહ્માદ્વૈતવાદી સદ્ધચનના ઉપાસક નથી તેમ સ્થાપન કરેલ છે.