________________
અપ્પડિહયવરનાણદંસણધરાણ
* ૧૦૭ જણાતા નથી, જેમ સંસારવર્તી જીવો ઘટને જુએ છે ત્યારે પ્રથમ અસ્તિત્વરૂપે સામાન્યથી જુએ છે, ત્યારપછી તે અસ્તિત્વ સાથે અભિન્ન એવા વિશેષરૂપ ઘટને જુએ છે, આથી જ ટોક્તિ એ પ્રકારનો બોધ થાય છે, એથી અસ્તિત્વથી અભિન્ન સર્વ વિશેષો છે અને સામાન્યરૂપ અસ્તિનો બોધ થયા વગર વિશેષનું જ્ઞાન થતું નથી, માટે સામાન્યનો બોધ થાય છે ત્યારે તે સામાન્યથી અભિન્ન સર્વ વિશેષોનો પણ સામાન્યરૂપે બોધ થાય છે; કેમ કે સર્વ વિશેષો સામાન્યરૂપનો અતિક્રમ કરતા નથી અને જો સર્વ વિશેષોમાં અસ્તિરૂપ સામાન્ય ન હોય તો ખરવિષાણની જેમ સર્વ વિશેષો અસત્ જ પ્રાપ્ત થાય, માટે સામાન્યરૂપનો વિશેષમાં અનતિક્રમ હોવાને કારણે સામાન્યથી અભિન્નરૂપે સર્વ વિશેષોનું ગ્રહણ છદ્મસ્થોને સંગ્રહનયના અભિપ્રાયથી થાય છે. તેથી છદ્મસ્થો પણ સર્વદા સર્વજ્ઞ સ્વભાવવાળા છે
વળી, ઘાતિકર્મનો ક્ષય થાય ત્યારે બધા નયોની સંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞ સ્વભાવતા જીવમાં પ્રગટ થાય છે, જેમ સર્વનયની સંમતિથી જ્ઞાન-ક્રિયાના યૌગપદ્યની જ મોક્ષમાર્ગતા છે; કેમ કે વ્યવહારનયથી ક્રિયાની મોક્ષમાર્ચતા છે અને નિશ્ચયનયથી જ્ઞાનની મોક્ષમાર્ગતા છે, માટે વ્યવહારનય-નિશ્ચયનયરૂપ સર્વનય-સંમત મોક્ષમાર્ગના જ્ઞાન-ક્રિયામાં છે. તેમ પ્રસ્તુતમાં ઘાતિકર્મનો ક્ષય થાય ત્યારે નિશ્ચય-વ્યવહાર ઉભય નયને સંમત એવી નિરુપચરિત સર્વજ્ઞ સ્વભાવના છે. વળી, સંસારી જીવોને સંગ્રહનયની દૃષ્ટિથી વિશેષોનો પણ બોધ થયેલો હોવાથી સર્વજ્ઞ સ્વભાવતા છે, જેમ વ્યવહારનયથી ક્રિયા મોક્ષમાર્ગ છે.
વળી, ગ્રંથકારશ્રીએ સંસારી જીવોમાં સર્વજ્ઞ સ્વભાવતાની સિદ્ધિ કરી, પરંતુ સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ કેમ કરી નહિ ? એ પ્રકારની જિજ્ઞાસામાં પંજિકાકાર કહે છે –
જીવોને અસ્તિરૂપે વસ્તુનો બોધ થાય છે ત્યારે સામાન્ય બોધને કારણે સર્વદર્શન સ્વભાવતા સિદ્ધ જ છે, માટે સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ માટે લલિતવિસ્તરામાં યત્ન કરાયો નથી.
લલિતવિસ્તરામાં જગતના સર્વ જીવો સંગ્રહનયની દૃષ્ટિથી સર્વજ્ઞ સ્વભાવવાળા છે એમ બતાવ્યું, તેની સિદ્ધિ યુક્તિથી કરી, ત્યાં કેટલાક માને છે કે શેય વસ્તુના પ્રતિબિંબનું જ્ઞાનમાં સંક્રમણ થાય છે, તેથી જીવોને જ્ઞાનમાં આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ આકારો પ્રતિભાસે છે, જેમ દર્પણની સન્મુખ વસ્તુ હોય તો દર્પણમાં વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે, તેમ જીવના જ્ઞાનમાં શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે, તેથી સર્વ જ્ઞેય વસ્તુનું જ્ઞાન કોઈને પણ સંભવી શકે નહિ, પરંતુ જ્ઞાનવાળી વ્યક્તિની સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે ત્યારે તે વસ્તુનો બોધ થાય છે, તેનું નિરાકરણ કરવા માટે પંજિકાકાર કહે છે –
શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ જ્ઞાનમાં થાય છે એમ સ્વીકારવામાં આવે તો અનેક દોષોની પ્રાપ્તિ થાય છે. કયા અનેક દોષોની પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે – વ્યાપ્તિની અનુપપત્તિ છે અર્થાતુ. બધા પદાર્થોનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે તે પ્રકારની વ્યાપ્તિની પ્રાપ્તિ થતી નથી. કેમ બધા શેયનું પ્રતિબિંબ આત્મામાં પડે છે તેમ સ્વીકારી શકાય નહિ ? તેમાં યુક્તિ બતાવે છે –
સ્થૂલથી બોધ કરનારા જીવોને ઘટ-પટાદિનો બોધ થાય છે ત્યારે કહી શકાય કે ઘટ-પટાદિ આકારનું