________________
૧૦૫
આપડિહયવરનાણદંસણધરાણ હોવાને કારણે આકારનો અભાવ હોતે છતે પ્રતિબિંબનો અયોગ છે; કેમ કે તેનું પ્રતિબિંબનું, મૂર્તધર્મપણું છે અને તત્ પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમના અભાવમાં આત્મા સાથે પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમના અભાવમાં, બોધનો અભાવ છે, દિ=જે કારણથી, સ્ત્રીના વદનની છાયાના અણુના સંક્રમ વગર દર્પણમાં તેના પ્રતિબિંબનો સંભવ નથી=સ્ત્રીના મુખના પ્રતિબિંબનો સંભવ નથી, અથવા પાણીમાં ચંદ્રના બિંબની છાયાના અણુના સંક્રમ વગર પ્રતિબિંબનો સંભવ નથી; કેમ કે અન્યથા છાયાના અણુના સંક્રમ વગર ચંદ્રના બિબતો પાણીમાં સંક્રમ સ્વીકારીએ તો, અતિપ્રસંગ છે=અરૂપી પદાર્થના પણ સંક્રમનો અતિપ્રસંગ છે, અને પરમમુનિઓ વડે કહેવાયું છે –
અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા દિવસે શ્યામ દેખાય છે, રાત્રે વળી, કાળી આભા દેખાય છે, તે જ ભાસ્કર પદાર્થમાં પડેલી છાયા સ્વદેહના વર્ણવાળી જાણવી.
દર્પણની અંદર સંક્રાંત થયેલા જે દેહના અવયવો છે, તેઓની ત્યાં=દર્પણમાં, ઉપલબ્ધિ પ્રકાશના યોગથી છે, ઈતરની નથી. ઈત્યાદિ વળી, જ્ઞાનમાં શેય વસ્તુનું પ્રતિબિંબ સ્વીકારવામાં આવે તો અન્ય શું દોષ આવે ? તે બતાવે છે –
અને વિવિધ પ્રકારની સાદડી આદિ અનેક વસ્તુના ગ્રહણના અવસરમાં=વિવિધ પ્રકારની સાદડી આદિ અનેક વસ્તુના બોધના અવસરમાં, એક જ્ઞાનના બોધમાં અનેક પ્રતિબિંબના ઉદયનો અસંભવ છે અથવા સંભવ હોતે છતે પ્રતિબિબના સાંકર્થની ઉપપતિ છે=એક જ્ઞાનમાં અનેક વસ્તુના મિશ્રણ સ્વરૂપે બોધ થવાની આપત્તિ છે, તેના અનુસારથી=પ્રતિબિંબના સાંકર્યતા અનુસારથી, પરસ્પર સંકીર્ણ વસ્તુના બોધનો પ્રસંગ છે, માટે જ્ઞાનમાં શેય વસ્તુના પ્રતિબિંબનું સંક્રમણ થાય છે તેમ સ્વીકારવું ઉચિત નથી એમ અવય છે. તો શું સ્વીકારવું ઉચિત છે ? તે સ્પષ્ટ કરે છે –
એક પણ ઘટાદિ વસ્તુમાં સદ્ રૂપનો પરિચ્છેદ થયે છતે=આ સત્ છે એ પ્રકારનો અસ્તિત્વનો બોધ થયે છતે, તેના રૂપનો અતિક્રમ હોવાથી=સદ્ધિ એ પ્રકારનું સ્વરૂપ સર્વ પદાર્થોમાં વિદ્યમાન હોવાથી, શુદ્ધ સંગ્રહાયતા અભિપ્રાયથી સર્વની સતાનો પરિચ્છેદ સિદ્ધ થાય છે, તેથી સામાન્યથી સર્વના અવબોધની સિદ્ધિ હોવાને કારણે જીવવું સર્વજ્ઞ સ્વભાવપણું છે એમ લલિતવિસ્તારના કથન સાથે સંબંધ છે.
અહીં પ્રશ્ન કરે છે – સતા માત્રનો પરિચ્છેદ હોવા છતાં પણ=સર્વ પદાર્થોમાં રહેલી સતા માત્રનો બોધ હોવા છતાં પણ, વિશેષોનો અનવબોધ હોવાથી કેવી રીતે સર્વ અવબોધની સિદ્ધિ છે? એ પ્રકારે આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે –
કેવલ સામાન્ય નહિ, પરંતુ વિશેષોનું પણ શેયપણું હોવાથી=જ્ઞાનવિષયપણું હોવાથી, જ્ઞાતગમ્યપણું હોવાને કારણે=અવબોધરૂપ જ્ઞાનથી અવબોધનીયરૂપપણું હોવાને કારણે, જીવનું સર્વજ્ઞ સ્વભાવપણું છે એમ અત્રય છે.