________________
સભ્રૂણં સવ્વદરિસીણં
૧૭૧
જ્ઞાન અને શેય એકાકાર બની જાય છે એમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો જ્ઞાન થયા પછી બાહ્ય શેયની પ્રાપ્તિ થવી જોઈએ નહિ અને કોઈને ઘટાદિનું જ્ઞાન થાય છે ત્યારે પણ બાહ્ય ઘટાદિ જ્ઞેયની પ્રાપ્તિ થાય છે, તેથી શેય એવો વિષય જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામતો નથી, તેથી જ્ઞાનમાં શેયની પ્રતિબિંબઆકારતા નથી. એમ બૌદ્ધદર્શનવાદી કહે છે.
વળી, વિષય જ્ઞાનમાં પ્રતિસંક્રમણ ન પામતો હોય અને વિષયમાં રહેલો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામે છે તેમ સ્વીકારીએ તો જ્ઞાનમાં શેયના પ્રતિબિંબના આકારની પ્રાપ્તિ થાય, પરંતુ શેયનો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ થતો નથી; કેમ કે શેયનો આકાર જ્ઞાનમાં પ્રતિસંક્રમણ પામે તો તે જ્ઞેય નિરાકાર પ્રાપ્ત થાય અને જ્ઞાન કર્યા પછી શેય નિરાકાર પ્રાપ્ત થતું નથી, માટે શેયનો આકાર પણ જ્ઞાનમાં પ્રતિસંક્રમ પામતો નથી, માટે જ્ઞાનની પ્રતિબિંબ આકારતા સ્વીકારી શકાય નહિ. એમ બૌદ્ધદર્શનવાદી કહે છે.
આ બે વિકલ્પથી જ્ઞાનની પ્રતિબિંબ આકારતા સિદ્ધ નહિ થવાથી કોઈ ત્રીજો વિકલ્પ કરે કે શેયની સાથે જ્ઞાનમાં તુલ્ય આકારતા છે, તેથી શેયનું જ્ઞાનમાં સંક્રમણ પણ થતું નથી અને શેયના આકારનું પણ સંક્રમણ થતું નથી, પરંતુ શેયમાં અને જ્ઞાનમાં તુલ્ય આકારતા છે એ જ જ્ઞાનમાં શેયની પ્રતિબિંબ આકારતા છે, તેનું નિરાકરણ કરતાં બૌદ્ધદર્શનવાદી કહે છે
શેય સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ પ્રાપ્ત છે; કેમ કે શેય અને જ્ઞાન બંને ક્ષણિક પદાર્થ છે અને ક્રમવર્તી થાય છે અર્થાત્ પ્રથમ શેય ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણમાં શેયનું જ્ઞાન થાય છે અને જ્ઞેયની જ્ઞાન ક્ષણમાં શેય વિદ્યમાન નથી, તેથી અવિદ્યમાન એવું જ્ઞેય અને વિદ્યમાન એવું જ્ઞાન છે એ બેમાં ઉભય આશ્રિત એવી તુલ્યતા છે તે કહી શકાય નહિ; કેમ કે તુલ્યતાનો અર્થ જ એ થાય છે કે બેમાં આશ્રિત છે અર્થાત્ જ્ઞેયમાં અને જ્ઞાનમાં આશ્રિત છે અને જ્ઞેય અને જ્ઞાન બંને સાથે વિદ્યમાન હોય તો તેને જોઈને આ બેમાં તુલ્યતા છે તેવો નિર્ણય થાય, વસ્તુતઃ જ્ઞેય પૂર્વમાં હતું ત્યારે જ્ઞાન ન હતું અને જ્યારે જ્ઞાન થયું ત્યારે શેય નથી, તેથી તે બેમાં તુલ્યતા છે તેવો બોધ થઈ શકે નહિ. વળી, તુલ્યતા સ્વીકારવામાં બૌદ્ધવાદી અન્ય દોષ પણ આપે છે
તુલ્ય એટલે સામાન્ય અને સામાન્ય એક છે અને અનેક આશ્રિત છે તે તુલ્યતા કહી શકાય અને તે અયુક્તતર છે; કેમ કે જે એક હોય તે અનેકને આશ્રયીને રહી શકે નહિ અને અનેકને આશ્રયીને રહે તો તે અનેક જ બને, તેથી ઘટાદિ કાર્ય દેખાય છે અર્થાત્ અનેક અવયવોમાં રહેલું એક ઘટાદિ કાર્ય દેખાય છે તેથી અનેક અવયવોને આશ્રિત એક ઘટ હોવાથી તુલ્યતાની સિદ્ધિ છે એમ કોઈ કહે તે મોહનું કથન છે, તેથી કોઈપણ પદાર્થમાં તુલ્યતા સંભવી શકે નહિ, માટે જ્ઞાન અને જ્ઞેયમાં તુલ્યતા છે તેમ કહી શકાય નહિ; કેમ કે જ્ઞાન અને જ્ઞેય પૂર્વ-ઉત્તર ભાવિ છે, માટે પણ તેઓમાં તુલ્યતા છે તેમ કહી શકાય નહિ અને સાથે રહેલી વસ્તુમાં પણ તુલ્યતા છે એ વચન જ સંગત નથી; કેમ કે તુલ્યતા એક હોય તો અનેકને આશ્રયીને રહી શકે નહિ, પરંતુ તુલ્યતાના અનેકત્વની પ્રાપ્તિ થાય, તેથી તુલ્યતાના એકત્વનો વિરોધ છે.
આ રીતે ત્રણ હેતુઓ દ્વારા ક્ષણિકવાદી જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ કરે છે તે પ્રત્યુક્ત છે એમ ગ્રંથકારશ્રી કહે છે, કેમ પ્રત્યુક્ત છે ? તેમાં યુક્તિ આપે છે
-