________________
૧૭૨
લલિતવિસ્તરા ભાગ-૨ જ્ઞાનનો વિષયના ગ્રહણનો પરિણામ છે તેને જ અમે પ્રતિબિંબ કહીએ છીએ, પરંતુ વિષય જ્ઞાનમાં સંક્રમણ પામે છે તે રૂ૫ પ્રતિબિંબ અમે સ્વીકારતા નથી અથવા વિષયનો આકાર જ્ઞાનમાં સંક્રમણ પામે છે એ રૂપ પ્રતિબિંબ પણ અમે સ્વીકારતા નથી અને શેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતા છે એ રૂપ પ્રતિબિંબ પણ અમે સ્વીકારતા નથી, પરંતુ જોયનો સ્વભાવ છે કે જ્ઞાનનો વિષય બને અને જ્ઞાનનો સ્વભાવ છે કે શેયને ગ્રહણ કરે, તેથી શેયનો બોધ થાય તેવા પ્રકારનો જ્ઞાનનો પરિણામ એને જ અમે પ્રતિબિંબરૂપે સ્વીકારીએ છીએ તેથી બૌદ્ધ આપેલા દોષોની અમને પ્રાપ્તિ નથી.
આ રીતે કથન કર્યા પછી પ્રસ્તુત પદનું નિગમન કરતાં કહે છે – મુક્ત આત્માના જ્ઞાનના પરિણામને અમે આકાર રૂપે સ્વીકાર્યો, એ રીતે સાકાર કેવલજ્ઞાન છે અને અનાકાર કેવલદર્શન છે એ પણ સિદ્ધ થાય છે અને તેથી ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે, તેવા ભગવાનને નમસ્કાર કરું છું, એ પ્રકારે ક્રિયાનો યોગ છે.
પંજિકામાં બૌદ્ધદર્શનની યુક્તિ આપવા માટે ધર્મ સંગ્રહણીની ગાથા-૬૪૩ આપેલ છે, તેનો અર્થ આ પ્રમાણે છે – શેય પદાર્થનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે એમ જેઓ માને છે તેને બૌદ્ધદર્શનવાદી કહે છે – તદ્ અભિન્ન આકારપણું હોતે છતે શેયની સાથે જ્ઞાનનું અભિન્ન આકારપણું હોતે છતે, બંનેમાંથી એકતમ કેવી રીતે ન થાય ? અર્થાત્ ય અને જ્ઞાન એકનો અભાવ પ્રાપ્ત થાય અથવા જ્ઞાનમાં શેયનો આકાર પ્રાપ્ત થયે છતે તેનો=શેયનો, અનાકાર ભાવ પ્રાપ્ત થાય, આ રીતે વિષયનું અને આકારનું જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતું નથી તેમ બતાવ્યા પછી આદિ શબ્દથી શેનું ગ્રહણ છે? તે બતાવવા ધર્મ સંગ્રહણીના બે શ્લોકો બતાવે છે.
વળી, બૌદ્ધવાદી કહે છે – “શેનું જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતું નથી અને શેયનો આકાર પણ પ્રતિસંક્રમણ પામતો નથી, પરંતુ જોયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતા છે તે પ્રતિબિંબનો આકાર છે તેમ પણ કહી શકાય નહિ” તે સ્થાપન કરવા માટે ધર્મ સંગ્રહણીની ગાથા-૬૪૪-૬૪૭ બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – જે કારણથી તે=જ્ઞાન, શેયના તુલ્ય આકારવાળું છે તેમ અમે કહીએ છીએ, આથી શેયનો આકાર એ પ્રતિબિંબ છે માટે કોઈ દોષ નથી એમ પ્રતિબિંબવાદી કહે છે તેને બૌદ્ધદર્શનવાદી કહે તે અર્થના ગ્રહણનો અભાવ હોતે છતે જ્ઞાનનું અર્થના આકાર સાથે તુલ્યપણું છે તે કેવી રીતે જાણી શકાય ? અર્થાતુ જાણી શકાય નહિ; કેમ કે પ્રથમ ક્ષણમાં અર્થ થાય છે, બીજી ક્ષણમાં જ્ઞાન થાય છે અને જ્ઞાન ક્ષણમાં અર્થ વિદ્યમાન નથી, તેથી જ્ઞાનથી અર્થનું ગ્રહણ થતું નથી, છતાં તે બંને તુલ્ય આકારવાળા છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ.
વળી, પોતાના સમર્થન માટે જ્ઞાનવાદી યુક્તિ આપે છે – તુલ્યત્વ એટલે સામાન્ય છે અને તે સામાન્ય એક છે અને અનેક વ્યક્તિને આશ્રિત છે તેમ કહેવું અત્યંત અસંગત છે; કેમ કે જે એક હોય એ અનેકને આશ્રિત હોય નહિ, પરંતુ દરેક પદાર્થ પોતાના સ્વરૂપમાં જ વિશ્રાંત છે અને એકને અનેક આશ્રિત સ્વીકારો તો તે એક ન કહી શકાય, અનેક જ કહી શકાય, જેમ તૈયાયિકો અનેક ઘટમાં એક ઘટત્વ આશ્રિત છે તેમ કહે છે તે યુક્તિ વિરુદ્ધ છે; કેમ કે દરેક ઘટમાં રહેલું ઘટત્વ પોતાનામાં જ વિશ્રાંત થઈ શકે, પરંતુ અનેક