________________
૧૫૯
સવર્ણ સબૂદરિણીય
વળી, આત્માથી ગુણો અભિન્ન કઈ રીતે છે? તે બતાવવા માટે કહે છે – હું જ ગુણોને માટે સાધ્ય છું, તેથી મારા અર્થવાળા ગુણો છે, તેથી ગુણોમાં વર્તનથી વિલક્ષણ મારી કોઈ એકાંત પ્રવૃત્તિ નથી, પરંતુ ગુણમાં વર્તવા રૂપ જ મારી પ્રવૃત્તિ છે, તેથી ગુણથી હું અભિન્ન છું, એથી ગુણથી કથંચિત્ ભેદને અને કથંચિત્ અભેદને કહેનારા ભગવાનના વચનથી ગુણો આત્મારૂપ દ્રવ્યનો સ્વભાવ છે તેમ સિદ્ધ થાય છે, માટે ભગવાનનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે, વળી, તેમાં સાક્ષી આપે છે – પ્રકૃતિથી જીવ શીતલ ચંદ્ર જેવો છે, તેથી જેમ ચંદ્રમાં સહજ શીતલતા વર્તે છે તેમ જીવમાં કષાયોના સંતાપ વગરની શીતલતા સહજ વર્તે છે અને ચંદ્રમાં જેમ ચંદ્રિકા છે તેમ જીવમાં વિજ્ઞાન વર્તે છે અને ચંદ્રની ચંદ્રિકાને વાદળાંઓ આવૃત્ત કરે છે તેમ સંસારી જીવોમાં વર્તતા ચંદ્રિકા જેવા વિજ્ઞાનને વાદળાં જેવાં આવરણ આવૃત્ત કરે છે, એથી સંસારી જીવનો સ્વભાવ કેવલજ્ઞાન કેવલદર્શન સ્વરૂપ છે, ફક્ત કર્મથી આવૃત્ત હોવાને કારણે અપ્રગટ છે અને ભગવાને આવરણનો ક્ષય કર્યો છે, તેથી ભગવાનમાં કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ વર્તે છે. લલિતવિસ્તરા -
'न करणाभावे कर्ता तत्फलसाधकः' इत्यप्यनैकान्तिकम्, परिनिष्ठितप्लवकस्य तरकाण्डाभावे प्लवनसंदर्शनादिति, न चौदयिकक्रियाभावरहितस्य ज्ञानमात्राद् दुःखादयः, तथानुभवतस्तत्स्वभावत्वोपपत्तेः। લલિતવિસ્તરાર્થ:
કરણના અભાવમાં=બુદ્ધિરૂપ કરણના અભાવમાં, કર્તા=મુક્ત આત્મારૂપ કર્તા, તત્ ફલસાધક નથી ચૈતન્યના બોધરૂપ ફલનો સાધક નથી, એ પણ અનેકાંતિક છે=એ પ્રકારનું સાંખ્યદર્શનનું વચન પણ વ્યભિચારી છે; કેમ કે પરિનિષ્ઠિત પ્લવકનું તરવાની ક્રિયામાં કુશળબનેલા તરવૈયાનું, તરકાંડના અભાવમાં કરણરૂપ નાવના અભાવમાં, પ્લવનનું દર્શન છે તરણનું દર્શન છે અને ઔદયિક ક્રિયાના ભાવ રહિત જીવને=ઔદયિક ક્રિયા વગરના સિદ્ધના જીવને, જ્ઞાનમાત્રથી દુઃખાદિ નથી; કેમ કે તે પ્રકારના અનુભવથી જ્ઞાનમાત્રથી દુઃખાદિ થાય છે તે પ્રકારના અનુભવથી, તત્રસ્વભાવત્વની ઉપપતિ છે=દુઃખાદિના ઔદયિક ક્રિયાના અભાવરૂપ સ્વભાવત્વની ઉપપત્તિ છે. પંજિકા -
अर्थचेतने पुरुषस्य किल बुद्धिः करणं, प्रकृतिवियोगे च मुक्तावस्थायां करणाभावान्न सर्वज्ञत्वं सर्वदर्शित्वं वा संभवतीतिपराकूतनिराकरणायोवाच__'नच करणे'त्यादि। सुगमं चैतत्। ननु नीलपीतादय इव बहिरर्थधर्मा दुःखद्वेषशोकवैषयिकसुखादयः; ततो मुक्तावस्थायां सर्वज्ञत्वसर्बदर्शित्वाभ्युपगमे बहिरर्थवेदनवेलायां सर्वदुःखाद्यनुभवस्तस्य प्राप्नोतीत्याशङ्कापरिहारायाह- 'न चौदयिके 'त्यादि, न च नैव, औदयिकक्रियाभावरहितस्य-असद्वेद्यादिकर्मपाकप्रभवस्वपरिणामरहितस्य, ज्ञानमात्रात्=परिज्ञानादेव, दुःखादयो दुःखद्वेषादयः, हेतुमाह- तथानुभवतः=ज्ञानमात्रादेव