________________
૧૭૮
લલિતવિસ્તરા ભાગ-૨ અમૂર્ત આત્માનો તેવો જ સ્વભાવ છે કે તેને કોઈ બાધા ઉત્પન્ન ન થાય, જોકે સંસારી જીવોનો આત્મા પણ પરમાર્થથી અમૂર્ત છે, તોપણ અનાદિથી કર્મના સંયોગને કારણે કથંચિત્ મૂર્તભાવને પામેલો છે, તેથી મૂર્તિ એવા શરીર સાથે સંબંધિત થાય છે તેના કારણે ઉપદ્રવકારી પદાર્થોથી તેને અનેક પ્રકારની વ્યાબાધાઓ થાય છે, સિદ્ધના જીવો તે સર્વ વ્યાબાધાથી રહિત એવા સ્થાનને પામેલા છે.
વળી, અપુનરાવૃત્તિ એવી સિદ્ધિગતિને પામેલા છે, આવર્તન આવૃત્તિ છે અને સંસારી જીવો ભવસમુદ્રમાં નર-નારકાદિ તે તે ભાવરૂપે આવર્તન પામે છે તેવું આવર્તન ક્યારેય નથી જેમાં એવા સ્થાન પામેલા સિદ્ધના જીવો છે.
વળી, સિદ્ધ થાય છેનિષ્ઠિત પ્રયોજનવાળા થાય છે જેમાં એવી ગતિ તે સિદ્ધિગતિ છે અને તેવી ગતિને પામેલા સિદ્ધના જીવો છે, કઈ રીતે પામેલા છે, તેથી કહે છે – સંપૂર્ણ કર્મના નાશને કારણે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા સંસારઅવસ્થા કરતાં પરિણામાંતર અવસ્થાને પ્રાપ્ત થયેલા છે, માટે સમ્યગૂપ્રાપ્ત થયેલા છે અર્થાત્ તેવી સિદ્ધિગતિને સમ્યફપ્રાપ્ત કરેલ છે.
વળી, વૈશેષિક મત આત્માને વિભુ માને છે અને નિત્ય માને છે તેના મતે આવા પ્રકારની પ્રાપ્તિનો સંભવ નથી અર્થાત્ સિદ્ધશિલારૂપ ક્ષેત્રની પ્રાપ્તિ અને આત્માના સ્વરૂપની પ્રાપ્તિ એ રૂપ પ્રાપ્તિનો સંભવ નથી; કેમ કે આત્મા વિભુ હોય તો ચૌદ રાજલોકરૂપ સર્વ ક્ષેત્રમાં રહે, તેથી સિદ્ધના ક્ષેત્રની પ્રાપ્તિ સંભવે નહિ અને આત્મા એકાંતે નિત્ય હોય તો સંસારઅવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સદા એક સ્વભાવ છે, તેથી સંસારઅવસ્થાના ભાવને છોડીને પરિણામાંતરની પ્રાપ્તિ સંભવે નહિ; કેમ કે સંસારઅવસ્થામાં જે ભાવ હતો તેનો અવ્યય હોય તો જ આત્માને નિત્ય કહી શકાય, પરંતુ સંસારઅવસ્થામાં કર્મના સંયોગને કારણે સંસારી જીવોનો જે વિકૃતભાવ હતો તેના ત્યાગપૂર્વક પરિણામાંતરને સિદ્ધના જીવો મુક્ત અવસ્થામાં પામે છે તેમ સ્વીકારવું હોય તો આત્માને એકાંતે નિત્ય કહી શકાય નહિ. વસ્તુતઃ તત્ત્વાર્થ સૂત્રમાં દરેક પદાર્થનું તદ્ભાવના અવ્યયરૂપ નિત્યપણું કહેલ છે તે દરેક પદાર્થ પોતાના સ્વરૂપથી ક્યારેય વ્યય પામતો નથી તેમ આત્મા પણ નર-નારકાધિરૂપે કે સિદ્ધરૂપે થાય છે ત્યારે પણ આત્મદ્રવ્ય પોતાના ચૈતન્ય સ્વરૂપથી નાશ પામતું નથી, તેને આશ્રયીને નિત્ય કહેલ છે, અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ નિત્ય એવા આત્માને પરિણામાંતર રૂપ સિદ્ધિગતિનો સંભવ છે જ્યારે વૈશેષિક મતવાળા આત્માને એકાંત નિત્ય સ્વીકારે છે અને તેમ સ્વીકારીએ તો સંસારઅવસ્થા કરતાં મુક્ત અવસ્થામાં આત્માનું પરિણામાંતર થાય છે તે પણ પ્રાપ્ત થાય નહિ; કેમ કે ત્રણે કાળમાં આત્મા સર્વ સ્વરૂપે એક સ્વરૂપવાળો છે તેવો અર્થ વૈશેષિક મતે પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો સંસારઅવસ્થા કરતાં વિલક્ષણ મુક્ત અવસ્થાની પ્રાપ્તિ છે તે સંભવે નહિ.
આથી ક્ષેત્રથી અસર્વગત અને પરિણામી આત્માને પૂર્વમાં કહ્યું એવી સંપ્રાપ્તિ સંભવે છે; કેમ કે સંસારી જીવોનો આત્મા દેહના પરિમાણવાળો છે, તેથી સર્વ ક્ષેત્રમાં નથી અને સાધના કરીને મુક્ત થાય છે ત્યારે ક્ષેત્રમંતરરૂપ સિદ્ધશિલાને પ્રાપ્ત કરે છે અને પરિણામી એવો આત્મા સંસારઅવસ્થામાં કર્મજન્ય વિકૃત અવસ્થાવાળો હતો તેના ત્યાગપૂર્વક અવિકૃત અવસ્થારૂપ પરિણામાંતરને પામે છે, તેથી પૂર્વમાં વર્ણન કર્યું એવી શિવ-અચલ આદિ સ્થાનની પ્રાપ્તિનો સંભવ સ્યાદ્વાદીના મતે છે, વૈશેષિક મતે નથી, એ પ્રમાણે