________________
૧૪૮
લલિતકાર ભાગ-૨
अत्रैवाभ्युच्चयमाह- हीनादिकरणे हीनमध्यमोत्कृष्टजगत्करणे, मुक्तानाम् इच्छाद्वेषादिप्रसङ्गः सङ्कल्पमत्सराभिष्वङ्गप्राप्तिः, कुत इत्याह- तद्व्यतिरेकेण=इच्छादीनन्तरेण, तथाप्रवृत्त्यसिद्धेः वैचित्र्येण प्रवृत्त्ययोगात्, एवं जगत्करणे सामान्यसंसारिणो मनुष्याद्यन्यतरस्माद्, अविशिष्टतरम् अतिजघन्यं, मुक्तत्वम् इति चिन्तनीयम् अस्य भावना कार्या, अन्यस्य जगत्कर्तुमशक्तत्वेन परिमितेच्छादिदोषत्वात्। પંજિકાર્ય :
ચારિ, -નેવ ... પરિમિત્તેજીવિતોષાત્ II નેચર લલિતવિસ્તરાનું પ્રતીક છે, જગત્કર્તામાં= બ્રહ્માસ્વરૂપ આધારભૂત જગત્કર્તામાં=સાધના કરીને જેઓ મુક્ત થયા છે તે સર્વના બ્રહ્મસ્વરૂપ આધારભૂત એવા જગત્કર્તામાં, લય થયે છd=અભિવરૂપ અવસ્થાન થયે છતે, મુક્ત જીવોનું નિષ્ઠિતાર્થપણું નથી જ=સર્વ જીવોનું પરમપ્રયોજન પૂર્ણ સુખની પ્રાપ્તિ છે તે રૂપ તિષ્ઠિતાર્થપણું મુક્તોને નથી જ, કયા કારણથી=કયા કારણથી નિષ્કિતાર્થપણું નથી ? એથી કહે છે – તસ્કરણથી કૃતકૃત્યત્વનો અયોગ હોવાથી=બ્રહ્માના સાંગત્યને કારણે મુક્ત જીવોને જગતના કરણને કારણે કૃતકૃત્યત્વનો અયોગ હોવાથી તિષ્ઠિતાર્થપણું નથી એમ અત્રય છે.
આમાં જ મુક્ત જીવોનું કૃતકૃત્યત્વ નથી એમાં જ, અમ્યુચ્ચયને કહે છે – હીનાદિ કરણમાં ઈચ્છાઢેષાદિનો પ્રસંગ છે-મુક્ત જીવોને હીન-મધ્યમ-ઉત્કૃષ્ટ જગતકરણમાં સંકલ્પ-મત્સર-અભિળંગની પ્રાપ્તિ છે, કયા કારણથી ?=કયા કારણથી ઈચ્છા-દ્વેષાદિની પ્રાપ્તિ છે ? એથી કહે છે – તેના વ્યતિરેકથી=ઈચ્છાદિ વગર, તે પ્રકારની પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી=વચિત્રથી જગતનિર્માણની પ્રવૃત્તિનો અયોગ હોવાથી, ઈચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે એમ અત્રય છે, આ રીતે જગતના કરણમાં= સાધના કરીને જગત્કર્તમાં લીન થવાથી મુક્ત જીવો જગત્કર્તા બને છે એ રીતે જગતકરણમાં, સામાન્ય સંસારી જીવોથી=મનુષ્યાદિ અન્યતર એવા સંસારી જીવોથી, અવિશિષ્ટતર=અતિ જઘન્ય, મુક્તત્વ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ=આની અર્થાત્ મુક્તની ભાવના કરવી જોઈએ; કેમ કે અન્યનું=સંસારી જીવોનું, જગત કરવા માટે અશક્તપણું હોવાને કારણે પરિમિત ઈચ્છાદિ દોષપણું છે, (તેથી સંસારી જીવો તેટલા જઘન્ય નથી, મુક્ત જીવો તેનાથી અધિક જઘન્ય છે તેમ પ્રાપ્ત થાય.) ભાવાર્થ -
ભગવાન ચાર ગતિઓના પરિભ્રમણને અનુકૂળ વિપાકવાળા, ચિત્રકર્મોના બંધનવાળા પૂર્વે હતા તેનાથી મુક્ત થયા, તેથી મુક્ત કહેવાય છે અર્થાત્ કૃતકૃત્ય કહેવાય છે; કેમ કે ઉપદ્રવવાની અવસ્થાથી મુક્ત થવું તે જ જીવ માટે કર્તવ્ય કૃત્ય છે અને તે કર્તવ્ય કૃત્યને તેઓએ પ્રાપ્ત કર્યું એથી મુક્ત થયા ત્યારે કૃતકૃત્ય થયા એમ કહેવાય છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? એથી કહે છે – નિષ્ઠિત પ્રયોજનવાળા થયા, અર્થાત્ નિષ્કિતાર્થવાળા થયા; કેમ કે સર્વ દુઃખોનો અંત કરીને પૂર્ણ સુખમય અવસ્થા પ્રાપ્ત કરવી એ જીવનું પ્રયોજન છે અને સાધનાકાળમાં તે પ્રયોજન કંઈક પ્રાપ્ત થયેલું, તેથી કંઈક સુખની પરંપરાની પ્રાપ્તિ થઈ, પરંતુ તેની નિષ્ઠા મુક્ત અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંપૂર્ણ ઉપદ્રવથી રહિત પૂર્ણ સુખમય અવસ્થા