________________
૧૪૪
લલિતવિક્તા ભાગ-૨ લિંગ નથી તે બતાવતા કહે છે – જે કારણથી પ્રત્યક્ષજ્ઞાનથી પરિચ્છેદ્ય એવો અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે, તેનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો બાહ્ય અર્થ જ છે, તે જ અર્થ-પ્રત્યક્ષતા છે.
તેથી એ ફલિત થયું કે બોધ કરનારને પ્રત્યક્ષ એવું જ્ઞાન થયું છે, તેનું કર્મ પ્રત્યક્ષજ્ઞાનના વિષયભૂત ઘટ છે, તેથી ઘટ પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો અર્થ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી=પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલ ઘટરૂપ અર્થથી અન્ય કોઈ વસ્તુ અર્થપ્રત્યક્ષતા નથી અને તે અર્થપ્રત્યક્ષતાને મીમાંસક બુદ્ધિગ્રાહક અનુમાનના લિંગરૂપે સ્વીકારે છે, પરંતુ તે લિંગ થઈ શકે નહિ. કેમ લિંગ થઈ શકે નહિ તે સ્પષ્ટ કરે છે – મીમાંસક મતાનુસાર અર્થની આ વિશિષ્ટ અવસ્થા છે અર્થાતુ ઘટ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થવાથી પ્રત્યક્ષજ્ઞાનની વિષયતાથી વિશિષ્ટ એવો આ ઘટ છે તેમ પ્રાપ્ત થાય અને ઘટની તે વિશિષ્ટ અવસ્થામાં રહેલ પ્રત્યક્ષજ્ઞાનરૂપ જે વિશેષણ તેની પ્રતીતિ ન થતી હોય તો ઘટરૂપ અર્થની આ વિશિષ્ટ અવસ્થા પ્રતીત થઈ શકે નહિ. જેમ પ્રદીપાદિથી ઘટાદિ પ્રકાશિત થતા હોય ત્યારે પ્રદીપાદિનો પ્રકાશ અપ્રતીત હોય તો તેનાથી ઘટાદિની પ્રતીતિ થઈ શકે નહિ, તેમ પ્રત્યક્ષજ્ઞાન જ અપ્રતીત હોય તો પ્રત્યક્ષજ્ઞાનથી વિશિષ્ટ અર્થ પ્રતીત થાય છે તેમ કહી શકાય નહિ, માટે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે તેમ સ્વીકારવું હોય તો અર્થનું પ્રત્યક્ષજ્ઞાન પોતે સ્વસંવિદિત જ છે તેમ સ્વીકારવું જોઈએ. જેમ અંધકારમાં રહેલા ઘટને પ્રદીપનો પ્રકાશ પ્રકાશિત કરતો હોય તો પ્રદીપનો પ્રકાશ પણ પ્રતીત થાય છે એમ સ્વીકારવું પડે, તેમ પ્રદીપના સ્થાનીય પ્રત્યક્ષજ્ઞાન છે તેનાથી પ્રકાશિત ઘટાદિ અર્થ હોય તો ઘટ પ્રત્યક્ષ છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો જેમ ઘટ પ્રત્યક્ષ છે તેમ ઘટને પ્રત્યક્ષ કરનાર એવું જ્ઞાન પણ સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે તેમ સ્વીકારવું જોઈએ. આ પ્રકારે યુક્તિ અનુસાર મીમાંસકે પરિભાવન કરવું જોઈએ અને ભગવાન સ્વસંવિદિત શાનથી બોધવાના છે તેમ સ્વીકારવું જોઈએ. લલિતવિક્તા :
एवं चेन्द्रियवदज्ञातस्वरूपैवेयं स्वकार्यकारिणीत्यप्ययुक्तमेव, तत्कार्यप्रत्यक्षत्वेन वैधात्, अतोऽर्थप्रत्यक्षताऽर्थपरिच्छेद एवेति नीत्या बुद्धादिसिद्धिः।।२९।। લલિતવિસ્તરાર્થ:
અને આ રીતે પૂર્વમાં કહ્યું એ પ્રકારે અનુમાન આદિની વિષયતા ઘટતી નથી એ રીતે, ઈન્દ્રિયની જેમ અજ્ઞાતસ્વરૂપવાળી જ આ=પ્રત્યક્ષબુદ્ધિ, સ્વકાર્ય કરનારી છે–પરિચ્છેધ વિષયનો બોધ કરાવનારી છે, એ પણ અયુક્ત જ છે; કેમ કે તેના કાર્યના પ્રત્યક્ષત્વની સાથે=ઈજિયના જ્ઞાનરૂપ કાર્યના પ્રત્યક્ષત્વની સાથે, વૈધર્મ છે, આથી અર્થપ્રત્યક્ષતા અર્થપરિચ્છેદ જ છે, એ નીતિથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ યુક્તિથી, બુદ્ધ આદિની સિદ્ધિ છે=બુદ્ધની અને બોધકની સિદ્ધિ છે. III