________________
લલિતવિસ્તરા ભાગ
૧૧૨
થઈ શકે છે. જેમ શરીરમાં રોગ થયો હોય અને ઉચિત ઔષધનું સેવન કરવામાં આવે તો તેનાથી રોગ અલ્પ થતો દેખાય છે અને ક્રમસર રોગ નાશ થવાથી સંપૂર્ણ રોગનો નાશ પણ થતો દેખાય છે, તેમ જેઓ સમ્યગ્દર્શન આદિ ગુણોને સેવે છે તેનાથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થતો પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેના પ્રકર્ષના સેવનથી સંપૂર્ણ આવરણનો નાશ પણ થાય છે તેમ નિર્ણય કરી શકાય છે, તેથી જેઓ કર્મનાશના કારણીભૂત એવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોનો નાશ કરે છે તેના બળથી સંપૂર્ણ જ્ઞાનાવરણનો નાશ થાય છે, એ પ્રમાણે આવરણોના નાશ પ્રત્યે સમ્યગ્દર્શન આદિનું સેવન હેતુ છે એની વ્યાપ્તિનું ગ્રહણ થાય છે અને તેના ક્ષયમાં સર્વજ્ઞાન પ્રગટ થાય છે; કેમ કે જીવનો સંપૂર્ણ જ્ઞાન ક૨વાનો સ્વભાવ છે અને તે સ્વભાવ છદ્મસ્થ અવસ્થામાં કર્મોથી આવૃત્ત હતો અને તે આવરણના ક્ષયથી તે સ્વભાવ પ્રગટ થાય છે, તેથી સર્વ શેયનું જ્ઞાન થાય છે, આ કથનને જ યુક્તિથી બતાવે છે -
સંસારી જીવોમાં મોહની નિદ્રાનું આવરણ છે તે આવરણનો ક્ષય થાય છે ત્યારે સંસારી જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું ચાર ગતિઓની વિડંબના સ્વરૂપ દેખાય છે અને સંપૂર્ણ મોહથી અનાકુળ સિદ્ધ ભગવંતો ઉપદ્રવ વગરના છે તે પ્રકારે શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર દેખાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય વીતરાગનું વચન છે તે પણ યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર જણાય છે અને તેથી અપ્રમાદભાવથી જેમ શાસ્ત્ર ભણે છે તેમ તેમ સ્વઅનુભવથી કાર્ય-કારણભાવની વ્યવસ્થાનો સૂક્ષ્મ બોધ થાય તેવો જ્ઞાનનો પ્રકર્ષ દેખાય છે, તેથી આવરણની હાનિથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અતિશયના બળથી અનુમાન થઈ શકે છે કે સંપૂર્ણ આવરણ નાશ થાય તો સર્વ જ્ઞેયનું જ્ઞાન પ્રગટ થાય છે અને ભગવાને સંપૂર્ણ આવરણનો નાશ કર્યો છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે.
લલિતવિસ્તરા :
न चास्य कश्चिदविषय इति स्वार्थानतिलङ्घनमेव, इत्थं चैतद्, अन्यथा अविकलपरार्थसंपादनासम्भवः, तदन्याशयाद्यपरिच्छेदादिति सूक्ष्मधिया भावनीयम्, ज्ञानग्रहणं चादौ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्येति ज्ञापनार्थमिति अप्रतिहतवरज्ञानदर्शनधराः ।। २५ । ।
લલિતવિસ્તરાર્થ :
અને આનો=પ્રકૃષ્ટ જ્ઞાનાતિશયનો, અવિષય કોઈ નથી એ રીતે સ્વ-અર્થનું અનતિલંઘન જ છે=પ્રકૃત સૂત્રનો અપ્રતિહત જ્ઞાનદર્શનધરત્વરૂપ જે સ્વ-અર્થ છે તેનું અનતિલંઘન જ છે, અને આ રીતે જ આ છે=અરિહંત વસ્તુ છે, અન્યથા અવિકલ પરાર્થના સંપાદનનો અસંભવ છે; કેમ કે તેનાથી અન્ય આશય આદિનો અપરિચ્છેદ છે=પુરુષાર્થને ઉપયોગી એવા ઇષ્ટ તત્ત્વથી અન્ય એવા આશય આદિનો અપરિચ્છેદ છે, એ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ અને આદિમાં જ્ઞાનનું ગ્રહણ સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગથી ઉપયુક્તને છે એ જણાવવા માટે છે, એથી અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધરનારા ભગવાન છે. II૨૫।।