________________
લલિતવિસ્તરા ભાગ-૨
परमतेनापि समर्थयन्नाह - 'सुसंवृतेत्यादि, सुसंवृतः = सर्वथानुद्घाटितः काञ्चनस्य रत्नानां च यः करण्डको=भाजनविशेषः, तत्प्राप्तितुल्या, हिः = यस्मात् प्रथमधर्म्मस्थानप्राप्तिः धर्म्मप्रशंसादिरूपा, यथा हि कश्चित्क्वचिदनुद्घाटितं काञ्चनरत्नकरण्डकमवाप्नुवंस्तदन्तर्गतं काञ्चनादि वस्तु विशेषतोऽनवबुध्यमानोऽपि लभते, एवं भगवन्तोऽपि प्रथमधर्म्मस्थानावाप्तौ मोक्षावसानां कल्याणसम्पदं तदनवबोधेऽपि लभन्ते एव, तदवन्ध्यहेतुकत्वात् तस्याः, इति- इत्येवम्, अन्यैरपि = बौद्धैरभ्युपगमात् ।। २३ ।। પંજિકાર્ય :
GO
इत्थं प्रथमहेतु. . પદ્મમાત્ ।। આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રથમ હેતુસિદ્ધિને કહીને=ભગવાન ધર્મસારથિ છે તેમાં સમ્યક્ પ્રવર્તનરૂપ પ્રથમ હેતુની સિદ્ધિને કહીને, બીજા હેતુની સિદ્ધિ માટે કહે છે= લલિતવિસ્તરામાં કહે છે આના દ્વારા=સમ્યક્ પ્રવર્તનયોગના સાધન દ્વારા=સમ્યક્ પ્રવર્તનયોગ ભગવાનમાં કઈ રીતે છે તેની સિદ્ધિ કરવા દ્વારા, શું ? એથી કહે છે – પાલનનો અયોગ=પાલનનું અઘટન, પ્રત્યુક્ત છે=નિરાકૃત છે, કેમ=સમ્યક્ પ્રવર્તનયોગ દ્વારા પાલનનો અયોગ નિરાકૃત કેમ છે? એથી કહે છે સમ્યક્ પ્રવર્તનનું પૂર્વમાં કહેલા સમ્યક્ પ્રવર્તનનું, નિર્વહણ લપણું છે=પાલન ફલપણું છે=સમ્યક્ પ્રવર્તન હોય ત્યાં સમ્યક્ પાલન અવશ્ય હોય એ પ્રકારનું સમ્યક્ પ્રવર્તનનું ફલ છે. હવે કેવી રીતે આ નિયમ છે ? તે થવુતથી બતાવે છે પાલન ળવાળું જ સમ્યક્ પ્રવર્તન છે એથી કહે છે અન્યથા=પાલનના અભાવમાં, સમ્યક્ત્વ=પ્રવર્તનનો સમ્યક્ ભાવ, નથી જ એ પ્રમાણે સમયના જાણનારાઓ કહે છે=પ્રવચનને જાણનારાઓ કહે છે.
-
– આ
હવે ત્રીજા હેતુની સિદ્ધિને કહે છે=સારથિપણામાં ત્રીજા હેતુરૂપ દમનની સિદ્ધિને કહે છે રીતે=જે રીતે સમ્યક્ પ્રવર્તન અને પાલન નામના હેતુન્દ્વયથી ધર્મસારથિપણું છે તે રીતે, દમનયોગથી પણ એ પ્રકારનો અર્થ છે=દમનયોગથી પણ ભગવાનનું સારથિપણું છે એ પ્રકારનો અર્થ છે, દમનયોગથી=સર્વથા સ્વાયત્તીકરણથી=ભગવાને પોતાના ચારિત્રરૂપી રથને અત્યંત સ્વાધીન કર્યો તે રૂપ દમનયોગથી ભગવાનનું સારથિપણું છે, આને જ સાધતાં=દમનયોગને જ સાધતાં, કહે છે= લલિતવિસ્તરામાં કહે છે આ રીતે=વક્ષ્યમાણ એવા અવ્યભિચારીકરણ-સ્વકાર્યનિયોગ-સ્વાત્મી ભાવ નયનરૂપ પ્રકારત્રયથી, ધર્મ દિ=સ્પષ્ટ, દાન્ત=વશીકૃત છે, કોનાથી ધર્મ વશ કરાયો ? એથી કહે છે – કર્મવશિપણાથી=ચારિત્ર મોહનીય આદિ જે કર્મ અબાધકપણાથી વશ્ય છે જેઓને તે તેવા છે અર્થાત્ કર્મવશી છે, તેનો ભાવ તત્તા અર્થાત્ કર્મવશિતા, તેનાથી=ચારિત્રમોહનીય કર્મને વશ કરીને ભગવાને ચારિત્રધર્મ પોતાને સ્વાધીન કર્યો એ રૂપ દમનયોગથી ભગવાન સારથિ છે એમ અન્વય છે, તે જ પ્રકાત્રયને કહે છે=ભગવાને ત્રણ પ્રકારથી ધર્મને વશ કર્યો તે પ્રકારન્રયને કહે છે અવ્યભિચારી=અવિસંવાદક, કરાયો=પોતાનામાં પ્રગટ થયેલું ચારિત્ર વિસંવાદ વગર ક્ષાયિકભાવને પામે તેવો અવ્યભિચારી ચારિત્રધર્મ કરાયો. કઈ રીતે=કઈ રીતે ભગવાને ચારિત્રરથ અવિસંવાદક કર્યો ? એથી કહે છે – અતિવર્તકભાવથી=ફલપ્રાપ્તિ સુધી વચમાં સ્ખલના ન પામે તે પ્રકારના
-
-