________________
નમો જિરાસં જિયભયાણ
૧૯૭
ત્રીજા શ્લોકમાં કહેલ તથા દર્શનાર્ એ રૂપ હેતુની, પ્રતિજ્ઞાના એક દેશની અસિદ્ધતા છે=બીજા શ્લોકમાં તેણે પ્રતિજ્ઞા કરેલી કે કૂવામાં પડેલાને તે કૂવામાં કેમ પડ્યો તેની વિચારણા કર્યા વગર તેને કાઢવા વિષયક લોકો વિચારણા કરે છે તે સ્થાનમાં માછલાને આશ્રયીને એક દેશની અસિદ્ધિ છે, હવે તેમાં ઉદ્દભૂત આદિને પણ ઉત્તારણ કરાશે-કૂવામાં પડેલા માછલા આદિનું પણ ઉત્તારણ કરાશે, તેથી હેતુની પ્રતિજ્ઞાતા એક દેશની અસિદ્ધતા નથી, એથી કહે છે – અને ત્યાં ઉત્તારણમાંeતદ્ ઉદ્દભૂત આદિના પણ ઉતારણમાં, દોષતો સંભવ હોવાથી=મરણાદિ અનર્થનો સંભવ હોવાથી, ન્યાયની અનુપપત્તિ છે એમ અવય છે, તથા એ હેતુ અંતરના સમુચ્ચયમાં છે, તદ્ ઉદ્દભૂત આદિના ઉત્તારણને કરવા માટે અશક્યપણું હોવાથી કૂપ ઉદાહરણમાં ન્યાયની અનુપપતિ છે એમ અવય છે, હેતુને કહે છેeતદ્ ઉદ્દભૂત આદિના ઉત્તારણના અશક્યપણામાં હેતુને કહે છે – પ્રયાસનું નિષ્કલપણું હોવાથી=સદ્ ઉભૂત એવા મસ્યાદિના ઉત્તારણના પ્રયત્નનું નિષ્કલપણું હોવાથી અર્થાત ઉતારણીયને ઉત્તારણ
સ્વરૂપ ફલનો અભાવ હોવાથી=જેઓ કૂવામાં પડેલા છે અને કાઢવા યોગ્ય છે તેઓના ઉતારણરૂપ ફલનો અભાવ હોવાથી માછલા આદિનું ઉત્તારણ અશક્ય છે એમ અવય છે. ભાવાર્થ :
અદ્વૈતવાદીએ પોતાના મતને સ્થાપન કરનારા જે ચાર શ્લોકો કહ્યા છે તેમાં બીજા અને ચોથા શ્લોકમાં કહ્યું કે કૂવામાં પડેલો કોઈ હોય તે કેમ પડ્યો તેનો વિચાર કર્યા વગર લોકમાં તેને બહાર કાઢવાનો વિચાર કરાય છે, તેમ ભવરૂપી કૂવામાં પડેલા જીવોને ઉત્તારણ કરનાર પુરુષે પણ એ રીતે જ પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ આ જીવો ભવમાં કેમ પડ્યા તેનો વિચાર કર્યા વગર તેને ભવમાંથી કાઢવાનો જ વિચાર કરવો જોઈએ, ત્યાં કૂપપતિત ઉદાહરણ પણ ઉદાહરણ માત્ર છે, વસ્તુતઃ યુક્તિ સંગત નથી; કેમ કે કૂવામાં માછલા આદિ પણ ઉત્પન્ન થયેલા હોય છે અને કોઈ પ્રયોજનવશથી કોઈ પુરુષ કૂવામાં બેઠેલ હોય ત્યારે તે કૂવામાં કેમ પડ્યો છે તેનો વિચાર કર્યા વગર કાઢવાનો પ્રયત્ન કરાતો નથી, તેથી સંસારરૂપી કૂવામાં જીવો કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કહેવું ઉચિત નથી, પરંતુ વિચારકે જાણવું જોઈએ કે કયા પ્રયોજનથી સંસારી જીવો ભવરૂપી કૂવામાં પડ્યા છે, તેનો પણ યથાર્થ નિર્ણય કરવા પ્રયત્ન કરવો જોઈએ, માટે પૂર્વપક્ષીએ આપેલું કૂવાનું ઉદાહરણ યુક્તિયુક્ત નથી; કેમ કે તેણે તથા વર્ણનાત્ જે હેતુ આપ્યો અને તે હેતુમાં તેણે પ્રતિજ્ઞા કરેલી કે તે કૂવામાં કેમ પડ્યો તેનો વિચાર કર્યા વગર તેને કાઢવા માટે લોકો પ્રયત્ન કરે છે તેમ દેખાય છે તે રૂપ હેતુનો એક દેશ અસિદ્ધ છે, આથી જ કૂવામાં માછલાને પડેલા જોઈને તેઓની દયાથી તેને કાઢવા માટે કોઈ બુદ્ધિમાન પ્રયત્ન કરતો નથી, પરંતુ વિચારે છે કે તે કૂવામાં પડેલા નથી, પરંતુ કૂવામાં જ ઉત્પન્ન થયેલા છે, માટે તેમને બહાર કાઢવા જોઈએ નહિ, વળી, કોઈક પુરુષ કોઈક પ્રયોજનવશ કૂવામાં જ રહેવાની બદ્ધ સ્થિતિવાળો હોય તેને પણ કાઢવા કોઈ પ્રયત્ન કરતો નથી, માટે આ કૂવામાં કેમ પડ્યો છે તેનો વિચાર કર્યા વગર તેને કાઢવાનું લોકમાં દર્શન છે, એ પ્રકારનો હેતુ એક દેશમાં અસિદ્ધ છે.