________________
૧૮૬
લલિતવિસ્તા ભાગ-૨ સાધના કરીને મુક્ત થશે ત્યારપછી ફરી વિચટન પામશે નહિ; કેમ કે પરમબ્રહ્મનો તેવો જ સ્વભાવ છે કે તેઓને એક વખત વિચટન કરે, પરંતુ જેઓ બ્રહ્મમાં લય પામે તેઓને ફરી વિચટન કરે નહિ, તેથી જેમ સ્યાદ્વાદી મુક્ત આત્માઓને સર્વથા જિતભયત્વ સ્વીકારે છે તેમ બ્રહ્માદ્વૈતના મતમાં પણ સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થશે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેમ સ્વીકારવામાં અનેક દોષોની પ્રાપ્તિ છે=બ્રહ્માદ્વૈતવાદી સ્વીકારે કે બ્રહ્મમાંથી એક વખત સંસારી જીવોનું વિચટન થાય છે બીજી વખત વિચટન થતું નથી તેમ સ્વીકારવામાં અનેક દોષોની પ્રાપ્તિ છે. કઈ રીતે અનેક દોષોની પ્રાપ્તિ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંસારી જીવોનું બ્રહ્મમાંથી જે એક વખત વિચટન થયું છે તે શુદ્ધ બ્રહ્મમાંથી વિચટન થયું છે કે અશુદ્ધ બ્રહ્મમાંથી વિચટન થયું છે એ વિચારકે નિપુણપ્રજ્ઞાથી વિચારવું પડે અને બ્રહ્માદ્વૈતવાદી કહે કે શુદ્ધ બ્રહ્મમાંથી સંસારી જીવોનું એક વખત વિચટન થયું છે તો વિચારકને પ્રશ્ન થાય કે શુદ્ધ બ્રહ્મમાંથી પૃથફ થયેલા સંસારી જીવોને શેનાથી અશુદ્ધિની પ્રાપ્તિ થઈ, જે અશુદ્ધિના નિવર્તન માટે યોગીઓને યમ-નિયમનો અભ્યાસ કરવો પડે છે ? તેથી શુદ્ધ બ્રહ્મમાંથી અશુદ્ધ સંસારી જીવો પ્રગટ થયા છે તે સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી, તેથી સંસારી જીવોની અશુદ્ધિની સંગતિ કરવા માટે બ્રહ્માદ્વૈતવાદી કહે કે અશુદ્ધ બ્રહ્મમાંથી સંસારી જીવો પૃથક થયા છે, તેથી પોતાની અશુદ્ધિના નિવારણ માટે યોગીઓ યમ-નિયમમાં યત્ન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
અશુદ્ધ બ્રહ્મમાંથી છૂટા પડેલા તેઓ આ રીતે અભ્યાસ કરીને બ્રહ્મમાં લય થાય તે નિરર્થક છે; કેમ કે જે અશુદ્ધ બ્રહ્મમાંથી તેઓ છૂટા પડ્યા છે તેમાં લય પામવાથી અશુદ્ધ બ્રહ્મના ક્લેશની તેઓને મુક્ત અવસ્થામાં પ્રાપ્તિ થશે, તેથી સાધના કરીને પરમબ્રહ્મમાં લીન થવા છતાં ક્લેશોના નિવારણરૂપ જિતભયત્વની તેઓને પ્રાપ્તિ થશે નહિ.
વળી, બ્રહ્મવાદી બ્રહ્મનો એક વખત વિચટનનો સ્વભાવ સ્વીકારીને મુક્ત થયેલાને જિતભયત્વનું સ્થાપન કરે, તોપણ તેઓને અન્ય શું દૂષણ પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે –
પરમબ્રહ્મમાંથી સંસારી જીવોનું વિચટન સ્વીકારવામાં આવે અને સાધના કરીને તેઓ પરમબ્રહ્મમાં લય પામે છે તેમ સ્વીકારવામાં આવે તો પરમબ્રહ્મ એક છે અર્થાત્ પરમબ્રહ્મ સિવાય અન્ય કંઈ નથી અને પરમબ્રહ્મનો વિભાગ નથી, પરંતુ પરમબ્રહ્મ અવયવ વગરનું અર્થાત્ નિરવયવ છે એમ પરમબ્રહ્મવાદી માને છે તે સંગત થાય નહિ, પરંતુ તેનાથી વિપરીત સિદ્ધિ થાય અર્થાત્ પરમબ્રહ્મ એક નથી, પરંતુ તેમાંથી વિચટન થયેલા સંસારી જીવો પરમબ્રહ્મથી પૃથક છે, તેથી પરમબ્રહ્મ સંસારરૂપ અને મુક્તરૂપ એમ બે પ્રકારનું છે અને તે બે પ્રકારના બ્રહ્મમાં પણ અવાંતર અનેક વિભાગો પડે છે. તેથી તે તે જીવરૂપે સર્વ જીવોને પૃથફ સ્વીકારવા પડે. આ રીતે બ્રહ્માદ્વૈતવાદી સ્વીકારે તો યુક્તિથી સ્યાદ્વાદીના મતનો જ સ્વીકાર થાય છે; કેમ કે સ્યાદ્વાદી આત્મ સામાન્યરૂપ પરમબ્રહ્મને એક સ્વીકારે છે, આથી જ “એગો આયા” સૂત્ર પ્રવર્તે છે અને તે તે જીવરૂપે સર્વ જીવોને પૃથફ સ્વીકારે છે તે જ અર્થ બ્રહ્માદ્વૈતવાદીને સ્વીકારવો પડે.
તેથી એ ફલિત થાય કે સંસારી જીવો અને મુક્ત જીવોનો ચેતનધર્મ સર્વથા સમાન છે, તેથી સારશ્યને