________________
વિયછઉમાણે.
૧૧૯ ભગવાન જન્મ લે છે, એ અસત્ છે. કેમ એ કથન અસત્ છે ? એમાં યુક્તિ આપે છે –
જન્મના ગ્રહણમાં હેતુનો અભાવ હોવાથી જો ભગવાન ફરી જન્મ ગ્રહણ કરતા હોય તો સદા જન્મની આપત્તિ આવે; કેમ કે હેતુથી ક્યારેક વસ્તુની ઉત્પત્તિ હોય છે, જેનો કોઈ હેતુ નથી, તેની સદા પ્રાપ્તિ થાય છે અને ભગવાનને જન્મના હેતુભૂત કર્મબંધની યોગ્યતા ન હોય, છતાં જો જન્મ ગ્રહણ કરતા હોય તો સદા જન્મ ગ્રહણની આપત્તિ આવે, ક્યારેક ગ્રહણ કરે છે એમ કહી શકાય નહિ, જેમ આત્માનો કોઈ હેતુ નથી, તેથી આત્માની સદા પ્રાપ્તિ છે, તેમ જન્મનો હેતુ એવું કર્મ ન હોય છતાં નાશ પામતા તીર્થના રક્ષણ માટે ભગવાન જન્મ ગ્રહણ કરે છે એમ સ્વીકારીએ તો સદા જન્મની પ્રાપ્તિ થાય.
અહીં પૂર્વપક્ષી કહે કે તીર્થનો નાશ જન્મનો હેતુ છે, તેથી ભગવાન સદા જન્મ ગ્રહણ કરતા નથી, પરંતુ જ્યારે તીર્થના નાશરૂપ હેતુની પ્રાપ્તિ થાય ત્યારે જન્મ ગ્રહણ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
તીર્થનો નાશ જન્મ પ્રત્યે હેતુ નથી; કેમ કે ભગવાનને પોતાના તીર્થ પ્રત્યે રાગરૂપ અવિદ્યાનો અભાવ હોવાથી તેના રક્ષણ માટે જન્મ ગ્રહણના સંભવનો અભાવ છે; કેમ કે જેઓમાં રાગરૂપ અવિદ્યા હોય તેઓ જ પોતાના રાગના વિષયભૂત વસ્તુનો નાશ જોઈને પોતાનાથી તેનું રક્ષણ થશે તેમ જણાય તો રક્ષણ કરવા યત્ન કરે, પરંતુ ભગવાન તો વીતરાગ છે, તેથી તીર્થનો નાશ જોઈને તેના રક્ષણ માટે અહીં આવે એવો સંભવ નથી, અને જો તીર્થના રક્ષણ માટે ભગવાન આવે છે તેમ સ્વીકારવામાં આવે તો તેઓ છદ્મસ્થ છે તેમ માનવું પડે. જો ભગવાન છમસ્થ હોય તો જ્ઞાનાવરણીય કર્મના અભાવજન્ય કેવલજ્ઞાન ભગવાનને ક્યાંથી હોય ? અથવા સંસારના નાશરૂપ અપવર્ગ ક્યાંથી હોય? અર્થાતુ જો ભગવાન છદ્મસ્થ હોય તો ભગવાનમાં કેવલજ્ઞાન અને અપવર્ગ સંભવે નહિ, એ ભાવન કરવું જોઈએ.
અહીં કોઈક વિચારકને પ્રશ્ન થાય કે જેઓનો સંસાર ક્ષય પામે છે તેઓ ફરી જન્મ લેતા નથી, તેમ માનવામાં આવે તો ભવ્યનો ઉચ્છેદ પ્રાપ્ત થાય અને સંસાર સર્વ ભવ્યજીવોથી રહિત પ્રાપ્ત થાય, તેથી સંસારમાં કોઈ જીવ નથી તેમ શૂન્યતાની આપત્તિ આવે, માટે મોક્ષમાં ગયેલા જીવો પણ અવધિ પૂરી થાય છે ત્યારે ફરી સંસારમાં જન્મ લે છે એમ માનવું જોઈએ. જેમ દેવલોકમાં ગયેલા જીવો ત્યાંના આયુષ્યની અવધિ પૂરી થાય છે ત્યારે અન્ય ભવામાં આવે છે, તેમ મોક્ષમાં ગયેલા જીવો પણ ફરી સંસારમાં આવે છે તેમ માનવું જોઈએ અને તેમ ન માનવામાં આવે તો સર્વ ભવ્યોના ઉચ્છેદની પ્રાપ્તિ થાય, માટે જેમ ભવ્યજીવો મોક્ષમાં ગયા પછી આવે છે તેમ તીર્થના રક્ષણ માટે ભગવાન પણ ફરી જન્મ લે છે તેમ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ભવ્યજીવો અનંત છે, તેથી સર્વ ભવ્યોના ઉચ્છેદની સિદ્ધિ થઈ શકે તેમ નથી, માટે જેઓનો સંસાર ક્ષય પામ્યો છે તેઓ ફરી જન્મ ગ્રહણ કરતા નથી તેમજ સ્વીકારવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે ભવ્યો અનંતા છે, તોપણ અનંતકાળમાં ક્રમસર મોક્ષમાં જતા હોય અને ફરી સંસારમાં આવતા ન હોય તો ઘણા દીર્ઘકાળવાળા અનંતકાળથી સર્વ ભવ્યોના ઉચ્છેદની આપત્તિ આવે, માટે મોક્ષમાં ગયેલા પણ ફરી જન્મ લે છે તેમ સ્વીકારવું જોઈએ, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –