________________
૧૩૪
લલિતવિસ્તા ભાગ-૨
મરણ પામી અને ફરી તે અતીત મનુષ્યભવને પામ્યો એમ કહેવાથી મરણ અને અમરણનો આત્યંતિક વિરોધ પ્રાપ્ત થાય અર્થાત્ તે મનુષ્યભવરૂપે મર્યો અને પૂર્વનો મનુષ્યભવ ફરી પ્રાપ્ત થયો, માટે મર્યો નથી તેમ વિરોધ પ્રાપ્ત થાય, માટે જે કોઈ મરે છે તે ફરી પૂર્વની અવસ્થા પામે છે તેમ કહી શકાય નહિ, તેમ ભગવાનને પૂર્વમાં જે ભવનો અધિકાર હતો તે ફરી પરાવર્તન થાય છે તેમ કહી શકાય નહિ અને તત્સદશ અન્ય ભવ ભગવાનને પ્રાપ્ત થતો નથી; કેમ કે ભગવાને અન્ય ભવની પ્રાપ્તિનાં કારણોનો ક્ષય કર્યો છે, માટે ભગવાન તીર્ણ છે. લલિતવિસ્તરા :
एतेन ऋत्त्वावर्त्तनिदर्शनं प्रत्युक्तं, न्यायानुपपत्तेः, तदावृत्तौ तदवस्थाभावेन परिणामान्तरायोगात्, अन्यथा तस्यावृत्तिरित्ययुक्तं, तस्य तदवस्थानिबन्धनत्वात्, अन्यथा तदहेतुकत्वोपपत्तेः, एवं न मुक्तः पुनर्भवे भवति मुक्तत्वविरोधात्, सर्वथा भवाधिकारनिवृत्तिरेव मुक्तिरिति, तद्भावेन भावतस्तीर्णादिસિદ્ધિા૨૮ાા લલિતવિસ્તરાર્થ:
આના દ્વારા=મરેલાનો પૂર્વના અમૃતભાવ સાથે વિરોધ છે એના દ્વારા, ઋતુના આવર્તનું દષ્ટાંત કાલને જ કારણ સ્વીકારનારા સ્વમતને સ્થાપન કરવા માટે ઋતુના આવર્તનું દષ્ટાંત આપે છે તે દષ્ટાંત, પ્રયુક્ત છે; કેમ કે ન્યાયની અનુપપત્તિ છે. તે ન્યાયની અનુપપત્તિ સ્પષ્ટ કરે છે –
તેની આવૃત્તિમાં પૂર્વના ભાવની આવૃત્તિમાં, તદવસ્થાભાવથી પરિણામાંતરનો અયોગ છે, અન્યથા=પરિણામાંતર હોતે છતે, તેની આવૃત્તિ=ઋતુની આવૃત્તિ, એ અયુક્ત છે; કેમ કે તેનું= ઋતુનું, તરવસ્થા નિબંધનપણું છે, અન્યથા તદ્ અહેતુકત્વની ઉપપત્તિ છે, એ રીતે==ઋતુના આવર્તનું દષ્ટાંત અનુચિત છે એ રીતે, મુક્ત થયેલો જીવ ફરી ભવમાં થતો નથી; કેમ કે મુક્તત્વનો વિરોધ છે. કેમ મુક્તત્વનો વિરોધ છે? તેથી કહે છે –
સર્વથા ભવ અધિકારની નિવૃત્તિ જ મુક્તિ છે એથી તદ્ ભાવને કારણે=સર્વથા ભવ અધિકારની નિવૃત્તિના ભાવને કારણે, ભાવથી તીર્ણાદિની સિદ્ધિ છે=ભગવાનમાં ભાવથી તીર્ણત્વ અને તારકત્વની સિદ્ધિ છે. ll૨૮ll
પંજિકા :
एतेन=मृतस्यामृतभावप्रतिषेधेन, ऋत्वावर्तनिदर्शनं 'ऋतुर्व्यतीतः परिवर्त्तते पुनः' इति दृष्टान्तः, प्रत्युक्तं= निराकृतं; कुत इत्याह- न्यायानुपपत्तेः, तामेव दर्शयति- तदावृत्तौ-तस्य-ऋतोर्वसन्तादेः, आवृत्तौ-पुनर्भवने,