________________
નમો જિણાણ જિયભયાણં
૧૮૫
અર્થવાળો છે=પૂર્વમાં કહેલા અનેક દોષોની ઉપપત્તિના ભાવન અર્થવાળો છે, તે=એક વખત વિચટન= બ્રહ્મમાંથી ક્ષેત્રવિદોનો વિભાગ, શુદ્ધથી=સકલ દોષ રહિત બ્રહ્મથી, અથવા અશુદ્ધથી=ઇતરરૂપ એવા અદ્વૈતરૂપ પરમ પુરુષથી, આસમૃદ્ વિચટન છે, એ રીતે નિરૂપણીય છે=પર્યાલોચ્ય છે; કેમ કે પ્રકારદ્વયમાં પણ=શુદ્ધ બ્રહ્મથી સમૃદ્ વિચટન છે કે અશુદ્ધ બ્રહ્મથી સમૃદ્ વિચટન છે એ રૂપ પ્રકારયમાં પણ, દોષનો સંભવ છે, તે વિચટન ક્ષેત્રવિદોનું છે એ બતાવવા માટે તક્રિટનું પછી ક્ષેત્રવિદ્વાન્ શબ્દ અધ્યાહાર છે, લલિતવિસ્તરામાં વા શબ્દ વિકલ્પાર્થવાળો છે.
બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે
પુરુષ જ આ છે=જે કંઈ દેખાય છે એ સર્વ પુરુષ જ છે, ઇત્યાદિ વેદવાક્યથી નિરુપિત અદ્વૈતરૂપ પરમ પુરુષરૂપ બ્રહ્મથી આ વિચટન છે એમ અન્વય છે, દોષને જ=શુદ્ધ કે અશુદ્ધ બ્રહ્મથી વિચટનને સ્વીકારવામાં દોષને જ, બતાવે છે શુદ્ધ બ્રહ્મથી વિચટનમાં કોનાથી તેઓની=સંસારી જીવોની, અહીં=સંસારમાં, અશુદ્ધિ છે ? અર્થાત્ કોઈનાથી નથી, જેના ક્ષય માટે=જે અશુદ્ધિના ક્ષય માટે, યોગીઓનો યમ-નિયમનો અભ્યાસ છે, વળી, અશુદ્ધથી વિચટનમાં=અશુદ્ધ બ્રહ્મથી સંસારી જીવોના વિચટનમાં, ત્યાં=બ્રહ્મમાં=અશુદ્ધ બ્રહ્મમાં, ઉક્તરૂપ લય અપાર્થક છે=નિરર્થક છે; કેમ કે તેની અશુદ્ધિથી જન્ય એવા ક્લેશની=બ્રાની અશુદ્ધિથી જન્ય ક્લેશની, ત્યાં પણ=બ્રહ્મના લયમાં પણ, મુક્તોને પ્રાપ્તિ છે.
-
-
તેના અશ્રુપગમથી પણ=બ્રહ્મમાંથી એક વખત વિચટન થાય છે તેવા સ્વભાવત્વના સ્વીકારથી પણ, બ્રહ્માને દૂષણ કરતાં કહે છે
-
આ રીતે=પરમબ્રહ્મથી ક્ષેત્રજ્ઞોના વિચટનમાં અને લયમાં, એક=અદ્વિતીય, અને અવિભાગવાળું= નિરવયવવાળું, તે=પરમબ્રહ્મ, નથી જ, પરંતુ વિપર્યય છે=પરમબ્રા વિભાગવાળું જ છે એ પ્રકારનો વિપર્યય છે, આ રીતે પણ શું=બ્રહ્માતવાદીને એક અને અવિભાગવાળા બ્રાના સ્વીકારથી વિપર્યયની પ્રાપ્તિ છે એ રીતે પણ શું પ્રાપ્ત થાય ? એથી કહે છે અને અનેકપણામાં=સંસારી જીવોની અપેક્ષાએ પરમબ્રહ્મના અનેકપણામાં, પરમતનું અંગીકરણ જ સ્વીકારાયેલું થાય=સ્યાદ્વાદીનો મત જ સ્વીકારાયેલો થાય, કયા કારણથી ?=બ્રહ્માદ્વૈતવાદી વડે પરમતનો સ્વીકાર કયા કારણથી છે ? એથી કહે છે · તેના વિભાગોનું જ=આત્મ સામાન્યરૂપ પરમબ્રહ્મના વ્યક્તિરૂપ વિભાગોનું નીતિથી= યુક્તિથી, આત્મપણું હોવાથી=સંસારી જીવોરૂપ આત્મપણું હોવાથી, પરમતનું અંગીકરણ જ છે એમ
—
અન્વય છે.
-
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બ્રહ્માદ્વૈત મતાનુસાર સંપૂર્ણ જિતભયત્વની પ્રાપ્તિ નથી; કેમ કે ફરી વિચટનનો પ્રસંગ છે, ત્યાં પૂર્વપક્ષી કહે કે અમે બ્રહ્માદ્વૈતને સ્વીકારીએ છીએ અને બ્રહ્મનો એક વખત જ વિચટનનો સ્વભાવ છે તેમ સ્વીકારશું, તેથી જેઓ બ્રહ્મમાંથી વિભાગને પામીને સંસારમાં આવ્યા છે તેઓ