________________
બુદ્ધાણં બોહયાણં
પંજિકાર્ય :
૧૩૯
'अन्यथा
• સંવેદ્દનાયોશાત્ ।। અન્યથા ઘોષેત્પાદ્દિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – અન્યથા=બુદ્ધિનું અસંવેદિતપણું હોતે છતે, બોધનો અયોગ હોવાથી=જીવાદિ તત્ત્વના સંવેદનનો અયોગ હોવાથી ભગવાન બોધવાળા થાય નહિ એમ અન્વય છે.
ભાવાર્થ:
ભગવાન બોધવાળા છે તેમ કહેવાથી મીમાંસક મતનું નિરાકરણ થાય છે. કેમ ભગવાન બોધવાળા છે તે બતાવતાં કહે છે જગતના જીવો અજ્ઞાનનિદ્રાથી ઊંઘે છે, તેથી બોધવાળા નથી તેવા જગતમાં ભગવાન ચરમભવમાં જન્મે છે ત્યારે કોઈના ઉપદેશ વગર સ્વસંવેદિત જ્ઞાનથી જીવાદિ સાત તત્ત્વોનો યથાર્થ બોધ કરે છે; કેમ કે જેમ સંસારી જીવોને ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થનો બોધ સ્વસંવેદનથી થાય છે તેમ ભગવાન નિર્મળ મતિવાળા હોવાથી મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત જીવાજીવાદિ સાત તત્ત્વોનું જે પ્રકારનું સ્વરૂપ છે તે સ્વરૂપે જ સ્વસંવેદનથી યથાર્થ બોધ થાય છે, તેથી ભગવાન બુદ્ધ છે.
-
અહીં પ્રશ્ન થાય કે બુદ્ધિ સ્વસંવેદિત નથી, પરંતુ અનુમાનથી બુદ્ધિના સંવેદનનો નિર્ણય થાય છે, તેથી ભગવાનને જે બોધ છે તે સ્વસંવેદિત છે એમ કેમ કહી શકાય ? તેમ મીમાંસક કહે, એના નિરાકરણ માટે કહે છે.
--
બુદ્ધિનું અસંવેદિતપણું સ્વીકારવામાં આવે તો જીવાદિ તત્ત્વોનું ભગવાનને જે સંવેદન થાય છે તેનો અયોગ પ્રાપ્ત થાય અને જો ભગવાનને જીવાદિ તત્ત્વોનું યથાર્થ સંવેદન ન હોય તો સંસારના ઉચ્છેદ માટે યત્ન કરી શકે નહિ, માટે બુદ્ધિને સ્વસંવેદિત માનવી જોઈએ; કેમ કે ભગવાનને જીવાદિ તત્ત્વોનું સ્વસંવેદન હોવાથી જ પરના ઉપદેશ વગર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરી શક્યા.
લલિતવિસ્તરા ઃ
नास्वसंविदिताया बुद्धेरवगमे कश्चिदुपायः, अनुमानादिबुद्धेरविषयत्वात्, न ज्ञानव्यक्तिर्विषयः, तदा तदसत्त्वात्; न तत्सामान्यं तदात्मकत्वात्, न च व्यक्त्यग्रहे तद्ग्रह इत्यपि चिन्त्यम् ।
લલિતવિસ્તરાર્થ :
અસ્વસંવિદિત એવી બુદ્ધિના અવગમમાં=નિર્ણયમાં, કોઈ ઉપાય નથી; કેમ કે અનુમાન આદિ બુદ્ધિનું અવિષયપણું છે, જ્ઞાનવ્યક્તિ વિષય નથી=વસ્તુનું પ્રત્યક્ષ થયા પછી જે અનુમાન કરાય છે તે અનુમાનનો વિષય પૂર્વની જ્ઞાનવ્યક્તિ નથી; કેમ કે ત્યારે=અનુમાન આદિ કાળમાં, તેનું અસત્ત્વ છે, તેનો સામાન્ય વિષય નથી=અનુમાનનો પૂર્વનું જ્ઞાન સામાન્ય વિષય નથી; કેમ કે તદાત્મકપણું છે=પૂર્વના જ્ઞાનવ્યકત્યાત્મક જ સામાન્ય છે, અને વ્યક્તિના અગ્રહમાં=પૂર્વના જ્ઞાનરૂપ વ્યક્તિના અગ્રહમાં, તેનો ગ્રહ નથી તે જ્ઞાનમાં વર્તતા સામાન્યનો ગ્રહ નથી, એ પણ ચિંત્ય છે=પરિભાવન કરવા જેવું છે.