________________
અપડિહયવરનાણદંસણધરાણ
૧૧૧ હવે પ્રકૃતસિદ્ધિને કહે છે=આવરણના ક્ષયથી સર્વજ્ઞાત થાય છે એ રૂપ પ્રકૃતસિદ્ધિને કહે છેઃ લલિતવિસ્તરામાં કહે છે – અને તેના ક્ષયમાં=આવરણના ક્ષયમાં, સર્વજ્ઞાન થાય છે=સર્વ જોયતો અવબોધ થાય છે, કયા કારણથી ?=આવરણના ક્ષયમાં સર્વ જોયતો બોધ કયા કારણથી થાય છે? એથી કહે છે – તસ્વભાવપણું હોવાને કારણે સર્વજ્ઞાત થાય છે એમ અવય છે. તસ્વભાવપણું સ્પષ્ટ કરે છે –
જીવતો આ સ્વભાવ છે, જે આવરણના ક્ષયમાં સર્વજ્ઞાન થાય છે, આને જ=આવરણના ક્ષયથી સર્વજ્ઞાત થાય છે એને જ, ભાવન કરે છે – અને આવરણની હાનિથી ઉત્પન્ન થયેલો જ્ઞાનાતિશય દેખાય છે=નિદ્રાદિ આવરણના ક્ષયવિશેષથી થયેલો જ્ઞાનનો પ્રકર્ષ અનુભવ-અનુમાનાદિથી પ્રતીત થાય છે અર્થાત્ જેઓની મોહતી નિદ્રા દૂર થાય છે અને તેના કારણે શાસ્ત્રઅધ્યયન આદિ ક્રિયા કરે છે તેના દ્વારા જ્ઞાનાવરણાદિ ક્ષયવિશેષથી થયેલો જ્ઞાનપ્રકર્ષ યોગ્ય જીવોને અનુભવથી દેખાય છે અને તે પ્રકારની વ્યાપ્તિના બળથી અનુમાનથી દેખાય છે અને શાસ્ત્રવચનથી દેખાય છે. ભાવાર્થ
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે જીવનું સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું છે અને ભગવાને આવરણનો નાશ કર્યો છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે. હવે ભગવાનનું જ્ઞાન નિરાવરણ કેમ થયું? તે યુક્તિથી બતાવે છે –
ભગવાને આવરણનો ક્ષય કરેલો હોવાથી ભગવાનનું જ્ઞાન નિરાવરણ થયું, ત્યાં પ્રશ્ન થાય કે જીવના અધ્યવસાયથી જે જ્ઞાનાવરણ કર્મો બંધાયાં છે તે જીવ સાથે એકમેક થયેલાં છે તેથી તેનો ક્ષય થઈ શકે છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
પ્રતિપક્ષના સેવનથી કર્મોનો ક્ષય થાય છે, સામાન્યથી જીવમાં વર્તતા મિથ્યાત્વના અને કષાયોના પરિણામથી જ્ઞાનની વિકૃતિ થાય છે અને વિકૃત થયેલા જ્ઞાનથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને જેઓ વિવેકપૂર્વક જ્ઞાનની વિકૃતિના આપાદક મિથ્યાદર્શનાદિને ક્ષય કરવા માટે તેના પ્રતિપક્ષભૂત સમ્યગ્દર્શન આદિનું સેવન કરે છે, તેનાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાવરણ આદિના બંધનાં કારણો જે મિથ્યાદર્શન આદિ છે તેના વિરુદ્ધ એવા સમ્યગ્દર્શન આદિ રૂપ પ્રતિપક્ષના સેવનથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે તે કઈ રીતે નક્કી થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે આત્મા ઉપર આવરણ રૂપે રહેલાં કર્મોનો ક્ષય અતીન્દ્રિય છે, તેથી તેવા કાર્ય સાથે સમ્યગ્દર્શન આદિ ગુણોનો કારણભાવ છે તેવી વ્યાપ્તિનો બોધ થઈ શકે નહિ, તેના નિરાકરણ માટે કહે છે –
જેઓ મિથ્યાદર્શન આદિથી વિપરીત એવા સમ્યગ્દર્શન આદિ ગુણોને સેવે છે તેઓમાં જ્ઞાનાવરણીય કર્મ અલ્પ થતું દેખાય છે, તેના બળથી નક્કી થાય છે કે સમ્યગ્દર્શન આદિના સેવનથી સંપૂર્ણ જ્ઞાનાવરણનો ક્ષય