________________
લલિતવિસ્તરા ભાગ-૨
અનુભવ, પુરુષમાત્ર નિમિત્ત નથી, પુરુષમાત્ર=તેના અનુભવવાળો પુરુષ જ સ્વવ્યતિરિક્ત સૂર્યનાં કિરણો આદિ કારણ નિરપેક્ષ, હેતુ છે જેને તે તેવો છે=પુરુષમાત્ર નિમિત્તવાળો છે અને મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળો નથી એમ અન્વય છે, કયા કારણથી ?=મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળો કયા કારણથી નથી ? એથી કહે છે – સર્વત્ર=સર્વ ક્ષેત્રોમાં, અથવા સર્વ જોનારામાં સદા=સર્વ કાલ, અભાવની અનુપપત્તિ હોવાથી=અનુપરમની પ્રાપ્તિ હોવાથી, પુરુષમાત્ર નિમિત્તવાળો મૃગતૃષ્ણિકાદિનો અનુભવ નથી એમ અન્વય છે.
૧૨૮
પ્રસ્તુત યોજનને કહે છે=ભૃગતૃષ્ણિકાના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે મૃગતૃષ્ણિકા પુરુષમાત્ર નિમિત્ત નથી, પરંતુ અન્ય નિમિત્તક છે, એને પ્રસ્તુત એવા રાગાદિમાં યોજનને કહે છે આ રીતે= મૃગતૃષ્ણિકાદિના અનુભવની જેમ, ચિતિમાત્ર નિબંધન=ચૈતન્યમાત્ર કારણવાળા, રાગાદિ નથી જ, પરંતુ ચૈતન્યથી વ્યતિરિક્ત પૌદ્ગલિક કર્મરૂપ સહકારીના નિમિત્તવાળા રાગાદિ છે એ પ્રમાણે ભાવન કરવું જોઈએ=પૂર્વની જેમ અર્થાત્ પૂર્વમાં જેમ પુરુષમાત્ર નિમિત્ત મૃગતૃષ્ણિકાદિ નથી તેનું ભાવન કર્યું એની જેમ આની અર્થાત્ ચિતિમાત્ર નિબંધનવાળા રાગાદિ નથી એની, ભાવના કરવી જોઈએ. ।।૨૭।।
-
ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે રાગાદિ ભ્રાંતિમાત્ર છે એ પ્રકારની માધ્યમિકોની કલ્પના અસંગત છે; કેમ કે ભ્રાંતિ પણ નિમિત્ત વગર થઈ શકે નહિ, ત્યાં માધ્યમિકો કહે કે ભ્રાંતિનું નિમિત્ત અસત્ જ છે, તેથી નિમિત્ત વગર ભ્રાંતિ થાય છે, તેથી સંસારી જીવોમાં રાગાદિ દેખાય છે, વસ્તુતઃ નિરાકાર સ્વચ્છ સંવેદન સિવાય અન્ય કોઈ વસ્તુ નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે
જો ભ્રાંતિનું નિમિત્તે અસદ્ જ હોય તો સદા ભ્રાંતિ થવાનો પ્રસંગ આવે, જેમ આત્માનું કોઈ નિમિત્ત નથી, તેથી આત્મા સદા છે અથવા સદા ભ્રાંતિના અસત્ત્વનો પ્રસંગ આવે, જેમ શશશૃંગનું કોઈ નિમિત્ત નથી, તેમ ભ્રાંતિનું પણ કોઈ નિમિત્ત ન હોય તો ભ્રાંતિના સદા અસત્ત્વનો પ્રસંગ આવે અને માધ્યમિકો ‘સંસા૨અવસ્થામાં ભ્રાંતિને કારણે રાગાદિ દેખાય છે અને મુક્ત અવસ્થામાં ભ્રાંતિનું નિવર્તન થવાથી તે રાગાદિનો અભાવ પ્રતીત થાય છે' તેમ સ્વીકારે છે, તેથી ભ્રાંતિનું કોઈ નિમિત્ત ન હોય તો ભ્રાંતિનું સદા સત્ત્વ છે કે સદા અસત્ત્વ છે તેમ જ માનવું પડે. માધ્યમિકો કહે છે તે રીતે ચૈતન્યમાત્રને કારણે જ ભ્રાંતિ થાય છે તેમ સ્વીકારીએ તો ભ્રાંતિનો ઉ૫૨મ ક્યારેય પ્રાપ્ત ન થાય, તેથી સંસારના અનુચ્છેદની આપત્તિ આવે. વસ્તુતઃ માધ્યમિકો માને છે કે અસત્ એવી અવિદ્યાને કારણે સંસારી જીવોને ભ્રાંતિમાત્રરૂપ જ રાગાદિ ભાવો અનુભવાય છે અને જ્યારે તે ભ્રાંતિમાત્ર દૂર થાય છે ત્યારે સ્વચ્છ ચિતિમાત્રનું સંવેદન થાય છે તે જ મોક્ષ છે તેની સંગતિ થઈ શકે નહિ; કેમ કે ચૈતન્યમાત્રથી જ ભ્રાંતિ થતી હોય તો મુક્ત આત્માઓમાં પણ ચૈતન્ય વિદ્યમાન છે, તેથી તેઓના ચૈતન્યથી પણ તેઓને ભ્રાંતિમાત્ર થવી જોઈએ તેથી મુક્ત આત્માઓને પણ ભ્રાંતિથી રાગાદિનો અનુભવ થવો જોઈએ, તેથી કોઈ જીવના સંસારનો ઉચ્છેદ ક્યારેય પ્રાપ્ત થાય નહિ. આ રીતે માધ્યમિકોને દોષ આપ્યા પછી ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર થાય છે તેમ