________________
લલિતવિસ્તરા ભાગ-૨
૧૬૮
સ્થિર સમુદ્ર જેવા છે અને આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્માને શેયનો બોધ થાય છે તે શેયરૂપ વિષયના ગ્રહણના પરિણામ સ્વરૂપ છે, પરંતુ સમુદ્રમાં જેમ તરંગો થાય તેવો જ્ઞેયનો બોધ સિદ્ધના જીવોને નથી, ફક્ત છદ્મસ્થ અવસ્થામાં જીવને જે જ્ઞાન થાય છે તેમાં આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, ઇત્યાદિ બુદ્ધિ થાય છે અને ધનાદિમાં અહંકાર થાય છે, તે તરંગતુલ્ય છે, તેવા તરંગો સિદ્ધના જીવોમાં નથી, માટે શેયનું જ્ઞાન થવા છતાં નિસ્તરંગ મહોદધિ જેવો સિદ્ધનો આત્મા છે તેમ સ્વીકારવામાં વિરોધ નથી.
લલિતવિસ્તરા :
एतेन विषयाकाराप्रतिसंक्रमादिना ज्ञानस्य प्रतिबिम्बाकारताप्रतिक्षेपः प्रत्युक्तः, विषयग्रहणपरिणामस्यैव प्रतिबिम्बत्वेनाभ्युपगमात्, एवं साकारं ज्ञानमनाकारं च दर्शनमित्यपि सिद्धं भवति, ततश्च सर्वज्ञाः सर्वदर्शिनः, तेभ्यो नम इति क्रियायोगः । । ३१ ॥
લલિતવિસ્તરાર્થ :
આનાથી=વિષયગ્રહણ પરિણામનું જ આકારપણું છે એ પૂર્વમાં સ્થાપન કર્યું એનાથી, ક્ષણિક બૌદ્ધવાદીનો મત પ્રત્યુક્ત છે એમ અન્વય છે, ક્ષણિક બૌદ્ધવાદીનો મત બતાવે છે – વિષયનું અપ્રતિસંક્રમણ હોવાથી અને આકારનું અપ્રતિસંક્રમણ આદિ હોવાથી=જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ સ્વીકારો તો વિષયનું પ્રતિસંક્રમણ પ્રાપ્ત થાય અથવા આકારનું પ્રતિસંક્રમણ પ્રાપ્ત થાય જે અસંગત છે તેથી જ્ઞાનમાં વિષયનું અપ્રતિસંક્રમણ અને આકારનું અપ્રતિસંક્રમણ હોવાથી, જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ છે=જ્ઞાન પ્રતિબિંબ આકારરૂપે થતું નથી એમ ક્ષણિવાદી બૌદ્ધ કહે છે તે પૂર્વના કથનથી પ્રત્યુક્ત છે એમ અન્વય છે; કેમ કે વિષયગ્રહણના પરિણામનો જ પ્રતિબિંબપણાથી અભ્યુપગમ છે. (તેથી ક્ષણિકવાદી બૌદ્ધે આપેલા દોષોની પ્રાપ્તિ નથી.) આ રીતે=અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે, સાકાર જ્ઞાન છે, અનાકાર દર્શન છે, એ પણ સિદ્ધ થાય છે, અને તેથી=સિદ્ધના જીવોમાં આવરણના ક્ષયથી જ્ઞાન-દર્શન પ્રગટ થયા છે તેથી, સર્વજ્ઞ સર્વદર્શી છે, તેઓને નમસ્કાર કરું છું, એ પ્રકારની ક્રિયાનો યોગ છે. II૩૧||
પંજિકા ઃ
अथ प्रसङ्गसिद्धिमाह
एतेन = विषयग्रहणपरिणामस्यैवाकारत्वेन, विषयाकाराप्रतिसंक्रमादिना, विषयाकारस्य = ग्राह्यसंनिवेशस्य, अप्रतिसंक्रमः = स्वग्राहिणि ज्ञानेऽप्रतिबिम्बनं, विषयाकाराप्रतिसंक्रमः, विषयाकारप्रतिसंक्रमे हि एकत्वं वा ज्ञानज्ञेययोरेकाकारीभूतत्वात् विषयो वा निराकारः स्यात् तदाकारस्य ज्ञाने प्रतिसंक्रान्तत्वाद्, यदाह धर्म्मसंग्रहणीकारः
‘તમિત્રાારત્તે, વોખ્ખું ઘુત્તમો દ ન મવે ?! नाणे व तदाकारे, तस्साणागारभावोत्ति ।।१।।