________________
મુતાણં મોયગાણું
૧૪૭
ભાવાર્થ :
જગત્કર્તા એવા ઈશ્વરમાં જેઓ લીન થાય છે તેઓ સંસારથી મુક્ત થાય છે અને જગત્કર્તમાં લીન થવાથી તેઓ જગત્કર્તા સ્વરૂપ જ બને છે, પરંતુ જગત્કર્તાથી પૃથક પોતાના સ્વરૂપે રહેતા નથી એમ સંતાન નામના કોઈક ઋષિના શિષ્યો વડે સ્વીકારાય છે, તેથી તેઓના મતે ભગવાન તત્ત્વથી અમુક્ત અને અમોચક છે; કેમ કે તેઓ માને છે કે બ્રહ્મ સાથે સંગત થયેલા અર્થાત્ લીન થયેલા જીવોની સ્થિતિ બ્રહ્મ જેવી હોય છે, તે મતનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહે છે. સૂત્ર -
કુત્તા નો રૂપા સૂત્રાર્થ :
મુકાયેલા અને મુકાવનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૩૦ લલિતવિસ્તરા -
'मुक्तेभ्यो मोचकेभ्यः।' चतुर्गतिविपाकचित्रकर्मबन्धमुक्तत्वान्मुक्ताः कृतकृत्या निष्ठितार्था इति योऽर्थः, न जगत्कर्तरि लये मुक्तानां निष्ठितार्थत्वं, तत्करणेन कृतकृत्यत्वायोगात्; हीनादिकरणे चेच्छाद्वेषादि-प्रसङ्गः, तद्व्यतिरेकेण तथाप्रवृत्त्यसिद्धेः, एवं सामान्यसंसारिणोऽविशिष्टतरं मुक्तत्वमिति चिन्तनीयम्। લલિતવિસ્તરાર્થ:
મુક્ત થયેલા મુકાવનારા ભગવાન છે, ચાર ગતિના વિપાકવાળા ચિત્ર કર્મબંધથી મુક્તપણું હોવાને કારણે મુક્ત થયેલા કૃતકૃત્ય થયેલા=નિષ્ઠિત અર્થવાળા, એ પ્રમાણે જે અર્થ છે, તે મુક્તનો અર્થ છે.
જગત્કર્તામાં લય થયે છતે નિષ્ક્રિતાર્થપણું નથી મુક્ત થયેલાનું નિષ્ઠિતાર્થપણું નથી; કેમ કે તેના કરણથી જગતના કરણથી, કૃતકૃત્યત્વનો અયોગ છે અને હીનાદિના કરણમાં કેટલાક જીવોને હીન કેટલાકને શ્રેષ્ઠ ઈત્યાદિરૂપ જગતના કરણમાં, ઈચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે; કેમ કે તેના વગર=ઈચ્છા-દ્વેષાદિ વગર, તે પ્રકારની પ્રવૃત્તિની અસિદ્ધિ છે હીનાદિ કરણરૂપ પ્રવૃત્તિની
સિદ્ધિ છે, એ રીતે જગકર્તમાં લીન થવાથી મુક્ત આત્મા જગકર્તરૂપ બને અને હીનાદિ જગતને કરે એ રીતે, સામાન્ય સંસારીથી અવિશિષ્ટતર=અતિ જઘન્ય, મુક્તત્વ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. પંજિકા -
'नेत्यादि, न-नैव, जगत्कर्तरि ब्रह्मलक्षण आधारभूते, लये-अभिन्नरूपावस्थाने, मुक्तानां निष्ठितार्थत्वं, कुत इत्याह- तत्करणेन-तस्य-जगतः, करणेन, ब्रह्मसाङ्गत्येन मुक्तानां कृतकृत्यत्वायोगात् ।