________________
લલિતવિસ્તરા ભાગ
ભગવાનને પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હતી=પ્રવૃત્તિનું ફળ મારે પ્રાપ્ત કરવું છે' તેવા અર્થીપણાથી યુક્ત એવી પ્રવૃત્તિના ફળવાળા જ્ઞાનની ભગવાનને પ્રાપ્તિ હતી, તેથી ભગવાન પોતાનો ચારિત્રરથ લક્ષ્યને અનુકૂળ સતત પ્રવર્તાવી શક્યા.
જ
અહીં પ્રશ્ન થાય કે અન્ય પણ જીવો મોક્ષના માટે સંયમ ગ્રહણ કરે છે તેઓને સમ્યક્ પ્રવર્તનનો યોગ કેમ પ્રાપ્ત થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે -
—
પ્રદર્શક આદિ અન્ય જ્ઞાનથી પ્રવૃત્તિનો અયોગ છે, તેથી જેઓ સ્થૂલથી ચારિત્રના આચારો પાળે છે તેમાં તેઓ મોક્ષપથમાં જઈ રહ્યા છે તેવું પ્રદર્શક જ્ઞાન છે અને કેટલાક જીવોને વિપરીત પ્રવૃત્તિ કરાવે તેવું વિપર્યાસવાળું જ્ઞાન છે, તેથી યથાતથા ચારિત્રની પ્રવૃત્તિ કરે છે તેવા જ્ઞાનથી મોહનાશને અનુકૂળ અંતરંગ પ્રવૃત્તિનો અયોગ હોવાથી તેઓમાં સમ્યક્ પ્રવર્તનનો યોગ પ્રાપ્ત થતો નથી, પરંતુ ભગવાનમાં પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હોવાથી સમ્યક્ પ્રવર્તનનો યોગ હતો, તેથી ભગવાન પોતાના ચારિત્રધર્મરૂપી રથના સારથિ
બન્યા.
(૩) અપુનઃધકપણાની પ્રાપ્તિ :
વળી, ભગવાનમાં પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ કેમ થઈ ? તેમાં યુક્તિ બતાવે છે – ભગવાને ચારિત્ર પ્રાપ્ત કર્યું તેના પૂર્વે અપુનર્બંધક દશાની પ્રાપ્તિ કરી ત્યારે, પાપ તીવ્રભાવથી ન કરે તેવી સુંદર પ્રકૃતિવાળા બન્યા, તેથી તત્ત્વનો અર્થી એવો ભગવાનનો આત્મા તત્ત્વને જાણવા માટે સમ્યગ્ યત્નવાળો બન્યો, જેનાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થઈ, જેમ વીર ભગવાનને નયસારના ભવમાં અપુનર્બંધક દશાની પ્રાપ્તિ હતી, તેથી ભદ્રક પ્રકૃતિવાળા એવા ભગવાનના આત્માને સાધુને દાન આપીને ભોજન ક૨વાનો વિચાર આવ્યો અને મહાત્માઓના સંપર્કથી દેવ, ગુરુ અને ધર્મના પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું, તેથી તેમને વીતરાગદેવ જ ઉપાસ્યરૂપે જણાયા, ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા ગુરુ જ ગુરુ રૂપે આશ્રયણીય જણાયા અને સર્વજ્ઞ વીતરાગનું વચન વીતરાગતાનું એક કારણ છે, માટે તેવો ધર્મ સેવવો જોઈએ તે રૂપ સૂક્ષ્મ બુદ્ધિ પ્રગટી, તેનાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થઈ, તેથી પ્રવર્તક જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે અપુનર્બંધકપણું કારણ બન્યું.
(૪) પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ થઈ :
અહીં પ્રશ્ન થાય કે અપુનર્બંધકપણાની પણ પ્રાપ્તિ કેમ થઈ ? તેથી કહે છે – પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ થઈ, તેથી અપુનર્બંધક થયા અર્થાત્ તથાભવ્યત્વને કારણે જીવની સ્વભાવભૂત જે પ્રકૃતિ છે તે પ્રકૃતિથી ધર્મને અભિમુખ પરિણામવાળા થયા, તેથી શુદ્ધ ધર્મને જોઈને પ્રશંસાદિ દ્વારા ચારિત્ર ધર્મને અભિમુખ ભાવવાળા થયા, જેનાથી તીવ્રભાવથી પાપ ન કરે તેવી અપુનર્બંધક દશાની પ્રાપ્તિ થઈ.
તેથી એ ફલિત થાય કે જીવ પ્રથમ પ્રકૃતિથી જ ધર્મને વિમુખ અને અધર્મને સન્મુખ પ્રવર્તે છે, તેથી મોહના પરિણામથી જીવનું વીર્ય બાહ્ય ભાવોમાં દૃઢપણે પ્રવર્તે છે અને તેના દ્વારા તે તે બાહ્ય ક્રિયાઓ અને મોહના ભાવો કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે તે જીવમાં વર્તતું સિદ્ધિગમન યોગ્યત્વ સિદ્ધિગમનને