________________
વિયટછઉમાણે
૧૧૭ અને કર્મબંધની યોગ્યતા કષાયની અને યોગની પ્રવૃત્તિરૂપ છે, આથી જ ભગવાન તીર્થનો નાશ જોઈને પોતાના તીર્થના રાગને કારણે જન્મ લેવાની પ્રવૃત્તિ કરે છે, તેથી ગોશાલકના મતાનુસાર ભગવાન રાગી છે અને જન્મ લેવાને અનુકૂળ યોગની પ્રવૃત્તિવાળા છે, તેના નિરાકરણ માટે કહે છે –
ભગવાન વ્યાવૃત્ત છદ્મવાળા છે અને વ્યાવૃત્ત છઘની વ્યુત્પત્તિ એ છે કે ઘાતિકર્મ છદ્મ કહેવાય છે અને જ્ઞાનાવરણીય કર્મના બંધની યોગ્યતારૂપ ભવનો અધિકાર છે, જે છદ્મનું કારણ હોવાથી છદ્મ કહેવાય છે. અને ભગવાન કર્મબંધની યોગ્યતારૂપ કષાયની અને યોગની પ્રવૃત્તિ સ્વરૂપ ભવના અધિકારવાળા નથી, તેથી તીર્થના નાશને જોઈને તીર્થના રક્ષણ માટે જન્મ લેતા નથી. આ જ કથનને અન્ય દર્શનના વચનથી પુષ્ટ કરે છે – ભગવાનને ભવના અધિકારનો અભાવ હોવાને કારણે તીર્થના રક્ષણ માટે જન્મ લેનારૂપ કર્મયોગનો અભાવ જ છે, આથી અન્ય દર્શનવાળા કહે છે – અસહજ અવિદ્યા છેઃકર્મકૃત બુદ્ધિનો વિપર્યાસ જીવનો સ્વભાવ નથી, પરંતુ જીવની સાથે અસહભાવી છે અને ભગવાને આત્માના અસહજ સ્વભાવનો નાશ કર્યો છે, તેથી કર્મબંધની યોગ્યતા નાશ પામેલ છે, તેથી તેમને કર્મકૃત બુદ્ધિનો વિપર્યાસ નથી.
તેથી એ ફલિત થાય કે જો ભગવાન તીર્થના નાશ માટે જન્મ લેતા હોય તો ભગવાનમાં કર્મકૃત બુદ્ધિનો વિપર્યાય છે તેમ માનવું પડે, પરંતુ ભગવાન તો વ્યાવૃત્ત થયેલા છબસ્થ ભાવવાળા છે, તેથી ઘાતકર્મો નથી અને ઘાતકર્મના કારણભૂત કર્મબંધની યોગ્યતા સ્વરૂપ બુદ્ધિનો વિપર્યાસ પણ નથી, તેથી તીર્થના રક્ષણના આશયથી ફરી જન્મ લેતા નથી તે બતાવવા માટે ભગવાન વ્યાવૃત્ત છદ્મવાળા છે એમ પ્રસ્તુત સૂત્રમાં કહેલ છે. લલિતવિસ્તરાઃ
नाक्षीणे संसारेऽपवर्गः क्षीणे च जन्मपरिग्रह इत्यसत्, हेत्वभावेन सदा तदापत्तेः, न तीर्थनिकारो हेतुः, अविद्याऽभावेन तत्संभवाभावात्, तद्भावे च छद्मस्थास्ते, कुतस्तेषां केवलमपवर्गो वेति भावनीयमेतत्, न चान्यथा भव्योच्छेदेन संसारशून्यतेत्यसदालम्बनं ग्राह्यम्, आनन्त्येन भव्योच्छेदासिद्धेः, अनन्तानन्तकस्यानुच्छेदरूपत्वाद् अन्यथा सकलमुक्तिभावेनेष्टसंसारिवदुपचरितसंसारभाजः सर्वसंसारिण इति बलादापद्यते, अनिष्टं चैतिदति व्यावृत्तच्छद्मान इति।।२६।। લલિતવિસ્તરાર્થ :
સંસાર અક્ષીણ હોતે છતે અપવર્ગ નથી અને ક્ષીણ થયે છત=સંસાર ક્ષીણ થયે છતે, જન્મ પરિગ્રહ એ અસત્ છેeતીર્થનો નાશ થતો જોઈને ભગવાન જન્મ લે છે એ અસત્ છે; કેમ કે હેતુનો અભાવ હોવાથી–ફરી જન્મ લેવાના હેતુનો અભાવ હોવાથી, સદા તેની આપત્તિ છે=જન્મનો હેતુ ન હોય છતાં જો ભગવાન ફરી જન્મ લેતા હોય તો સદા જન્મ લેવાની આપત્તિ આવે, તીર્થનો વિનાશ હેતુ નથી=જન્મ લેવાનો હેતુ નથી; કેમ કે અવિધાનો અભાવ હોવાથી-કર્મકૃત