________________
૧૦૬
લલિતવિસ્તરા ભાગ-૨
જો આ પ્રમાણે છે=જીવનું સર્વજ્ઞ સ્વભાવપણું છે એ પ્રમાણે છે, તેનાથી શું?–તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે –
સાક્ષાત્કાર વગર=દર્શન ઉપયોગ વગર તેના વડે=દર્શન ઉપયોગ વડે, અસ્તિત્વરૂપે અસાક્ષાત્કૃત એવા આ વિશેષો જણાતા નથી જ, કેમ જણાતા નથી એમાં હેતુ કહે છે લલિતવિસ્તરામાં હેતુ કહે છે – સામાન્યરૂપનો અતિક્રમ છે, હિ=જે કારણથી, સામાન્યરૂપનો અતિક્રમ થયે છત=સામાન્યરૂપ વગર વિશેષરૂપ હોતે છતે, અસરૂપપણું હોવાને કારણે ગધેડાના શિંગડા આદિની જેમ અસદુ જ વિશેષો થાય.
આ કહેવાયેલું થાય છે પૂર્વના કથનથી આ કહેવાયેલું થાય છે – દર્શનના ઉપયોગથી સામાન્યમાત્રના અવબોધમાં પણ તેના સ્વરૂપનો અતિક્રમ હોવાથી વ્યક્તિ એ રૂપ સામાન્યમાત્રના સ્વરૂપનો સર્વ પદાર્થોમાં અતિક્રમ હોવાથી, સંગ્રહાલયના અભિપ્રાયથી વિશેષોનું પણ ગ્રહણ થયેલું હોવાને કારણે તે સામાન્ય સાથે અભિન્નરૂપે સર્વ પદાર્થોમાં રહેલા વિશેષોનું પણ ગ્રહણ થયેલું હોવાને કારણે, છદ્મસ્થ પણ સર્વદા સર્વજ્ઞ સ્વભાવવાળો થાય, વળી, ઘાતકર્મનો ક્ષય થયે છતે સર્વ તયની સંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞ સ્વભાવતા છે, જેમ જ્ઞાન-ક્રિયાના યૌગપધતી જ મોક્ષમાર્ગના છે, (જ્ઞાનક્રિયાયોગ-પચ્ચેવ મોક્ષમતતિ છે તેના સ્થાને જ્ઞાનક્રિયાયોપચ્ચેવ મોક્ષનાવ પાઠ જોઈએ.) વળી, સર્વદર્શન સ્વભાવતા સામાન્ય અવબોધથી જ સિદ્ધ છે, એથી તેની સિદ્ધિ માટે=સર્વદર્શન સ્વભાવતાની સિદ્ધિ માટે, યત્ન કરાયો નથી. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માનું સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવપણું હોવાને કારણે સાધના દ્વારા ભગવાને ઘાતિકર્મનો ક્ષય કર્યો ત્યારે નિરાવરણ થવાને કારણે ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા થયા, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે આત્માનું સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવપણું છે તેમ કઈ રીતે નક્કી થાય ? તેથી સંસારી જીવોમાં સર્વજ્ઞ સ્વભાવપણું વિદ્યમાન છે તે બતાવવા માટે યુક્તિ આપે છે –
સામાન્યથી સંસારી જીવોને કોઈ વસ્તુનો બોધ થાય છે ત્યારે સર્વ વસ્તુઓનો બોધ થાય છે અર્થાત્ અસ્તિત્વરૂપે એક વસ્તુનો બોધ થાય છે તેવો જ અસ્તિત્વ ધર્મ સર્વ પદાર્થોમાં સમાન છે, તેથી અસ્તિત્વની સાથે અભિન્ન એવા સર્વ વિશેષોનો બોધ સંગ્રહનયની દૃષ્ટિથી થાય છે; કેમ કે વિશેષોનું પણ જ્ઞાનનું વિષયપણું હોવાથી જ્ઞાનગમ્યપણું છે, તેથી જેમ જીવને સામાન્યનો બોધ થયો તેમ સામાન્ય સાથે અભિન્નરૂપે સર્વ વિશેષોનો પણ સામાન્યરૂપે બોધ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે અસ્તિત્વરૂપે એક વસ્તુનો બોધ થાય તે વખતે તે અસ્તિત્વરૂપે સર્વનો બોધ થયો છે તેમ કહી શકાય, પરંતુ સર્વ પદાર્થોમાં રહેલા વિશેષોનો પણ તેને બોધ થયો છે, માટે જીવમાં સર્વજ્ઞ સ્વભાવપણું છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – જગતમાં વર્તતા અસ્તિત્વ ધરાવનારા સર્વ પદાર્થોમાં જે વિશેષો છે તે સામાન્યનો બોધ કર્યા વગર