________________
૧૩૦
લલિતવિસ્તરા ભાગ-૨ અવતરણિકા -
एते चावर्तकालकारणवादिभिरनन्तशिष्यैर्भावतोऽतीर्णादय एवेष्यन्ते, 'काल एव कृत्स्नं जगदावर्त्तयती तिवचनात्, एतन्निरासायाह - અવતરણિયાર્થ:
અને આવર્તકાલ કારણવાદિ અનંતશિષ્યો વડે આ=ભગવાન, ભાવથી અતીર્ણાદિ જ ઈચ્છાય છે; કેમ કે કાળ જ સંપૂર્ણ જગતને પરાવર્તન કરે છે, એ પ્રકારનું વચન છે, એના નિરાસ માટે કહે છે – પંજિકા -
'एते चावतकालकारणवादिभिरिति, आवर्तस्य-नरनारकादिपर्यायपरिवर्तरूपस्य, काल एव, कारणंનિમિત્તતિ, (વાલિમ-)વાવપૂર્વક પંજિકાર્ચ -
“તે રાવર્નશાનારા ... વાહૂઃ | ત્તે ચાવવાનરખવારિમિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નર-નારકાદિ પર્યાયતા પરિવર્તનરૂપ આવર્તનું કાલ જ કારણ છે=નિમિત્ત છે, એ પ્રકારના વાદીઓ વડે=વાચાળો વડે, ભગવાન અતીણદિ ઇચ્છાયા છે એમ અવય છે. ભાવાર્થ :
સ્યાદ્વાદીઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, તેથી કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણોને ઉચિત સ્થાને યોજન કરીને કાર્યમાત્ર પ્રત્યે તે તે કારણો કઈ રીતે વ્યાપારવાળાં છે તેનો યથાર્થ બોધ કરાવે છે, છતાં કેટલાક એકાંત દર્શનવાદીઓ તે કારણોમાંથી કોઈક એક કારણને ગ્રહણ કરીને પોતાનો મત પ્રવર્તાવે છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે કાલ જ કારણ છે તેમ માનનારા અનંત શિષ્યો આવર્તકાલકારણવાદી છે=નર-નારકાદિ પર્યાયના પરિવર્તનરૂપ જે જીવના આવર્તો થાય છે, તેનું કાલ જ નિમિત્ત કારણ છે તેમ માને છે. તેથી તેઓ કહે છે કે ભગવાન સ્વપરાક્રમ કરીને સંસારથી તરેલા નથી, પરંતુ ભગવાનના કાલના પરિપાકને કારણે જ ભગવાન સંસારથી તરેલા છે. તેથી ભાવથી અતીર્ણાદિ જ છે; કેમ કે કાલ જ સંપૂર્ણ જગતને તે તે ભાવરૂપે આવર્તન કરે છે, તેથી જે જીવન જે આવર્તનનો કાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તે નર-નારકાદિ પર્યાયને પ્રાપ્ત કરે છે અને જ્યારે મુક્ત પર્યાયને પ્રાપ્ત કરવાનો કાળ પાકે ત્યારે તે જીવ મુક્ત થાય છે, અને ફરી નટ નાટકાદિ આ વર્તનો કાળ આવશે ત્યારે તેઓ સંસારમાં આવશે માટે ભગવાન સ્વયં તરેલા છે અને બીજાને તારે છે તેમ કહી શકાય નહિ, પરંતુ કાળના આવર્તથી જ ભગવાન મુક્ત અવસ્થાને પામ્યા છે, અને કાળના આવર્તથી જ ફરી સંસારઅવસ્થાને પામશે. તે પ્રકારના આવર્તકાલકારણવાદી મતના નિરાસ માટે કહે છે –