________________
૧૩૮
લલિતવિસ્તરા ભાગ-૨
પણ, અબુદ્ધાદિ જ ઇચ્છાય છે; કેમ કે અપ્રત્યક્ષ અમારી બુદ્ધિ છે અને પ્રત્યક્ષ અર્થ છે, એ પ્રકારનું વચન છે, એના વ્યવચ્છેદ માટે=મીમાંસકમતના વ્યવચ્છેદ માટે, કહે છે
=
ભાવાર્થ:
સ્યાદ્વાદી જ્ઞાનને સ્વ-પર પ્રકાશક માને છે, તેથી જ્ઞાન જ્ઞેય વસ્તુનું પ્રકાશન કરે છે, માટે જ્ઞાન પરપ્રકાશક છે અને જ્ઞાન કરનાર પુરુષને જ્ઞાન સ્વસંવેદિત થાય છે, માટે સ્વપ્રકાશક છે તેમ કહે છે, પરંતુ એકાંતવાદીઓમાંથી કેટલાક જ્ઞાનને સ્વસંવેદિત માને છે અને કેટલાક પરસંવેદિત માને છે, તેમાંથી જ્ઞાનને સ્વસંવેદિત માનનારા બૌદ્ધદર્શનવાદીઓ છે અને જ્ઞાનને ૫૨સંવેદિત માનનારો મીમાંસકોનો કોઈક ભેદ છે, તે મીમાંસકો કહે છે કે બોધ કરનારની પોતાની બુદ્ધિ અપ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ અર્થ છે, તેમાં યુક્તિ આપે છે કે ઇન્દ્રિયોથી દેખાતા ઘટ-પટાદિ અર્થો પ્રત્યક્ષ છે અને તેનું પ્રત્યક્ષ થયા પછી તે ઘટ જ્ઞાત થવાને કારણે પોતાને ઘટનું જ્ઞાન થયું છે તેમ અનુમાન કરાય છે; કેમ કે ઘટનું જ્ઞાન થયું ન હોય તો ઘટ જ્ઞાત બને નહિ અને દેખાતો ઘટ મારાથી જ્ઞાત છે, માટે મને ઘટનું જ્ઞાન થયું છે તેમ ઉત્તરમાં અનુમાન થાય છે, માટે જ્ઞાન પરોક્ષ છે તેમ કહીને ભગવાન પણ બોધવાળા નથી, પરંતુ અબોધવાળા છે તેમ કહે છે, તેનું નિરાકરણ ક૨વા માટે પ્રસ્તુત સૂત્રમાં કહે છે -
સૂત્રઃ
બુદ્ધાળું-વોદયાળ ।।૨૬।।
સૂત્રાર્થ
:
બોધ પામેલા બોધ પમાડનારા ભગવાનને નમસ્કાર થાઓ. [૨૯]
લલિતવિસ્તરા :
'बुद्धेभ्यः बोधकेभ्यः' । अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवाजीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, स्वसंविदितेन ज्ञानेन, अन्यथा बोधायोगात् ।
લલિતવિસ્તરાર્થ :
બોધ પામેલા બોધ કરાવનારા ભગવાન છે, અજ્ઞાનનિદ્રાથી સૂતેલા જગતમાં=સંસારી જીવો પદાર્થને વાસ્તવિક જોવામાં અજ્ઞાનવાળા છે તે રૂપ નિદ્રાથી જગત સૂતેલું છે તે જગતમાં, અપરોપદેશથી=બીજાના ઉપદેશ વગર, જીવાજીવાદિરૂપ તત્ત્વના સ્વસંવેદિત જ્ઞાનથી બોઘવાળા ભગવાન છે, તેથી બુદ્ધ છે; કેમ કે અન્યથા=સ્વસંવેદિત જ્ઞાન ન હોય તો, બોધનો અયોગ છે. પંજિકા ઃ
'अन्यथा बोधे 'त्यादि, अन्यथा - अस्वसंविदितत्वे बुद्धेः, बोधायोगात् = जीवादितत्त्वस्य संवेदनायोगात् ।