________________
૧૨૦
લલિતવિસ્તરા ભાગ-૨ ભવ્યોની સંખ્યા અનંત અનંત છે, જેનો ઉચ્છેદ થઈ શકે તેમ નથી, તેથી અનંતકાળથી ભવ્યજીવો સતત મોક્ષમાં જાય છે અને ફરી સંસારમાં આવતા નથી, તોપણ ભવ્યની સંખ્યાનો ક્યારેય ઉચ્છેદ થવાનો નથી. આ કથનને જ પુષ્ટ કરવા યુક્તિ બતાવે છે –
અન્યથા–એવું ન માનવામાં આવે અને કહેવામાં આવે કે ગમે એટલી મોટી સંખ્યામાં ભવ્યજીવો હોય તોપણ તેટલા દીર્ધકાળવાળા અનંતકાળથી બધા ભવ્યોના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે ભવ્યજીવો પણ મોક્ષમાં ગયા પછી કાલાવધિ પ્રાપ્ત થાય ત્યારે ફરી જન્મ ગ્રહણ કરે છે, તો જ દષ્ટ સંસારની વ્યવસ્થા સંગત થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે, તેમ સ્વીકારીએ તો બધા ભવ્યજીવોને મુક્તિની પ્રાપ્તિ થવાથી તે ભવ્યજીવો ફરી સંસારમાં ભવ ગ્રહણ કરે છે તો સર્વ સંસારીઓ ઉપચરિત સંસારવાળા પ્રાપ્ત થાય, જેમ ઇષ્ટ સંસારી ઉપચરિત સંસારવાળા પ્રાપ્ત થયેલ છે અર્થાતુ ગોશાલક આદિ કહે છે કે પોતે મોક્ષમાં ગયેલ છે, પરંતુ તીર્થનો નાશ થતો જોઈને તેના રક્ષણ માટે મેં જન્મ લીધો છે, તેમ સર્વ ભવ્યજીવો મોક્ષમાં જાય ત્યારપછી તેઓ ઇષ્ટ એવા સંસારી ગોશાલકની જેમ પોતાની ઇચ્છાથી ફરી જન્મ લેનારા છે, પરંતુ કર્મને પરતંત્ર જન્મનારા નથી, તેમ બળાત્કારે સ્વીકારવું પડે; કેમ કે ભવ્યજીવોનો ઉચ્છેદ ન થાય, માટે મોક્ષમાં ગયેલા જીવો ભવનો ક્ષય કર્યા પછી પણ ગોશાલક આદિની જેમ કોઈક પ્રયોજનથી જન્મ ગ્રહણ કરે છે તેમ માનવાનો પ્રસંગ આવે અને એ અનિષ્ટ છે અર્થાત્ જેઓના ભવનો નાશ થઈ ચૂક્યો છે, છતાં કોઈક હેતુથી તેઓ જન્મ ગ્રહણ કરે છે તેમ સર્વ જીવોને આશ્રયીને સ્વીકારી શકાય નહીં; કેમ કે સ્વ અનુભવ વિરોધ છે. એથી ભગવાન વ્યાવૃત્ત છબવાળા છે, માટે ફરી જન્મ લેતા નથી એમ જ સ્વીકારવું જોઈએ. ll૨ાા લલિતવિસ્તરા :___ एवमप्रतिहतवरज्ञानदर्शनधरत्वेन व्यावृत्तच्छद्यतया चैतद्रूपत्वात् स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पदिति।७। संपत्। લલિતવિસ્તરાર્થ -
આ રીતે=પ્રસ્તુત સંપદામાં વર્ણન કર્યું એ રીતે, અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરપણાને કારણે અને વ્યાવૃતળાપણાને કારણે ‘આ’ રૂપપણું હોવાથી=ભગવાનનું પ્રતિકતવરજ્ઞાન-દર્શનધર અને વ્યાવૃતછમ એ રૂપપણું હોવાથી, સ્તોતવ્યસંપદાની જ સકારણ એવી સ્વરૂપસંપદા છે=ભગવાનનું અપ્રતિકતવરજ્ઞાન-દર્શનધરપણું અને વ્યાવૃત્તછમ્રપણું એ ઘાતકર્મના નાશરૂપ કારણથી થયેલું હોવાથી સકારણ એવી સ્વરૂપસંપદા છે. સંપદા-છો. ભાવાર્થ -
પ્રસ્તુત સંપદામાં ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધર કેમ છે અને વ્યાવૃત્ત છદ્મવાળા ભગવાનને કેમ સ્વીકાર્યા ? તે યુક્તિથી સ્થાપન કર્યું, તેથી ભગવાન ઘાતિકર્મના ક્ષયથી તેવા સ્વરૂપવાળા થયા છે, માટે ભગવાનની જેમ સ્તોતવ્યસંપદા સ્તુતિપાત્ર છે, તેથી તે સંપદાને કારણે જ ભગવાન સ્તુતિ કરવા યોગ્ય બને