________________
૧૭૦
લલિતવિસ્તરા ભાગ- સ્વીકારવા માટે અશક્યપણું છે=mય અને જ્ઞાન બંને ક્ષણિક છે અને ક્રમવર્તી થનારા છે તેથી પ્રથમ જોયા હોય અને ત્યારપછી બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે ત્યારે જોય નાશ પામે છે તેથી ભણસ્થાયી એવા જ્ઞાનની સાથે ઉભયમાં આશ્રય કરીને રહેનારી અર્થાત જોય અને જ્ઞાન ઉભયમાં આશ્રય કરીને રહેનારી તુલ્યતાની ક્ષણસ્થાયી જ્ઞાન સાથે પ્રાપ્તિ થાય નહિ, વળી, તુલ્યપણું એટલે સામાન્ય, અને તે સામાન્ય, એક અને અનેક વ્યક્તિ આશ્રિત છે, એથી કેવી રીતે તેના આશ્રિત દોષનો પ્રસંગ ન આવે ?=જો એક હોય એવી તુલ્યતા અનેકમાં આશ્રિત સ્વીકારીએ તો અનેકને આશ્રિત હોવાથી તુલ્યતા એક સ્વીકારી શકાય નહિ પરંતુ અનેક આશ્રિત હોવાથી અનેક સ્વીકારતા દોષનો પ્રસંગ આવે, અહીં પણ તુલ્ય આકારતાના વિષયમાં પણ, ધર્મસંગ્રહણીકાર કહે છે – થાયઅર્થવાદીના મતે થાય, જે કારણથી તે=જ્ઞાન, તત્ તુલ્ય આકારવાળું થાય અર્થના આકાર સદશ આકારવાળું થાય, આથી તદાકાર છેઃ જ્ઞાન અર્થના આકારવાળું છે, એમાં બૌદ્ધવાદી ઉત્તર આપે છે – તેના ગ્રહણના અભાવમાં વસ્તુનું બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે ત્યારે વસ્તુનો નાશ થયેલો હોવાથી વસ્તુના ગ્રહણના અભાવમાં, તુલ્યપણું કેવી રીતે જણાય ? જ્ઞાનશેયની તુલ્ય આકારવાળું છે તે કેવી રીતે જણાય ? અર્થાત્ જણાય નહિ. ૬૪૪
તુલ્યત્વ સામાન્ય છે (તે) એક છે અને અનેક આશ્રિત છે એ અયુક્તતર છે, તે કારણથી ઘટાદિ કાર્ય દેખાય છેઅનેક પરમાણુઓમાં રહેનારું ઘટાદિ કાર્ય છે, એ મોહનું અભિધાન છે. I૬૪૭ના
તેથી તે વિષય-આકારના અપ્રતિસંક્રમણ આદિ કારણથી જ્ઞાનની=વિષયગ્રાહી એવા વિજ્ઞાનની, પ્રતિબિબ આકારતાનો પ્રતિક્ષેપ=વિષય અને પ્રતિબિંબ આકારવાળું વિજ્ઞાન ઘટતું નથી પરંતુ અબાહ્ય આકાર જ સત્ સ્વભાવ માત્ર પ્રતિભાષી એવા સ્વરૂપવાળો' જ્ઞાનવાદીથી પ્રતિજ્ઞાત પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ, પ્રત્યુક્ત છે, વિષયાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને હેતુ=બૌદ્ધવાદીના કથનના નિરાકરણમાં વિષયગ્રહણ ઈત્યાદિ હેતુ છે, એ પ્રતીત છે= સ્પષ્ટ છે, આ રીતે મુક્તરૂપ પરિણામનું આકારપણું હોતે છતે=મોક્ષમાં ગયેલા જીવોના જ્ઞાનરૂપ પરિણામનું આકારપણું હોત છત, સામયિક વિક્ષાથી=એક સમયથી વિવાથી, સાકાર=વિશેષગ્રહણ પરિણામવાળું, જ્ઞાન છેઃ ઉપયોગવિશેષ છે, અને અલાકાર સામાન્ય ગ્રહણના પરિણામવાળું, દર્શન છે=ઉપયોગનો ભેદ જ છે=જ્ઞાનના ઉપયોગ કરતાં ભિન્ન ઉપયોગ જ છે, એ પણ સિદ્ધ થાય છે. ll૩૧II ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સિદ્ધ આત્મામાં સર્વશપણું છે તે વિષયગ્રહણના પરિણામના આકારવાળું છે, એ કથન દ્વારા બૌદ્ધ મતનું નિરાકરણ થાય છે. બૌદ્ધદર્શનવાદી કહે છે કે જ્ઞાનની પ્રતિબિંબ આકારતા થઈ શકે નહિ, તેમાં ત્રણ હેતુ બતાવે છે – ૧. વિષયનું અપ્રતિસંક્રમણ છે ૨. આકારનું અપ્રતિસંક્રમણ છે અને ૩. શેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ છે. તેમાં બૌદ્ધદર્શનવાદી યુક્તિ બતાવે છે –
જ્ઞાનમાં શેયની પ્રતિબિંબ આકારતા માનીએ તો જોય એવો વિષય તેમાં પ્રતિસંક્રમણ થાય છે તેમ માનવું પડે, અર્થાત્ કોઈ પુરુષ ઘટનું જ્ઞાન કરે ત્યારે ય એવો ઘટ જ્ઞાનમાં સંક્રમણ પામે છે તેમ માનવું પડે, તેથી