________________
૧૫૮
લલિતવિસ્તરા ભાગ-૨ છે=મ અર્થવાળા છે, શિ=જે કારણથી, ગુણવૃત્તિથી વિલક્ષણ કોઈક એકાંતિકી મારી પણ પ્રવૃત્તિ નથી; કેમ કે તે પ્રકારે પ્રતિભાસ છે=ગુણમાં મારી પ્રવૃત્તિ છે તે પ્રકારે પ્રતિભાસ છે, “ત્તિ' વાક્ય પરિસમાપ્તિમાં છે, આથી આ વાક્યથી=મારાથી અન્ય ગુણો છે અને મદ્ અર્થવાળા ગુણો છે એ વાક્યથી, તત્ તત્ સ્વભાવત્વની સિદ્ધિ છે–તે ગુણોના દ્રવ્યસ્વભાવત્વની સિદ્ધિ છે=જીવદ્રવ્યના સ્વભાવત્વની સિદ્ધિ છે. ભાવાર્થ:
ભગવાન સર્વને જાણે છે માટે સર્વજ્ઞ છે અને સર્વને જુએ છે, તેથી સર્વદર્શી છે. કેમ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે તેમાં મુક્તિ આપે છે – સર્વજ્ઞ સર્વદર્શી જીવનો સ્વભાવ છે અને ભગવાને સાધના કરીને તે સ્વભાવને આવરનારાં કર્મોનો નાશ કર્યો છે, એથી નિરાવરણ છે અને નિરાવરણ હોવાને કારણે ભગવાનમાં સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ અભિવ્યક્ત થયો છે, આ પ્રમાણે કહેવાથી સાંખ્ય મતનો નિરાસ થાય છે; કેમ કે સાંખ્યદર્શનકારો બુદ્ધિથી પુરુષને જ્ઞાન થાય છે તેમ માને છે, પરંતુ પુરુષનો જ્ઞાન સ્વભાવ નથી અને મુક્ત આત્માને કર્મની પ્રકૃતિજન્ય બુદ્ધિ નથી, તેથી જ્ઞાન કરવાનું સાધન બુદ્ધિરૂપ અંતઃકરણ નથી, માટે મુક્ત આત્માને જ્ઞાન નથી તેમ કહે છે તેનું નિરાકરણ થાય છે; કેમ કે જ્ઞાન દર્શન એ જીવનો સ્વભાવ છે અને સંસારઅવસ્થામાં તે આવૃત્ત હતો અને મુક્ત આત્માને તે આવરણનો ક્ષય થવાથી પોતાનો જ્ઞાન-દર્શન સ્વભાવ પ્રગટ થયો.
અહીં પ્રશ્ન થાય કે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે તે કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી કહે છે – ભગવાને પોતાના શિષ્યોને દ્રવ્ય પર્યાયો કથંચિત્ ભિન્ન છે અને કથંચિ અભિન્ન છે તેનો બોધ કરાવવા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહેલું છે કે મારાથી અન્ય ગુણો છે, તેથી આત્માથી ગુણ ભિન્ન છે. કેમ પોતાનાથી ગુણો ભિન્ન છે ? તેમાં યુક્તિ આપે છે – ગુણોનું લક્ષણ અને આત્માનું લક્ષણ ભિન્ન છે અર્થાત્ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એ આત્માનું લક્ષણ છે, વળી, દ્રવ્યના આશ્રયવાળા અને ગુણ રહિત ગુણો છે એ પ્રકારે ગુણનું લક્ષણ છે, તેથી લક્ષણના ભેદથી આત્મા અને ગુણોનો ભેદ છે. વળી, પોતાનો આત્મા એક છે અને ગુણો અનેક છે, તેથી આત્માની સંખ્યા અને ગુણની સંખ્યાના ભેદને કારણે આત્માથી ભિન્ન ગુણો છે. બંધ, મોક્ષ આદિની ક્રિયાના ફલવાળો હું છું બંધની ક્રિયા કરીને બંધના ફલવાળો હું છું, મોક્ષની ક્રિયા કરીને મોક્ષના ફલવાળો હું છું અને વિષયના બોધાદિ ફલવાળા ગુણો છે જીવમાં વર્તતો જ્ઞાનગુણ વિષયના બોધના ફલવાળો છે, વળી, જીવનો વીર્ય ગુણ પુદ્ગલો સાથે સંશ્લેષના પરિણામરૂપ ફલવાળો છે, આ રીતે આત્માનું પ્રયોજન=બંધ-મોક્ષ આદિ ક્રિયાના ફલરૂપ પ્રયોજન, ભિન્ન છે અને ગુણોનું પ્રયોજન=વિષયના અવગમાદિ ફલરૂપ પ્રયોજન, ભિન્ન છે, તેથી પ્રયોજનના ભેદથી ગુણો આત્માથી ભિન્ન છે, વળી, અરિહંત, તીર્થકર, પારગત આદિ શબ્દોથી વાચ્ય હું છું=ભગવાન છે, અને આત્માનો ધર્મ, આત્માના પર્યાયો આદિ શબ્દથી વાચ્ય ગુણો છે, તેથી આત્માને કહેનારી સંજ્ઞા જુદી છે અને ગુણોને કહેનારી સંજ્ઞા જુદી છે, તેથી આત્માથી ભિન્ન ગુણો છે.