________________
લલિતવિસ્તરા ભાગ-૨
૧૧૪
તત્ત્વથી વિલક્ષણ એવા, આશય આદિનો=અભિપ્રાયદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો, અપરિચ્છેદ છે=અનવબોધ છે, =જે કારણથી, સકલ હેયના પરિજ્ઞાનમાં અવિકલ ઉપાદેયનો બોધ કરવો શક્ય છે; કેમ કે હેયઉપાદેયનું પરસ્પર અપેક્ષારૂપે લાભપણું છે, હસ્વ-દીર્ઘની જેમ અથવા પિતા-પુત્રની જેમ, એથી સર્વને નહિ જાણતા એવા ભગવાન કેવી રીતે અવિકલ પરાર્થ સંપાદન કરે ? અર્થાત્ જો અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા ન હોય તો પરિપૂર્ણ પરાર્થ સંપાદન કરી શકે નહિ. ર૫ા
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સિદ્ધ કર્યું કે આત્માનો સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવ છે અને ભગવાને સાધના કરીને જ્ઞાનના આવરણનો નાશ કર્યો, તેનાથી શું સિદ્ધ થયું ? તે બતાવે છે
—
અને ભગવાન નિરાવરણ થયા તેના કારણે ભગવાનને જે પ્રકૃષ્ટ જ્ઞાન થયું તેનો અવિષય કોઈ શેય વિશેષ નથી; કેમ કે જગતમાં જે કંઈ સત્ વસ્તુ છે તે સર્વ શેય સ્વભાવવાળી છે અને ભગવાનનું કેવલજ્ઞાન નિરાવરણવાળું હોવાથી શેયનો બોધ ક૨વામાં પ્રતિસ્ખલના પામતું નથી, તેથી પ્રસ્તુત સૂત્રનો જે સ્વ-અર્થ છે તેનું અતિલંઘન થતું નથી અર્થાત્ પ્રસ્તુત સૂત્ર ભગવાનમાં અપ્રતિહતવ૨જ્ઞાન-દર્શનને બતાવે છે તેની સંગતિ થાય છે.
વળી, ભગવાનને અપ્રતિહતવરજ્ઞાન-દર્શન જ સ્વીકારવું ઉચિત છે, પરંતુ બૌદ્ધદર્શનવાદી માને છે તેવું પ્રતિહતવરજ્ઞાન-દર્શન માનવું ઉચિત નથી તે બતાવવા માટે કહે છે ભગવાન અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા છે તેમ માનવું ઉચિત છે, જો તેમ ન માનવામાં આવે તો ભગવાનથી પરિપૂર્ણ પરોપકાર થઈ શકે નહિ.
—
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પુરુષાર્થને ઉપયોગી એવા ઇષ્ટ તત્ત્વને યથાર્થ જોતા હોય તો યોગ્ય જીવોને કલ્યાણ માટે ઉપયોગી ઇષ્ટ તત્ત્વને બતાવીને પૂર્ણ ઉપકાર કરી શકશે, તેથી સર્વ શેયનું ભગવાનને જ્ઞાન છે તેમ ન સ્વીકારીએ તોપણ પરિપૂર્ણ ઉપકાર થઈ શકશે, તેનું નિરાકરણ ક૨વા માટે કહે છે
—
જો ભગવાન સર્વ શેયને જાણતા ન હોય અને કલ્યાણને માટે ઉપયોગી ઇષ્ટ તત્ત્વને માત્ર જાણતા હોય તો ભગવાનને અન્યનો અભિપ્રાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો બોધ નથી, તેથી તે તે જીવોના તે તે પ્રકારના અભિપ્રાયને સામે રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે, તેનો નિર્ણય કરી શકે નહિ, તેથી કોઈક યોગ્ય જીવનો અભિપ્રાય નહિ જાણી શકવાથી અથવા તે તે દ્રવ્ય ક્ષેત્ર પ્રમાણે કઈ પ્રવૃત્તિથી તેનું હિત થશે તેનો નિર્ણય નહિ કરી શકવાથી ભગવાન તે જીવનો ઉપકાર કરી શકે નહિ.
તેથી એ ફલિત થાય કે અવિકલ ઉપકાર કરવા માટે જેમ ઉપાદેયનું જ્ઞાન આવશ્યક છે, તેમ સકલ હેયનું પરિજ્ઞાન પણ આવશ્યક છે, તેથી કોઈક દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં કોઈકને માટે કોઈક કૃત્ય ઉપાદેય હોય તેનું તે જ કૃત્ય અન્ય કોઈક જીવને આશ્રયીને હેય બને છે, વળી, કોઈક નિયત દ્રવ્ય-ક્ષેત્રાદિમાં કોઈક કૃત્ય ઉપાદેય હોય, તેનું તે કૃત્ય અન્ય દ્રવ્ય-ક્ષેત્રાદિમાં હેય બને છે, તેથી સર્વ શેયનું જ્ઞાન હોય તો જ અન્યના અભિપ્રાયો દ્રવ્ય ક્ષેત્ર આદિનું જ્ઞાન કરીને ભગવાન અવિકલ ઉપકાર કરી શકે.