________________
૧૬૨
લલિતવિસ્તરા ભાગ-૨
दर्शनेन च समताधर्मविशिष्टा एव गम्यन्ते, न विषमताधर्मविशिष्टा अपि, ततश्च ज्ञानेन समताख्यधर्माग्रहणाद् दर्शनेन च विषमताख्यधाग्रहणाद्, धर्माणामपि चार्थत्वाद्, अयुक्तमेव तयोः सर्वार्थविषयत्वमिति,' न, धर्मधर्मिणोः सर्वथा भेदानभ्युपगमात्, ततश्चाभ्यन्तरीकृतसमताख्यधर्माण एव विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्ते, तथा, अभ्यन्तरीकृतविषमताख्यधर्माण एव च समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते इत्यतो न दोषः, एतदुक्तं भवति- जीवस्वाभाव्यात् सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते, तथा विशेषप्रधानमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति कृतं विस्तरेण। લલિતવિસ્તરાર્થ :
વળી, અન્ય કહે છે – જ્ઞાનનું વિશેષ વિષયપણું હોવાથી અને દર્શનનું સામાન્ય વિષયપણું હોવાથી તે બેનું જ્ઞાન-દર્શનનું, સર્વાર્થવિષયપણું અયુક્ત છે=જ્ઞાન અને દર્શન પ્રત્યેનું સર્વાર્થવિષયપણું અયુક્ત છે; કેમ કે તદુભયનું જ્ઞાન-દર્શન ઉભયનું, સર્વાર્થવિષયપણું છે. કૃતિ શબ્દ અન્યના કથનની સમાપ્તિ માટે છે.
ઉત્તર આપે છે=અન્યએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અસર્વાર્થ વિષય છે એ પ્રકારનો દોષ આપ્યો તેનું નિરાકરણ કરવા માટે ઉત્તર આપે છે –
સામાન્ય-વિશેષનો ભેદ નથી જ, પરંતુ તે જ પદાર્થો સમ-વિષમપણાથી જણાતા સામાન્યવિશેષ શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે અને તેથી સામાન્ય-વિશેષાત્મક રહેલા પદાર્થો સામાન્ય-વિશેષ શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે તેથી, તેઓ જ જણાય છે, તેઓ જ દેખાય છે, એથી જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે=જોવાનો વિષય પણ સર્વ પદાથો છે અને જ્ઞાનનો વિષય પણ સર્વ પદાર્થો છે, તેથી જ્ઞાનદર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે, રૂતિ શબ્દ ૩થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે.
આથી પૂર્વપક્ષી કહે છે – આ રીતે પણ=પૂર્વમાં જ્ઞાનની અને દર્શનની સર્વાર્થવિષયતા બતાવી એ રીતે પણ, જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ વિષયો જ જણાય છે=વિષમતાધર્મ વિશિષ્ટ સર્વ શેય ધમ જણાય છે, સમતાધર્મ વિશિષ્ટ પણ જણાતા નથી=દરેકમાં જે સમાનતા છે તે રૂપ ધર્મથી વિશિષ્ટ સર્વ પદાર્થો જ્ઞાનથી જણાતા નથી, અને તે પ્રકારે દર્શનથી સમતાધર્મ વિશિષ્ટ જ જણાય છે સમતાધર્મ વિશિષ્ટ સર્વ પદાર્થો જણાય છે, વિષમતાધર્મ વિશિષ્ટ પણ સર્વ પદાર્થો જણાતા નથી અને તેથી જ્ઞાનથી વિષમતાધર્મ વિશિષ્ટ પદાર્થો જણાય છે અને દર્શનથી સમતાધર્મ વિશિષ્ટ પદાર્થો જણાય છે તેથી, જ્ઞાન દ્વારા સમતા નામના ધર્મનું અગ્રહણ હોવાથી, દર્શનથી વિષમતા નામના ધર્મનું અગ્રહણ હોવાથી અને ધર્મોનું પણ અર્થપણું હોવાથી=પદાર્થનું સ્વરૂપપણું હોવાથી, તે બેનું=જ્ઞાન-દર્શન બંનેનું, સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે=જ્ઞાન અને દર્શનનું પૃથફ રૂપે સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે. તિ શબ્દ સાદથી કરેલા પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ માટે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –