________________
૧૩૩
તિસાણં તારયાણ
ભગવાનને સંસારના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું, સંસારથી પર અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો સ્પષ્ટ બોધ થયો અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર અપ્રમાદભાવથી કરાયેલો યત્ન છે તેવું જ્ઞાન થયું અને તેનું જ્ઞાન થવાથી સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિ માટે મારે જિનવચનાનુસાર અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ, તેવી ઉત્કટ રુચિરૂપ સમ્યગ્દર્શન થયું અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલી પોતાની શક્તિના પ્રકર્ષથી જિનવચનને સેવીને વિતરાગતુલ્ય થવા માટેના અંતરંગ અને બહિરંગ ઉચિત યત્નરૂપ ચારિત્રનું સેવન કર્યું, તે રૂ૫ રત્નત્રયી સ્વરૂપ નાવથી ભગવાન ભવસમુદ્રને તર્યા, તેથી તીર્ણ છે અને તર્યા પછી યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને તારનારા છે, તેવા ભગવાનને પ્રસ્તુત સૂત્રથી નમસ્કાર કરાય છે.
વળી, આવર્તકાલ કારણવાદી મતનો નિરાસ કરતાં કહે છે – તીર્ણ એવા ભગવાનને જીવિતના આવર્તની જેમ ફરી ભવનો આવર્ત નથી અર્થાત્ જેમ સંસારી જીવોને નર-નારકાદિ ભવોમાં તે તે નરનારકાદિ પર્યાયથી જીવિત છે, તે ફરી તેવું જ આયુષ્ય બાંધે છે ત્યારે તેનું જીવિત આવર્ત પામે છે, તેમ ભગવાન સંસારસમુદ્રથી કરીને મોક્ષમાં ગયા પછી ફરી ભવના આવર્તન પામતા નથી; કેમ કે ફરી ભવમાં આવવાના કારણનો અભાવ છે. કેમ ફરી ભવમાં આવવાના કારણનો અભાવ છે ? તે બતાવતાં કહે છે – સંસારી જીવોને આયુષ્કાતર કારણ વિદ્યમાન હોય છે, તેથી વર્તમાનના ભવના ક્ષય પછી આયુષ્કાંતરને અનુરૂપ ભવને પ્રાપ્ત કરે છે, પરંતુ તીર્ણ એવા ભગવાનને ક્ષીણ એવા ભવના અધિકારથી અન્ય ભવનો અધિકાર નથી, તેથી ભગવાન ફરી ભવમાં આવતા નથી અથવા ભગવાનનો સંસાર ક્ષય થાય છે ત્યારે ભગવાનને આયુષ્પાંતર નથી, તેથી નવા ભવમાં જન્મતા નથી, પરંતુ મુક્ત થાય છે, મુક્ત થયા પછી ભગવાનને અન્ય ભવનો અધિકાર પણ વિદ્યમાન નથી, તેથી જેમ અન્ય ભવનું આયુષ્ય ન હતું, તેથી મુક્ત થયા તેમ ભવનો અધિકાર ક્ષીણ થયો હોવાથી અન્ય ભવનો અધિકાર વિદ્યમાન નથી, તેથી ફરી સંસારમાં જન્મવારૂપે આવર્ત પામતા નથી, આ કથનને જ સ્પષ્ટ કરવા માટે કહે છે –
જો સંસારસાગરથી તર્યા પછી ભગવાનને અન્ય આયુષ્ય વિદ્યમાન હોય તો મુક્તિની સિદ્ધિ થઈ શકે નહિ, જેમ અત્યંત મરણ ત્યારે જ સિદ્ધ થાય કે સર્વ પ્રકારે જીવિતનો ક્ષય થાય, તેમ મુક્તિની સિદ્ધિ ત્યારે જ થઈ શકે કે આયુષ્પાંતર ન હોય અને ભવનો અધિકારાંતર પણ ન હોય, આ કથનને જ દૃઢ કરવા વ્યતિરેકથી કહે છે –
અત્યંત મરણની કે મુક્તિની સિદ્ધિ થયે છતે આયુષ્કાંતરથી સાધ્ય એવા ભવની પરિણતિનો અભાવ છે અને ભવાધિકારાંતરથી સાધ્ય એવા ભવની પરિણતિનો અભાવ છે; કેમ કે હેતુનો અભાવ છે=આયુષ્પાંતર કે ભવાધિકારતરરૂપ હેતુનો અભાવ છે, આ જ કથનને સદશ દષ્ટાંતથી ભાવન કરે છે –
કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે પૂર્વમાં જે મનુષ્યભવરૂપે વિદ્યમાન હતો તે રૂપે ફરી ક્યારેય થતો નથી, પરંતુ તત્સદશ આયુષ્ય બાંધ્યું હોય તો તત્સદશ અન્ય મનુષ્યભવરૂપે થાય છે, પરંતુ પૂર્વના મનુષ્યભવરૂપે પરિવર્તન પામતો નથી; કેમ કે ફરી પૂર્વના મનુષ્યભવરૂપે થાય છે તેમ સ્વીકારીએ તો પૂર્વમાં મનુષ્યભવમાં