________________
૧૧૦.
લલિતવિસ્તરા ભાગ-૨
શકાય તેવો નથી અર્થાત્ જીવે જે જ્ઞાનાવરણાદિ કર્મો બાંધ્યાં છે તે તેના જીવપ્રદેશોની સાથે એકમેક ભાવ પામેલાં છે, તેથી તેવા એકમેક ભાવ પામેલાં કર્મોના આવરણનો ક્ષય થાય છે તેમ કહી શકાય નહિ, એ પ્રકારની આશંકા કરીને કહે છે –
પ્રતિપક્ષના સેવનથી ઉક્તરૂપવાળો ક્ષય છે–સામાન્ય બંધના હેતુ એવા મિથ્યાદર્શનાદિના અને જ્ઞાનના પ્રત્યતીક એવા અંતરાય-ઉપઘાત આદિ રૂપ વિશેષ હેતુઓના પ્રતિપક્ષના અર્થાત વિરોધી એવા સમ્યગ્દર્શન આદિના અને જ્ઞાનના બહુમાન આદિના સેવનથી અર્થાત્ અભ્યાસથી આવરણનો ક્ષય છે એમ અત્રય છે, અહીં=પ્રતિપક્ષના સેવનથી આવરણનો ક્ષય છે એમાં, પ્રયોગ–અનુમાનનો પ્રયોગ છે, જે જેના કારણની સાથે વિરોધ પામે છે તે તેના વિરુધ્ધમાનના સેવનમાં ક્ષય પામે છે, જે પ્રમાણે રોમ ઉદધષણાદિ કારણરૂપ શીતની સાથે વિધ્યમાન એવા અગ્નિતા આસેવામાં રોમ ઉદ્દઘુષણાદિ વિકાર ક્ષય પામે છે અને આવરણના હેતુ એવા મિથ્યાદર્શન આદિ સાથે સમ્યગ્દર્શન આદિ ગુણનો કલાપ વિરોધ પામે છે એથી કારણ વિરુદ્ધની ઉપલબ્ધિ છે=આવરણના કારણ એવા મિથ્યાદર્શનાદિ તેના વિરુદ્ધ એવા સમ્યગ્દર્શનાદિની ઉપલબ્ધિ છે.
નનુથી શંકા કરે છે – આવરણ ક્ષય, અતીન્દ્રિયપણું હોવાથી તેની સાથે=આવરણ ક્ષયની સાથે, હેતુના પ્રતિબંધની સિદ્ધિ કેવી રીતે થાય ?–અતીન્દ્રિય એવા આવરણ ક્ષયની સાથે સમ્યગ્દર્શનાદિનો કારણરૂપે સંબંધ છે એ પ્રકારની વ્યાપ્તિની સિદ્ધિ કેવી રીતે થાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે લલિતવિસ્તરામાં કહે છે –
તેના તાવની ઉપલબ્ધિ હોવાથી પ્રકૃતિ જ એવા પ્રતિપક્ષના સેવનથી તે આવરણના દેશયરૂપ તુચ્છ ભાવ સ્વરૂપ તાવ તેની ઉપલબ્ધિ હોવાથી અર્થાત સમ્યગ્દર્શનાદિરૂપ પ્રકૃતિ જ પ્રતિપક્ષના સેવનથી જ્ઞાનાવરણાદિ કર્મોના અલ્પતાની ઉપલબ્ધિ હોવાથી, સ્વઅનુભવ આદિથી સિદ્ધ એવા જ્ઞાનાદિની વૃદ્ધિની અન્યથા અનુપપત્તિ હોવાથી પ્રતિબંધની સિદ્ધિ છે=આવરણના ક્ષય પ્રત્યે સમ્યગ્દર્શનાદિ હેતુઓ છે એ પ્રકારના હેતુની વ્યાતિરૂપ પ્રતિબંધની સિદ્ધિ છે, અને પ્રતિપક્ષના સેવનથી તાતવ=અલ્પતા, માત્રની ઉપલબ્ધિ હોવાથી=સમ્યગ્દર્શનાદિના સેવનથી જ્ઞાનાવરણીય આદિ કર્મના અલ્પ થવા માત્રની ઉપલબ્ધિ હોવાથી, સર્વ આવરણના ક્ષયનો નિશ્ચય કેવી રીતે થાય? એ પ્રમાણે ન કહેવું, જે કારણથી જે દેશથી ક્ષય પામતા જે દેખાય છે, પ્રકૃષ્ટ અવસ્થાવાળા તેનાથી=પ્રકૃષ્ટ અવસ્થાવાળા દેશથી ક્ષય કરનારા પરિણામથી, તે સંભવતા સર્વ ક્ષયવાળા પણ છે, જેમ ચિકિત્સાથી રોગ અને પવન આદિથી વાદળાં આદિ દેશથી ક્ષય પામતાં દેખાતાં સર્વથી ક્ષય પામે છે, અને એ રીતે પૂર્વમાં ચિકિત્સા અને રોગતા દૃષ્ટાંતથી બતાવ્યું કે પ્રતિપક્ષના સેવનથી દેશથી ક્ષય પામતાં એવાં કર્મો પ્રષ્ટિ એવા તેના ક્ષયના ઉપાયથી સંપૂર્ણ ક્ષય પામે છે એ રીતે, જીવતા અવિભાગીભૂત પણ આવરણનો ચિકિત્સાથી રોગની જેમ પ્રતિપક્ષના સેવનથી ક્ષય અદુષ્ટ છે, એથી આ=આગળ બતાવે છે એ, યત્કિંચૈિત્ છે અને તે કુતથી બતાવે છે – આવરણનો ક્ષય દુરુપપાદ છે એમ જે પૂર્વમાં કહેલું એ યત્કિંચિત્ છે.