________________
સવજૂર્ણ સવદરિસીમાં
૧૬૩ એમ ન કહેવું; કેમ કે ધર્મ-ધર્મના સર્વથા ભેદનો અનભ્યપગમ છે અને તેથી ધર્મ-ધર્મનો કથંચિત્ અભેદ છે તેથી, અત્યંતરીત સમતા નામના ધર્માવાળા જ વિષમતાધર્મ વિશિષ્ટ એવા પદાર્થો જ્ઞાનથી જણાય છે, અને અત્યંતરીત વિષમતાખ્ય ધર્મવાળા જ સમતાધર્મ વિશિષ્ટ પદાર્થો દર્શનથી જણાય છે, એથી દોષ નથી=જ્ઞાનને અને દર્શનને પ્રત્યેકને સર્વાર્થવિષયક સ્વીકારવામાં દોષ નથી.
આ= આગળ કહે છે એ, કહેવાયેલું થાય છે – જીવ સ્વાભાવ્યથી=જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી, સામાન્ય પ્રધાનવાળા અને ગૌણ કરાયેલા વિશેષવાળા અર્થનું ગ્રહણ દર્શન કહેવાય છે અને વિશેષ પ્રધાનવાળા અને ગૌણ કરાયેલા સામાન્યવાળા અર્થનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે, એથી વિસ્તારથી સર્યું. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે અને મુક્ત આત્માઓ નિરાવરણ છે, તેથી તેઓમાં કેવલજ્ઞાન કેવલદર્શન વર્તે છે અને કેવલજ્ઞાનનો અર્થ સંપૂર્ણ શેયનું જ્ઞાન છે તેમ બતાવેલ છે અને કેવલદર્શનનો અર્થ સંપૂર્ણ પદાર્થોનું દર્શન છે તેમ બતાવેલ છે, ત્યાં અન્ય શંકા કરે છે –
જ્ઞાન વિશેષ વિષયવાળું છે અને દર્શન સામાન્ય વિષયવાળું છે, તેથી જ્ઞાન વિશેષ વિષયને જાણે છે, સામાન્ય વિષયને જાણતું નથી અને દર્શન સામાન્ય વિષયને જુએ છે, વિશેષ વિષયને જોતું નથી એવો અર્થ પ્રાપ્ત થાય, તેથી જ્ઞાન સર્વ શેયના વિષયવાળું છે અને દર્શન સર્વ શેયને જોનારું છે તેમ કહી શકાય નહિ, પરંતુ જ્ઞાન-દર્શન ઉભય સર્વ અર્થના વિષયવાળાં છે તેમ માનવું પડે, એથી કેવલજ્ઞાન પણ સર્વ અર્થના વિષયવાળું નથી અને કેવલદર્શન પણ સર્વ અર્થના વિષયવાળું નથી એમ માનવાની આપત્તિ આવે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
સામાન્ય-વિશેષનો ભેદ જ નથી, પરંતુ તે જ પદાર્થો સમપણાથી અને વિષમપણાથી જણાતા સામાન્ય અને વિશેષ શબ્દની વિષયતાને પામે છે, તેથી જગતવર્તી સર્વ પદાર્થો સમરૂપે દર્શનથી દેખાય છે અને તેના તે જ સર્વ પદાર્થો વિષમપણારૂપે જ્ઞાનથી જણાય છે, તેથી જ્ઞાનના વિષયભૂત પણ સર્વ પદાર્થો છે અને તેના તે જ સર્વ પદાર્થો દર્શનના વિષયભૂત પણ છે, તેથી જ્ઞાન પણ સર્વાર્થવિષયવાળું છે અને દર્શન પણ સર્વાર્થવિષયવાળું છે.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીર્ત જગતવર્તી સર્વ પદાર્થો સમપણાથી જણાય ત્યારે દર્શન કહેવાય છે અને તેના તે જ પદાર્થો વિષમપણાથી જણાય છે ત્યારે જ્ઞાન કહેવાય છે એમ કહીને જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું સ્થાપન કર્યું એ રીતે પણ જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ જ જગતવર્તી સર્વ પદાર્થો જણાય છે, પરંતુ જ્ઞાનથી સમતાધર્મ વિશિષ્ટ પણ તે પદાર્થો જણાતા નથી તેમ પ્રાપ્ત થાય અને દર્શનથી જગતવર્તી સર્વ પદાર્થો સમતાધર્મ વિશિષ્ટ જ જણાય છે, તોપણ વિષમતાધર્મ વિશિષ્ટ પણ તે પદાર્થો જણાતા નથી અને જેમ પદાર્થો વસ્તુરૂપે સત્ છે તેમ પદાર્થમાં રહેલા ધર્મો પણ વસ્તુરૂપે સતું છે, તેથી જ્ઞાન-દર્શન પૃથફ