________________
૧૩૬
લલિતવિસ્તરા ભાગ-૨
આને જ=ઋતુના સાંનિધ્યમાં તેના કાર્યરૂપ ચૂતાદિતી અંકુરાદિ અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થા ફરી થવી જોઈએ એને જ, વ્યતિરેકથી કહે છે – અન્યથા તેના સંવિધાનમાં પણ=ઋતુના સંવિધાનમાં પણ, અભવન હોતે છતે ચૂતાદિની અંકુર અવસ્થાનું અને પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાનું અભવન હોતે છતે, તેના અહેતુકત્વની ઉપપત્તિ હોવાથી=અતીત ઋતુ લક્ષણ અહેતુ છે જેવો તે તેવી છે અર્થાત્ ઋતુહેતુક અંકુરો નથી અને ઋતુહેતુક બાલ-કુમારાદિ ભાવ નથી તે રૂપ અહેતુકવવાળા છે તેનો ભાવ તત્વ અર્થાત્ અહેતુકત્વ તેની ઉપપતિ હોવાથી ઋતુહેતુક અંકુરાદિ કે ઋતુહેતુક બાલ-કુમારાદિ ભાવો છે તેમ કહી શકાય નહિ એમ અવાય છે. આ જ કથનને સ્પષ્ટ કરે છે – તહેતુક આ=ઋતુહેતુક અંકુરાદિ અવસ્થા કે ઋતુહેતુક બાલ-કુમારાદિ અવસ્થા, પ્રાપ્ત થતી નથી. એ પ્રકારનો ભાવ છે. ૨૮ ભાવાર્થ
પૂર્વમાં યુક્તિથી કહ્યું કે મરેલો જીવ તે ભાવથી ફરી થતો નથી અને જો મરેલો જીવ ફરી તે જ ભાવથી થતો હોય તો મરણના અમરણનો વિરોધ થાય, એ કથન દ્વારા ઋતુ આવર્તનું દૃષ્ટાંત નિરાકરણ કરાયું અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે જેમ છયે ઋતુઓ ફરી ફરી આવર્તન પામે છે, તેમ સંસારી જીવો ચાર ગતિમાં ફરી ફરી આવર્તન પામે છે અને ભવથી મુક્ત થાય છે તે પણ ફરી ભવમાં આવર્તન પામે છે; કેમ કે કાળ જ જગતના સર્વ પદાર્થોનું સતત આવર્તન કરે છે, માટે ઋતુનું દૃષ્ટાંત લઈને પૂર્વપક્ષી ભગવાનને અતીર્થાધિરૂપે સ્વીકારે છે, તેનું નિરાકરણ થાય છે, કેમ કે યુક્તિની અસંગતિ છે અને તે યુક્તિની અસંગતિ જ બતાવે છે –
જો તે રીતે ઋતુ ફરી થતી હોય તો તે ઋતુના હેતુથી થનારી ચૂતાદિની અંકુર અવસ્થાની અને પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાની પ્રાપ્તિ થવાથી પરિણામાંતરનો અભાવ પ્રાપ્ત થાય અર્થાત્ ચૂતાદિની અંકુર અવસ્થાથી ઉત્તર-ઉત્તરની અવસ્થા થાય નહિ, પરંતુ ફરી ફરી અંકુર અવસ્થા પ્રાપ્ત થાય અને પુરુષની બાલ-કુમારાદિ જે અવસ્થા હોય તે જ ફરી પ્રાપ્ત થાય, પરંતુ ઉત્તર-ઉત્તરની અવસ્થા પ્રાપ્ત થાય નહિ; કેમ કે પૂર્વની ઋતુનું જ કાર્ય ચૂતની અંકુર અવસ્થા હતું અને ફરી તે ઋતુ આવે તો ફરી તે ચૂતનું કાર્ય અંકુર જ પ્રાપ્ત થાય અને પૂર્વની ઋતુનું જ કાર્ય પુરુષની બાલ અવસ્થા હતું, ફરી તેની તે ઋતુ આવે તો તે પુરુષ બાલ અવસ્થાને પ્રાપ્ત કરે, તેથી આંબાનું વૃક્ષ ક્રમસર વિકાસ પામે છે અને પુરુષ ક્રમસર મોટો થાય છે તે સંગત થાય નહિ અને તેની સંગતિ માટે પરિણામાંતર સ્વીકારવામાં આવે અંકુરાદિમાં ક્રમસર પરિણામાંતર થાય છે અને પુરુષ પણ ક્રમસર ઉત્તર-ઉત્તરની અવસ્થાને પામે છે તેમ સ્વીકારવામાં આવે, તો ઋતુની ફરી આવૃત્તિ થાય છે તેમ સ્વીકારવું અયુક્ત છે; કેમ કે પૂર્વની ઋતુ ચૂતની અંકુર અવસ્થાનું કારણ હતું અને પુરુષની બાલ અવસ્થાનું કારણ હતું, હવે તે ઋતુ તે અવસ્થાને ફરી ઉત્પન્ન કરતી નથી, તેથી ઋતુ આવર્તન પામે છે તેમ કહી શકાય નહિ, પરંતુ તત્સદશ અન્ય ઋતુ આવે છે તેમ જ માનવું પડે અને એવું ન માનવામાં આવે તો ઋતુ ચૂતાદિની અંકુર અવસ્થાનું કારણ છે તેમ માની શકાય નહિ, તેથી અંકુર અવસ્થા અને બાલ અવસ્થા ઋતુહેતુક છે તેને ઋતુ-અહેતુકત્વના સ્વીકારની આપત્તિ આવે, માટે ઋતુ પરાવર્તન