________________
નમો જિસાણ જિયભયાણ
૧૭૯
ભાવન કરવું જોઈએ અને તેવા પ્રકારના સ્થાન પામેલા ભગવાનને નમસ્કાર થાઓ એમ કહીને મહાત્મા તેવા પ્રકારના સ્થાનની પ્રાપ્તિને અનુકૂળ આત્માનું અંતરંગ બળ સંચય કરે છે, જેથી પોતાને પણ તેવા ઉત્તમ સ્થાનની શીધ્ર પ્રાપ્તિ થાય. Iકશા અવતરણિકા -
एवंभूता एव प्रेक्षावतां नमस्कारार्हाः आद्यन्तसङ्गतश्च नमस्कारो मध्यव्यापीति भावना, जितभया अप्येते एव, नान्ये, इति प्रतिपादयत्राह - અવતરણિયાર્થ:
આવા પ્રકારના જ=પ્રસ્તુત સંપદામાં બતાવ્યું એવા પ્રકારના જ મુક્ત આત્માઓ, વિચારકોને નમસ્કારયોગ્ય છે અને આદિ અંતમાં સંગત એવો નમસ્કાર મધ્યવ્યાપી છે=વચલા દરેક પદમાં વ્યાપ્ત છે, એ પ્રકારે ભાવના છે, જિતભયવાળા પણ આ જ છે=સર્વજ્ઞ સર્વદર્શી હોતે છતે શિવઅચલ આદિ વિશેષણોવાળા સ્થાનને પામેલા સિદ્ધના જીવો જ છે, અન્ય નથી એ પ્રમાણે પ્રતિપાદન કરતાં કહે છે – ભાવાર્થ
વિચારક જીવોને પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એવા ગુણોવાળા જ નમસ્કાર કરવાયોગ્ય છે; કેમ કે નમસ્કારની ક્રિયાથી તત્ તુલ્ય થવાને અનુકૂળ બળ સંચય થાય છે અને વિચારક જીવોને તેવી ઉત્તમ ગુણોવાળી અવસ્થા જ આત્માની સુંદર અવસ્થા છે તેવું જણાય છે, તેથી પુનઃ પુનઃ તેમના ગુણોનું સ્મરણ કરીને તેવા ઉત્તમ પુરુષોને નમસ્કાર કરીને બુદ્ધિમાન પુરુષો તેવી ઉત્તમતાને પ્રગટ કરવા માટે સદા ઉદ્યમશીલ થાય છે.
વળી, પ્રસ્તુત સૂત્રના પ્રારંભમાં નમોડસ્તુ શબ્દથી આઘમાં નમસ્કાર કરેલ અને નમો જિણાણ શબ્દથી અંતમાં નમસ્કાર કરેલ છે, તેથી તે નમસ્કાર મધ્યના દરેક પદ સાથે યોજન પામે છે, તેથી બુદ્ધિમાન પુરુષ દરેક પદે આવા ગુણવાળાને હું નમસ્કાર કરું છું એમ પ્રતિસંધાન કરીને તેવા ગુણની પ્રાપ્તિમાં બાધક પોતાના ક્લિષ્ટ કર્મનો નાશ કરે છે, જેથી તે ગુણની પ્રાપ્તિને અનુકૂળ બોધ, સૂક્ષ્મ રૂચિ અને શક્તિ અનુસાર તે ગુણોને સ્પર્શતો જીવનો પરિણામ પ્રગટ થાય છે, જે પ્રકર્ષને પામીને તે ગુણની પ્રાપ્તિમાં જ વિશ્રાંત થશે. સૂત્રઃ
--નમો ના નિયમથાઇi iારૂરૂા. સુવાર્થ:જિન જિતભથવાળા ભગવાનને નમસ્કાર કરું છું. ૩૩