________________
૧૫૬
લલિતવિક્તા ભાગ-૨ વિભક્તા ઈદકપરિણતિવાળી બુદ્ધિ હોતે છતે આતો આત્માનો, ભોગ કહેવાય છે, જે પ્રમાણે સ્વચ્છ એવા પાણીમાં ચંદ્રના પ્રતિબિંબનો ઉદય થાય છે. આની વ્યાખ્યા - વિભક્તા એવી આ=બુદ્ધિ, આત્માની ઈદકપરિણતિ છે–પ્રતિબિબના ઉદયરૂપ છે, એ પ્રકારે વિગ્રહ છે=સમાસનો વિગ્રહ છે, તે હોતે છતે તે જ ભોગ છે=આત્માનો ભોગ છે=આત્માથી વિભક્ત એવી બુદ્ધિ છે અને તેમાં આત્માનું પ્રતિબિંબ વર્તે છે તેથી આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિવાળી બુદ્ધિ છે, તે જ આત્માનો ભોગ છે, જે પરિણતિ કયાં છે ? એથી કહે છે=આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિ કયાં છે ? એથી કહે છે – અંતઃકરણ સ્વરૂપ બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબરૂપ પરિણતિ છે, આનો=આત્માનો, વિષયગ્રહણરૂપ ભોગ આસુરિ વગેરે વડે કહેવાય છે, કોની જેમ કોની જેમ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે ? એથી કહે છે – જે પ્રમાણે સ્વચ્છ પાણીમાં વાસ્તવિક ચંદ્રના પ્રતિબિંબનો ઉદય વર્તે છે તેની જેમ.
હવે અત્યાર સુધી સાંખ્ય પ્રક્રિયા બતાવી હવે, પ્રકૃત વ્યાખ્યાન કરાય છે – બુદ્ધિઅધ્યવસિત= અનંતરમાં કહેવાયેલી બુદ્ધિથી અવ્યવસિત અર્થાત સ્વીકારાયેલો, શબ્દાદિ વિષયરૂપ અર્થ પુરુષ=આત્મા, જાણે છે; કેમ કે અર્થના જ્ઞાનમાં બુદ્ધિનું અંતરંગ કરણપણું છે. ભાવાર્થ -
સાંખ્યદર્શનવાળા કપિલ મતના અનુયાયી છે, તેઓ આત્માને એકાંત નિત્ય માને છે અને પ્રકૃતિ આત્માથી ભિન્ન છે, તેમાંથી બુદ્ધિ આદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, તેના કારણે સંસારમાં દેખાતી સર્વ વસ્તુની સંગતિ થાય છે અને સંસારમાં જે કંઈ દેખાય છે તે સર્વ પ્રકૃતિનું જ કાર્ય છે, પુરુષ સર્વથા વિકાર વગરનો કૂટસ્થ નિત્ય છે તેમ માને છે અને પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેથી અચેતન એવી પણ બુદ્ધિ ચેતન જેવી જણાય છે, તેથી તેઓ કહે છે કે બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ જાણે છે અને જેઓ સાંખ્યદર્શનની પ્રક્રિયા અનુસાર સાધના કરે છે તેમનો મોક્ષ થાય છે ત્યારે બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું બંધ થાય છે, તેથી પુરુષ કોઈ પ્રકારનું જ્ઞાન કરતો નથી, કેમ કે બુદ્ધિરૂપ અંતઃકરણ દ્વારા જ પુરુષને જ્ઞાન થાય છે અને મુક્ત આત્માને બુદ્ધિરૂપ અંતઃકરણ નથી, તેથી કોઈ બાહ્ય પદાર્થોનું જ્ઞાન પુરુષ કરતો નથી તેથી જેઓ મુક્ત થયા છે તેઓ અસર્વજ્ઞ અને અસર્વદર્શી છે તેમ માને છે. તેઓના મતને નિરાસ કરવા માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છેસૂત્રઃ
સત્રલૂપ સદ્વરિલીui રૂા સૂત્રાર્થ :
સર્વજ્ઞ સર્વદર્શ એવા ભગવાનને નમસ્કાર થાઓ. ll૩૧ લલિતવિસ્તરા - 'सर्वज्ञेभ्यः सर्वदर्शिभ्यः' सर्च जानन्तीति सर्वज्ञाः, सर्वं पश्यन्तीति सर्वदर्शिनः, तत्स्वभावत्वे