________________
૧૮૨
લલિતવિસ્તરા ભાગ-૨
સંસાર પર્યાયની વ્યવચ્છિત્તિ થયે છતે અર્થાત્ ક્ષય થયે છતે શું ?=ભવભાવની વ્યવચ્છિત્તિ થયે છતે શું પ્રાપ્ત થાય ? એથી કહે છે તત્ તત્ સ્વભાવપણાથી=તેના અર્થાત્ સહજ ભાવ વ્યવચ્છિત્તિના જિતભયત્વ સ્વભાવપણાથી, આ થાય છે=જિતભયત્વ થાય છે, એમ ઉત્તરની સાથે સંબંધ છે. કેવા પ્રકારનું જિતભયત્વ થાય છે ? એથી કહે છે .
નિરુપચરિત=તાત્ત્વિક જિનભયત્વ થાય છે, કયા કારણથી નિરુપચરિત જિતભયત્વ થાય છે ? એથી કહે છે ઉક્તની જેમ=પૂર્વમાં કહેલા શિવ-અચલ આદિ સ્થાનની પ્રાપ્તિના ન્યાયથી, શક્તિરૂપથી પણ=ભયયોગ્ય સ્વભાવપણાથી પણ, શું વળી, સાક્ષાત્ ભયભાવથી ? આથી જ કહે છે=શક્તિરૂપથી પણ ભયનો ક્ષય છે આથી જ કહે છે સર્વથા=સર્વ પ્રકારે, ભયપરિક્ષય=ભયની નિવૃત્તિ છે, એ હેતુથી આ=જિતભયત્વ, નિરુપચરિત છે એમ અન્વય છે.
-
ભાવાર્થ:
શુદ્ધ સંગ્રહનયની એકાંત દૃષ્ટિથી બ્રહ્માદ્વૈત મત પ્રવર્તે છે અને શુદ્ધ સંગ્રહનય ઊર્ધ્વતા સામાન્ય અને તિર્થંક્ સામાન્યને સ્વીકારીને પ્રવર્તે છે અને એકાંતે જગત આખું બ્રહ્મસ્વરૂપ છે તેમ સ્થાપન કરીને સંસારની દુષ્ટ વ્યવસ્થાની સંગતિ કરવા માટે બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે અગ્નિમાંથી સ્ફુલિંગો નીકળે તેમ પરમબ્રહ્મમાંથી સ્ફુલિંગો જેવા ક્ષેત્રજ્ઞ જીવો નીકળેલા છે=સંસારી જીવો નીકળેલા છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
સંસારી જીવો બ્રહ્મથી પૃથક્ થયા તેમાં બ્રહ્મસત્તાથી બીજો કોઈ હેતુ નથી; કેમ કે બ્રહ્માદ્વૈતના મતે બ્રહ્મ સિવાય અન્ય કોઈ વસ્તુ નથી જેને બ્રહ્મસત્તામાંથી સંસારી જીવોને પૃથક્ કરવાનું કારણ સ્વીકારી શકાય, તેથી બ્રહ્મની સત્તાથી સંસારી જીવો એક વખત પૃથક્ થયા તેમાં બ્રહ્મની સત્તા જ કારણ છે અને પૃથક્ થયેલા સંસારી જીવો બ્રહ્મમાં લય પામે તોપણ બ્રહ્મમાં લય પામેલા મુક્ત આત્માઓ પૂર્વમાં એક વખત બ્રહ્મની સત્તાથી જ પૃથક્ થયા તેમ ફરી તેઓને બ્રહ્મની સત્તાથી પૃથક્ થવાની આપત્તિ આવે, તેથી જો તેઓ પ્રથમવારની જેમ મુક્તમાં ગયા પછી ફરી સંસારમાં આવે તેમ સ્વીકારવામાં આવે તો તેઓમાં સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થાય નહિ અર્થાત્ વર્તમાનમાં મુક્ત થયેલા હોવાથી સંસારના ઉપદ્રવોથી મુક્ત છે, તેથી જિતભયત્વ છે, તોપણ જેમ પ્રથમવાર બ્રહ્મની સત્તાથી પૃથક્ થઈને સંસારમાં આવ્યા તે પ્રકારે ફરી સંસારમાં આવવાની શક્તિ તેઓમાં વિદ્યમાન છે, તેથી સંસારમાં ફરી જન્મવાની શક્તિના ક્ષયથી તેઓ જિતભય થયેલા નથી, આથી જ મુક્ત થયા પછી ફરી સંસારમાં જન્મવાની શક્તિ હોવાને કારણે ઉપદ્રવવાળા થશે, તેથી કિંચિત્ કાળ માટે જિતભયવાળા હોવા છતાં મુક્ત થયેલા આત્માઓ સર્વથા જિતભયવાળા નથી, વસ્તુતઃ ભગવાન સર્વથા જિતભય હોવાને કારણે જિયભયાણં પદથી તેમની સ્તુતિ કરીને અદ્વૈત મુક્ત મતનો વ્યવચ્છેદ કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે તો કઈ રીતે મુક્તપણું સ્વીકારવાથી સર્વથા જિતભયત્વની પ્રાપ્તિ થાય ? તેથી કહે
છે –