Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 223
________________ ૨૦૦ લલિતવિસ્તરા ભાગ-૨ વિચટન થઈને સંસારી જીવો સંસારરૂપી કૂવામાં પડ્યા છે, કેમ પડ્યા છે આગમમાં કહેલું તે સર્વ યુક્તિનો અવિષય છે; કેમ કે અતીન્દ્રિય છે, અને આ કૂપપતિતનું ઉતારણ તેવા પ્રકારનું થશે નહિ અર્થાત્ આગમ વિષયક વિચાર આવશ્યક નથી, પરંતુ કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાય વિષયક વિચારણા આવશ્યક છે; કેમ કે ફૂપપતિત ઉતારણ આગમની જેમ અતીન્દ્રિય નહિ થાય, પરંતુ બુદ્ધિનો વિષય થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – દેવને આધીન=કર્મને આધીન, તે છે=કૂવામાંથી ઉતારણ છે અર્થાત્ જે જીવ કૂવામાં પડેલો છે તે જીવતું નીકળવાનું ભાગ્ય હોય તો જ કાઢનાર પુરુષ તેને કૂવામાંથી બહાર કાઢી શકે છે, તેથી શું તેથી શું સિદ્ધ થાય? એથી કહે છે – અને દવ અતીન્દ્રિય છે=તેના ઉતારણનો હેતુ એવું દેવ ઈદ્રિયોના વિષયથી અતીત છે, એ હેતુથી યુક્તિનો=વિચારણનો, અવિષય છે; કેમ કે તમારા મતે વચનમાત્રનું જ વિષયપણું છે, તેથી કેવી રીતે ત્યાં=કૂવામાંથી ઉત્તારણના વિષયમાં, સમ્યમ્ અવિજ્ઞાત હોતે છતે અર્થાત્ આ જીવનું દૈવ ઉતારણને અનુકૂળ છે એ પ્રકારે સખ્ય અવિજ્ઞાત હોતે છતે, તેને આધીન ઉત્તારણ માટે સમ્યજ્ઞાનને આધીન ઉતારણ માટે, પ્રવૃત્તિ કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહિ. (માટે જો આગમનાં વચનો અતીન્દ્રિય હોવાથી અનાલોચનીય છે તો કૂવામાં પડેલાનું ઉત્તારણ પણ યુક્તિનો અવિષય હોવાથી તેના ઉપાયના માર્ગણનો પણ વિચાર અનાશ્રયણીય છે.) ફરી પણ અભિપ્રાયાંતરની આશંકા કરીને કહે છે–પૂર્વમાં આગમનું વચન અને કૂપપતિતનું ઉત્તારણ સમાન નથી તેમ આશંકા કરી અને તેનું નિવારણ કર્યું વળી, પૂર્વપક્ષીના તે કથન વિષયક અભિપ્રાયાંતરની આશંકા કરીને કહે છે – શકુનાદિ આગમયુક્તિની વિષમતામાં વળી, ઈતરમાં પણ સમાન જ પ્રસંગ છે=શકુનાદિ આગમ અને ગારિ શબ્દથી જ્યોતિષ્ક આદિ આગમનું ગ્રહણ છે અને યુક્તિ વિચારરૂપ છે તેની વિષયતામાં વળી, અર્થાત્ અનુકૂલ ઈતરરૂપ દેવની વિષયતામાં વળી, પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થરૂપ ઈતરત્ર પણ સમાન જ પ્રસંગ છે, તે પણ=પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થ પણ, યુક્તિ અને આગમ દ્વારા વિચારવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એથી આમનું સાદિ પૃથક્ત કે અનાદિ ઈત્યાદિ પૂર્વમાં કહેવાયેલું અયુક્ત છે=પૂર્વપક્ષીના શ્લોક-રમાં કહેવાયેલું અયુક્ત છે. તિ=લલિતવિસ્તરામાં રહેલો તિ શબ્દ, પ્રક્રમના સમાપ્તિ અર્થવાળો છે–પૂર્વપક્ષીએ કહેલ કે આગમમાં બ્રહામાંથી વિચટન થયું છે તે સાદિ પૃથક્વ છે કે અનાદિ પૃથક્ત છે, અહેતુક છે કે સહેતુક છે એ વિચારી શકાય નહિ; કેમ કે અતીન્દ્રિય છે એ કથનનું નિરાકરણ કરવાનો પ્રક્રમ લલિતવિસ્તરામાં ૨૩૨ાવનાથી કર્યો છે તેના સમાપ્તિ અર્થવાળો છે, તે કારણથી=વચનમાત્રનું અપ્રમાણપણું હોવાથી, યથાવિષય=કષાદિ સર્વ વિષયના અતિક્રમથી શાસ્ત્રની પરીક્ષા વિષયક જે કષાદિ સર્વ વિષયો છે તેના અતિક્રમથી, ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી પ્રવર્તવું જોઈએ=કષ-છેદ-તાપ સ્વરૂપ ત્રણ કોટિથી અથવા આદિ-મધ્ય-અંતમાં અવિસંવાદ સ્વરૂપ ત્રણ કોટિથી પરિશુદ્ધ અર્થાત્ નિર્દોષ જે વિચાર અર્થાત વિમર્શ તેનાથી જે શુદ્ધિ અર્થાત્ વચતની નિર્દોષતા તેનાથી હેય-ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278