________________
૧૫
લલિતવિસ્તરા ભાગ-૨ આ રીતે=બંનેના એકીભાવમાં અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી, અથવા ઉપચયમાં તેના અંતરની પ્રાપ્તિ હોવાથી અન્યનોસામાન્યથી મુક્તાદિતો, અન્યત્ર પુરુષ આકાશાદિમાં=ઈશ્વરરૂપ પુરુષ આકાશાદિમાં, લય નથી જ, આ લયનો નિષેધ મોહવિષના પ્રસારમાં કટકબંધ છે=આ પ્રકારે નિષેધ કરાયે છતે કટકબંધની જેમ મોહવિષે પ્રસાર પામતો નથી, તે કારણથી આ રીતે=ઉક્ત નીતિથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ નીતિથી, નિમિત્તકર્તુત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્વથી મુક્તાદિની સિદ્ધિ છે એમ અવય છે અને નિમિત્તકપણું મુખ્ય કર્તુત્વના અયોગથી ભવ્યજીવોના પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિના આલંબનપણાથી છે અને લયના અયોગરૂપ પરભાવની નિવૃત્તિ છેઃ મહાસ્વરૂપ હોવા છતાં બ્રહ્મા એવા ઈશ્વરના ભાવરૂપ પરભાવથી નિવૃત્તિ છે, તે બંને દ્વારા=નિમિતકતૃત્વ અને પરભાવની નિવૃત્તિ એ બંને દ્વારા, તત્વથી=મુખ્ય વૃત્તિથી, મુક્તાદિની સિદ્ધિ છે=મુક્ત અને મોચકની સિદ્ધિ છે. li૩૦ગા. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે જગત્કર્તામાં મુક્તાત્માનો લય સ્વીકારવામાં આવે તો મુક્તાત્માઓ જગત્કર્તારૂપે થવાથી જગતના જીવોને હીનાદિ કરે તો ઇચ્છા-દ્વેષાદિનો પ્રસંગ છે, તેથી સામાન્ય સંસારી જીવો કરતાં પણ જગત્કર્તાને હીન સ્વીકારવાની આપત્તિ આવે, તેના નિરાકરણ માટે પૂર્વપક્ષી કહે કે જગતનું વૈચિત્ર્ય કર્માદિથી કરાયેલું છે, ઈશ્વર તો નિમિત્ત માત્રથી કર્તા છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઈશ્વરને નિમિત્ત માત્રથી જગતના કર્તા સ્વીકારવામાં આવે તો નિરુપચરિત જગતના કર્તા ઈશ્વર નથી તેમ માનવું પડે; કેમ કે સ્વતંત્ર કર્તા એ કર્તાનું લક્ષણ છે અને તેવું લક્ષણ ઈશ્વરમાં પ્રાપ્ત થાય નહિ; કેમ કે જે જીવોનાં જે જે પ્રકારનાં કર્મો છે તેને પરતંત્ર ઈશ્વર તે તે કાર્ય કરે છે તેમ સિદ્ધ થાય, તેથી ઈશ્વરને સ્વતંત્ર કર્તા સ્વીકારી શકાય નહિ.
વળી, સાધના કરીને મુક્ત થયેલા જીવો ઈશ્વરમાં લય પામે છે એ કથન પણ સંગત નથી; કેમ કે મુક્ત અને પરમપુરુષ એ બેનો લયરૂપ એકીભાવ સ્વીકારી શકાય નહિ. કેમ સ્વીકારી શકાય નહિ ? એથી કહે છે – મુક્ત અથવા પરમપુરુષ એ બેમાંથી એકના અભાવની પ્રાપ્તિ થાય; કેમ કે અન્યતરમાંથી કોઈક ઇતર સ્વરૂપની પરિણતિ લયરૂપ એકીભાવ સ્વીકારી શકાય અને તેમ સ્વીકારવાથી બેમાંથી કોઈક એકનો અભાવ પ્રાપ્ત થાય અને જો બેમાંથી એકનો અભાવ થતો નથી છતાં લય થાય છે તેમ સ્વીકારવામાં આવે તો પરમપુરુષની સત્તામાં મુક્ત આત્માની સત્તાનો પ્રવેશ થાય તો અનુપચય નથી, પરંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ છે તેમ માનવું પડે. જેમ પલ પ્રમાણ ઘી હોય તેમાં અન્ય ઘીનો પલ પ્રવેશ પામે તો ઘીનો ઉપચય જ થાય છે, તે પ્રમાણે પરમપુરુષની સત્તામાં મુક્તની સત્તાનો પ્રવેશ થાય તો ઉપચયની જ પ્રાપ્તિ થાય અને તેમ સ્વીકારીએ તો પરમપુરુષની અથવા મુક્ત આત્માની જે પૂર્વની સત્તા છે તે જ સત્તા લય થયા પછી છે એમ કહેવું અસંગત થાય; કેમ કે પૂર્વની સત્તા સત્તાંતરને પામેલ છે તે જ ઉપચય છે, જેમ પૂર્વના ઘીમાં નવા ઘીને પ્રવેશ કરાવવામાં આવે તો પૂર્વના ઘી કરતાં ઉપચય પામેલા ઘીની સત્તા અન્ય છે તેમ કહેવું પડે, એ