________________
જિરાસં જાવયાણ
૧૯ સ્વીકારીને પણ દોષ આપતાં કહે છે – ચૈિતન્યમાત્રથી જ ભ્રાંતિમાત્ર સ્વીકાર કરાય છતે પણ ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં અનુભવની બાધા છે; કેમ કે જેમ શશશૃંગ છે તેમ કોઈકને ભ્રમ થાય છતાં ક્યારેય શશશૃંગ સ્વસંવેદનથી દેખાતું નથી, તેમ ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર થાય છે તેમ સ્વીકારીને રાગાદિનો જે અનુભવ થાય છે તે ભ્રાંત છે તેમ કહેવામાં આવે તો સંસારી જીવોને સ્વસંવેદનથી રાગાદિનો અનુભવ થાય છે તે થવો જોઈએ નહિ, જેમ કોઈકને ભ્રાંતિથી શશશૃંગ છે તેમ અનુભવ થાય, તોપણ પ્રત્યક્ષથી કોઈને શશશૃંગનો અનુભવ થતો નથી, તેમ સંસારી જીવોને પ્રત્યક્ષથી રાગાદિનો અનુભવ થાય છે તે સંગત થાય નહિ, માટે ચૈતન્યમાત્રથી ભ્રાંતિ સ્વીકારવામાં આવે તોપણ સંસારી જીવોને સ્વસંવેદનથી રાગાદિનો અનુભવ છે તે બાધ પામે છે, માટે ભ્રાંતિને કરનાર કોઈક નિમિત્ત કારણ છે જેના કારણે સંસારી જીવોને રાગાદિ થાય છે તેમ સ્વીકારી શકાય.
વળી, ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર સ્વીકારીને રાગાદિનો અનુભવ સંગત નથી તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –
મૃગતૃષ્ણિકા આદિમાં પણ જ્ઞાનરૂપે અનુભવ અસદ્ નથી જ, પરંતુ જલરૂપે અસત્ છે, જેમ અત્યંત દૂર સૂર્યનાં કિરણો રેતી ઉપર પડતાં જોઈને કોઈને ભ્રમ થાય કે ત્યાં પાણી છે, તે વખતે તે પુરુષને જ્ઞાનરૂપે જલની પ્રતીતિ વિદ્યમાન જ છે, ફક્ત ત્યાં જાય ત્યારે તે જ્ઞાનના વિષયભૂત જલની તેને અપ્રાપ્તિ થાય છે, પરંતુ પોતાને દૂરવર્તી પાણીનું જ્ઞાન થયું તે વસ્તુ તો તેને અનુભવસિદ્ધ છે, એ વસ્તુ સર્વ જનને પ્રતીત છે અર્થાત્ વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ બધાને પ્રતીત છે અને આ મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્ત નથી, પરંતુ પુરુષથી વ્યતિરિક્ત સૂર્યનાં કિરણાદિ કારણોથી થનારો છે. જો મૃગતૃષ્ણિકાદિનો અનુભવ પુરુષમાત્ર નિમિત્ત હોય તો સર્વ ક્ષેત્રમાં અને સર્વ દ્રષ્ટાઓને સદા તેના અભાવની અપ્રાપ્તિ થાય; કેમ કે પાણી નહિ હોવા છતાં પાણીનો ભ્રમ પુરુષમાત્ર નિમિત્ત થતો હોય તો વર્તમાનમાં જોનારા બધા દ્રષ્ટાને પાણીનો ભ્રમ થવો જોઈએ, પરંતુ સૂર્યનાં કિરણો આદિના નિમિત્તથી જ પુરુષને મૃગતૃષ્ણિકાનો ભ્રમ થાય છે, એ રીતે=જે રીતે પુરુષમાત્ર નિબંધન મૃગતૃષ્ણિકા નથી એ રીતે, ચૈતન્યમાત્ર નિબંધન રાગાદિ નથી, પરંતુ જેમ મૃગતૃષ્ણિકા પુરુષથી વ્યતિરિક્ત સૂર્યનાં કિરણાદિ નિમિત્ત છે તેમ ચૈતન્યથી વ્યતિરિક્ત પૌદ્ગલિક કર્મના સહકાર નિમિત્ત રાગાદિ છે એ પ્રકારે ભાવન કરવું જોઈએ.
તેથી એ ફલિત થાય કે સંસારી જીવોનાં કર્મોના નિમિત્તે અને ચૈતન્યના નિમિત્તે આત્મામાં વાસ્તવિક રાગાદિ ભાવો થાય છે તેમ ભગવાનના આત્મામાં પણ સંસારઅવસ્થામાં રાગાદિ ભાવો વિદ્યમાન હતા અને તે કર્મજન્ય રાગાદિ ભાવોથી પોતાનો આત્મા નવાં નવાં કર્મ બાંધીને ચાર ગતિઓની વિડંબનાને પામે છે તેવો માર્ગાનુસારી બોધ ભગવાનના આત્માને થયો, તે ભગવાનમાં વર્તતી તથાભવ્યત્યાદિ સામગ્રીથી થયો અને તેના કારણે સંસારના ઉચ્છેદના કારણભૂત ચારિત્રનો પરિણામ થયો, તેથી ભગવાનના આત્માએ મહા પરાક્રમ કરીને રાગાદિ અંતરંગ શત્રુઓને જીત્યા, તેથી ભગવાનમાં તાત્ત્વિક જિનાદિની સિદ્ધિ છે અર્થાત્ સ્વયં રાગાદિને જીત્યા અને યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને રાગાદિ જિતાવ્યા, તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રથી જિણાણે જાવયાણ દ્વારા ભગવાનની સ્તુતિ કરાઈ છે. ll૨ણા