________________
૧૪૯
મુત્તાણ મોયગાણ હંમેશ માટે પ્રાપ્ત થાય છે, આ પ્રકારનો મુક્ત શબ્દનો અર્થ છે. વળી, જગત્કર્તામાં લીન મુક્તવાદી માને છે તેમ મુક્તને સ્વીકારીએ તો મુક્ત થયેલા જીવોમાં નિષ્ક્રિતાર્થપણાની પ્રાપ્તિ થાય નહિ.
કેમ જગત્કર્તામાં મુક્ત આત્માઓ લય પામે છે તેમ સ્વીકારવાથી નિષ્ઠિતઅર્થપણું પ્રાપ્ત થાય નહિ? તેથી કહે છે –
મુક્તાત્માઓ સાધનાથી જગત્કર્તામાં લય પામે તો તેઓ જગત્કર્તા સ્વરૂપ બને, તેથી તેઓને જગતનાં કૃત્યો કરવાની પ્રવૃત્તિ સદા પ્રાપ્ત થાય, તેથી કૃતકૃત્યત્વનો અયોગ થાય; કેમ કે તેઓને જગતના નિર્માણનું કૃત્ય સદા કર્તવ્યરૂપે રહે છે, તેથી સર્વ કૃત્યો કરી લીધાં છે, કોઈ કૃત્ય કરવાનું બાકી નથી તેમ કહી શકાય નહિ, આ રીતે મુક્ત જીવોને કૃતકૃત્યત્વ નથી તેમ બતાવ્યા પછી જગત્કર્તામાં મુક્ત જીવોનો લય સ્વીકારવાથી અન્ય દોષ પ્રાપ્ત થાય છે તે બતાવે છે –
જગત્કર્તા કેટલાક સંસારી જીવોને હીન કરે છે, કેટલાકને મધ્યમ કરે છે અને કેટલાકને ઉત્કૃષ્ટ કરે છે, તેથી જગત્કર્તાને જીવોને હીનાદિ કરવાની છે તે પ્રકારની ઇચ્છા થાય છે, માટે કેટલાક જીવો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી તેઓને હીન કરે છે, કેટલાકને શ્રેષ્ઠ કરે છે તેઓ પ્રત્યે પક્ષપાત થાય છે તેમ માનવું પડે; કેમ કે તે પ્રકારના પક્ષપાત વગર તે તે પ્રકારની ઇચ્છા અને જીવોને હીનાદિ કરવાની છે તે પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે નહિ.
અને આ રીતે મુક્ત થયેલા જીવોનો જગત્કર્તામાં લય સ્વીકારીને તેઓ જગતના હીનાદિ ભાવોનું સર્જન કરે છે તેમ સ્વીકારવામાં આવે તો મુક્ત જીવો સામાન્ય સંસારી જીવો કરતાં પણ અત્યંત જઘન્ય છે તેમ માનવું પડે; કેમ કે સંસારી જીવોમાં જગતના કર્તા જેવી શક્તિ નહિ હોવાથી તેઓને પોતાની શક્તિ અનુસાર પરિમિત ઇચ્છાદિ દોષો થાય છે, તેથી સંસારી જીવો પોતાના પરિમિત ઇચ્છાદિ દોષોને કારણે તુચ્છ પ્રકૃતિવાળા છે તેના કરતાં પણ મહાશક્તિવાળા એવા જગત્કર્તા પોતાની અતિશય શક્તિને કારણે સંસારી જીવોને અનેક પ્રકારની વિડંબના કરે છે, માટે અતિ જઘન્ય છે તેમ માનવું પડે, તેથી જગત્કર્તામાં મુક્ત આત્માઓ લય પામે છે તેમ સ્વીકારવું ઉચિત નથી, પરંતુ સાધના દ્વારા કર્મના ઉપદ્રવોથી મુક્ત થયેલા છે અને યોગ્ય જીવોને મુકાવનારા છે તેમ જ માનવું ઉચિત છે. લલિતવિસ્તરા -
निमित्तकर्तृत्वाभ्युपगमे तु तत्त्वतोऽकर्तृत्वं स्वातन्त्र्यासिद्धेः, न च द्वयोरेकीभावः, अन्यतराभावप्रसङ्गात्, न सत्तायाः सत्तान्तरप्रवेशेऽनुपचयः, उपचये च 'सैव सा' इत्ययुक्तं, तदन्तरमापत्रः स इति नीतिः, नैवमन्यस्य अन्यत्र लय इति मोहविषप्रसरकटकबन्धः। तदेवं निमित्तकर्तृत्वपरभावनिवृत्तिभ्यां तत्त्वतो मुक्तादिसिद्धिः॥३०॥ લલિતવિસ્તરાર્થ:વળી, નિમિતકતૃત્વ સ્વીકાર કરાયે છતે=જગતના વૈચિત્ર્યમાં જગતના જીવોનાં કમોં જ કર્તા