________________
૧૭૬
લલિતવિસ્તરા ભાગ-૨ જ=સિદ્ધિ જ, ગમ્યમાનપણું હોવાથી ગતિ છે=મુક્ત થયેલા જીવો તે સિદ્ધિગતિમાં જનારા હોવાથી ગતિ છે, સિદ્ધિગતિ જ નામ છે જેને તે તેવા પ્રકારનું છેકસિદ્ધિગતિ નામવાળું છે,
સ્થાનનો અર્થ પૂર્વમાં કહેવાયેલો જ છે અને અહીં સ્થાન અને સ્થાનીનો અભેદ ઉપચાર હોવાથી=વ્યવહારનયને અભિમત સિદ્ધશિલારૂપ સ્થાન અને નિશ્ચયનયને અભિમત આત્માના
સ્વરૂપ રૂપ સ્થાન તે સ્થાનમાં રહેનારા જીવોરૂપ સ્થાની તે બેનો અભેદ ઉપચાર હોવાથી, આ પ્રમાણે કહે છેઃશિવ-અચલ આદિ વિશેષણોવાનું કહે છે, સંપ્રાપ્ત=સખ્ય અર્થાત્ સમગ્ર કર્મની વિશ્રુતિથી સ્વરૂપગમન વડે પરિણામાંતરની આપત્તિથી પ્રાપ્ત થયેલા=સિદ્ધના જીવો સર્વ કર્મનો નાશ થવાથી પોતાના સ્વરૂપને પામેલા છે તેથી સંસારઅવસ્થામાં જે પરિણામ હતો તેના કરતાં પરિણામાંતરની પ્રાપ્તિથી પ્રાપ્ત છે.
અને વિભુ નિત્ય આત્માઓને આ પ્રકારે પ્રાપ્તિનો સંભવ નથી; કેમ કે સર્વગતપણું હોતે જીતે સદા એક સ્વભાવપણું છે=વિભુ નિત્ય આત્મા સ્વીકારનારના મતે આત્માનું સર્વગતપણું હોત છતે સદા એક સ્વભાવપણું છે, તેથી સાધના કરીને આવા સ્થાનની પ્રાપ્તિનો સંભવ નથી એમ અન્વય છે, વિભુ આત્માઓનો સદા સર્વત્ર ભાવ છે અને નિત્ય આત્માઓનું એક રૂપપણાથી અવસ્થાન છે; કેમ કે તભાવ અવ્યયનું નિત્યપણું છે, તેથી નિત્ય આત્મા સ્વીકારીએ તો જે ભાવ તેનામાં વિધમાન છે તે ભાવનો અવ્યય હોવાથી સદા તે સ્વરૂપે જ અવસ્થાન પ્રાપ્ત થાય, આથી ક્ષેત્રમાં અસર્વગતને અને પરિણામી જીવોને આવા પ્રકારની પ્રાપ્તિનો સંભવ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા શિવ-અચલ આદિ વિશેષણોવાળા સ્થાનની પ્રાપ્તિનો સંભવ છે, એ પ્રમાણે ભાવન કરવું જોઈએ, તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું તેવા વિશેષણવાળા સ્થાનને ભગવાન પ્રાપ્ત થયેલા છે તે કારણથી, તેઓને નમસ્કાર કરું છું એ પ્રકારે ક્રિયાનો યોગ છે નમો જિણાણં પદમાં રહેલા નમઃ' શબ્દની ક્રિયાનો યોગ છે. IBશા ભાવાર્થ
સ્થાન-સ્થાનવાનનો અભેદ કરીને મુક્ત આત્માને જે ભાવોની પ્રાપ્તિ થઈ છે તે સર્વ વિશેષણો તે સ્થાનમાં યોજન કરીને તેના સ્થાન પામેલા ભગવાનને નમસ્કાર થાઓ એમ સંબંધ છે, સ્થાન શું છે? તે નિશ્ચયથી અને વ્યવહારથી સ્પષ્ટ કરે છે –
સિદ્ધના જીવો સિદ્ધક્ષેત્રમાં રહે છે તે ક્ષેત્ર તેઓને રહેવાનું સ્થાન છે, કેવી રીતે નક્કી થાય કે સિદ્ધના જીવો સિદ્ધશિલા ઉપર રહે છે, તેથી શાસ્ત્રવચનની પ્રમાણતા બતાવે છે –
મુક્ત થયેલા જીવો અહીં શરીરને છોડીને તે સિદ્ધશિલાના સ્થાનમાં જઈને સિદ્ધ થાય છે, તેથી સિદ્ધશિલામાં નિવાસ કરવાનું તેમનું સ્થાન છે એમ શાસ્ત્રવચનથી નિર્ણય થાય છે. વળી, નિશ્ચયનયથી વિચારીએ તો દરેક પદાર્થ પોતાના સ્વરૂપમાં જ વર્તે છે, તેથી પોતાના સ્વરૂપમાં વર્તવારૂપ જ સ્થાન છે, છતાં સંસારી જીવો જ્યાં સુધી સાધના કરીને પોતાને વળગેલા કર્મથી મુક્ત થતા નથી, ત્યાં સુધી પોતાના