________________
૧પ૧
મુત્તાણં મોયગાણું निषेधे हि कटकबन्ध इव विषं न मोहः प्रसरतीति, तत्-तस्माद्, एवम् उक्तनीत्या, निमित्तकर्तृत्वपरभावनिवृत्तिभ्यां, निमित्तकर्तृत्वं च मुख्यकर्तृत्वायोगेन भव्यानां परिशुद्धप्रणिधानादिप्रवृत्त्यालम्बनतया, परभावनिवृत्तिश्च लयायोगलक्षणा, ताभ्यां तत्त्वतो-मुख्यवृत्त्या, मुक्तादिसिद्धिः=मुक्तमोचकसिद्धिः।।३०।। પંજિકાર્ચ -
અથ નિવૃત્ત નત્ર્યિ ... અમોઘવસદ્ધિઃ | અથથી પૂર્વપક્ષી કહે કે કમદિથી કરાયેલું જગÀચિત્ર છે, વળી, પુરુષ=જગત્કર્તા એવા ઈશ્વર, નિમિત્તમાત્રપણાથી કર્તા છે એ પણ નિરાસ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વળી, નિમિત્તમાત્રકતૃત્વ સ્વીકાર કરાય છd=વળી ઈચ્છાદિ દોષનો પરિહાર કરવાની ઈચ્છાથી નિમિત્ત છતાં આ અર્થાત્ ઈશ્વર કર્તા છે આ પ્રમાણે અંગીકાર કરાયે છતે, તત્વથી=નિરુપચરિતપણાથી પુરુષનું ઈશ્વરનું, અકર્તુત્વ છે, હેતુને કહે છે – સ્વાતંત્ર્યની અસિદ્ધિ હોવાથી સ્વતંત્ર કર્તા એ પ્રમાણે કર્તાના લક્ષણની અનુપપત્તિ હોવાથી ઈશ્વરનું અકર્તુત્વ છે એમ અત્રય છે અને અત્યનો અન્યત્ર લય પણ અનુપપન્ન છે એ પ્રમાણે બતાવતાં કહે છે –
અને બંનેનો=મુક્તકો અને પરમપુરુષતો, લયરૂપ એકીભાવ નથી, કયા કારણથી નથી ? એથી કહે છે – અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી મુક્ત અથવા પરમપુરુષ અન્યતરના અભાવનો પ્રસંગ હોવાથી અર્થાત્ અસત્વની પ્રાપ્તિ હોવાથી, અન્યતરની ઈતર સ્વરૂપવાળી પરિણતિ થયે છતે તેમાં લીનત્વની ઉપપત્તિ હોવાથી બંનેનો એકીભાવરૂપ લય નથી એમ અવય છે, આનો અસ્વીકાર કરાવે છd=બંનેનો એકીભાવ થતો નથી એનો અસ્વીકાર કરાય છતે, દૂષણાંતરને કહે છે –
સત્તાનો–પરમપુરુષરૂપ સત્તાવો, સત્તાંતરના પ્રવેશમાં અનુપચય નથી=મુક્તલક્ષણ સત્તાંતરના પ્રવેશમાં અનુપચય નથી, પરંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ છે, જેમ વૃતાદિ પલતો પલાંતર પ્રવેશમાં વૃદ્ધિરૂપ ઉપચય છે, જો આ પ્રમાણે છે=સત્તાના સત્તાંતર પ્રવેશમાં ઉપચય છે એ પ્રમાણે છે, તેનાથી શું?= તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે – અને સત્તાના ઉપચયમાં પુરુષની અથવા મુક્તની પૂર્વની તે જ સત્તા જ, તે છે=વર્તમાનની સત્તા છે, એ અયુક્ત છે-અસંગત છે, કયા કારણથી પૂર્વની સત્તા જ તે છે એ અયુક્ત છે? એથી કહે છે – જે કારણથી તદંતર=ને સત્તાની અપેક્ષાએ પૃથક સત્તાંતર પામેલ તે ઉપચય છે, ક્વચિત્રકોઈક પ્રતમાં માસઃ એ પ્રકારનો પાઠ છે=આપને બદલે માત્ર એ પ્રકારનો પાઠ છે ત્યાં=પ્રત્યંતરના પાઠમાં તન્તાં એ પ્રમાણે યોજન કરવું=લલિતવિસ્તરામાં તન્તાંની સાથે માત્ર યોજન કરવું, તેથી એ પ્રાપ્ત થાય કે તદંતર પામેલ તે ઉપચય છે. એ પ્રકારની નીતિ છે=આ વ્યાયમુદ્રા છે=સત્તામાં સત્તાંતર મળે તો પૂર્વની સત્તા જ સતા છે એમ કહેવું અયુક્ત છે એ વ્યાયમુદ્રા છે.
હવે પ્રકૃતસિદ્ધિને કહે છે=ઈશ્વર અને મુક્ત બંનેના એકીભાવરૂપ લય સંગત નથી એમ કહેવાથી જે પ્રકૃતની સિદ્ધિ છે તેને કહે છે –