________________
૯૪
લલિતવિસ્તરા ભાગ-૨
પ્રાપ્તિ તુલ્ય હતી; કેમ કે વિશેષ સામગ્રી પામીને જ્યારે ભગવાનનો આત્મા ભાવધર્મ પ્રાપ્ત કરે છે ત્યારે સુવર્ણની અને રત્નની પ્રાપ્તિતુલ્ય ધર્મસારથિપણાની પ્રાપ્તિ થાય છે, માટે ભાવધર્મની પ્રાપ્તિ પૂર્વે પણ ધર્મસારથિ થવાને અનુરૂપ કંઈક ગુણ ભગવાનના આત્મામાં પ્રગટે છે, જેમ નયસારના ભવમાં સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વે ભગવાનનો આત્મા ભદ્રક પ્રકૃતિવાળો થયેલો, જેથી ધર્મને અભિમુખ દાનધર્મના પરિણામવાળા થયા, તે સંવૃત સુવર્ણ-રત્નના કરંડિયાની પ્રાપ્તિ તુલ્ય અવસ્થા હતી અને જ્યારે મહાત્માના તે ઉપદેશથી સમ્યક્ત્વને પામ્યા ત્યારે ભગવાનના આત્માને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જણાયું, મોક્ષ અવસ્થા અત્યંત પ્રાપ્તવ્ય જણાઈ અને તેના ઉપાયભૂત સર્વજ્ઞકથિત ધર્મ છે તેવો સૂક્ષ્મ બોધ થયો, તેથી નયસારના ભવમાં ભગવાને પોતાનો ધર્મ૨થ મોક્ષમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવવાનો પ્રારંભ કર્યો, જો કે ત્યારે ભગવાનના આત્માને વિરતિની પ્રાપ્તિ ન હતી, તોપણ અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય અલ્પ ચારિત્રની પ્રાપ્તિ થઈ, તે ચારિત્રને સમ્યક્ત્વની ઉચિત ક્રિયાઓ દ્વારા અતિશય અતિશયતર કરીને પોતાનો ચારિત્રરથ મુક્તિપથમાં પ્રવર્તાવ્યો, તેના દ્વારા ઉત્તમભવ આદિની પ્રાપ્તિ થાય તેવા સ્વ-અંગોનો ઉપચય કર્યો. તે દમનની ક્રિયા હતી અને મરીચિના ભવમાં સંયમ ગ્રહણ કરીને વિશેષથી ચારિત્રપથમાં પ્રવર્ત્ય અને સંયમનાં કષ્ટોથી કંઈક શ્રાંત થયા ત્યારે ધર્મરથ કંઈક સ્ખલના પામ્યો તોપણ માર્ગમાં પ્રવર્તતો હતો, તેથી સમ્યક્ત્વના બળથી મંદગતિથી મોક્ષમાં જતો હતો અને જ્યારે ઉત્સૂત્ર-પ્રરૂપણા કરી ત્યારે ઉત્પથમાં તેમના રથનું ગમન થયું, તોપણ ફરી વિશ્વભૂતિના ભવમાં તે ચારિત્રરથને માર્ગમાં પ્રવર્તાવ્યો. ત્યાં પણ નિદાન કરીને ફરી ૨થનું માર્ગમાંથી ઉત્પથમાં ગમન થયું, ફરી પૂર્વના ત્રીજા ભવમાં સંયમ ગ્રહણ કરીને પોતાના ચારિત્રથને તે રીતે માર્ગમાં પ્રવર્તાવ્યો અને ચારિત્રમોહનીય આદિ કર્મને તે રીતે વશ કર્યાં, જેથી ઉત્પથના ગમન વગર ચરમભવમાં ચારિત્રરથને સ્વ-આત્મીભાવરૂપે પ્રાપ્ત કરાવ્યો. આ રીતે ભગવાને પોતાના ચારિત્રરથને ઉપાદાન ભાવથી મોક્ષમાં પ્રવર્તાવ્યો અને ચરમભવમાં અન્ય યોગ્ય જીવોના રથોને નિમિત્તભાવથી મોક્ષપથમાં પ્રવર્તાવ્યા, તેથી ભગવાન સ્વના અને પરના રથના સારથિ બન્યા. તે સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરવા માટે તેવા ધર્મસારથિ ભગવાનને પ્રસ્તુત સૂત્રથી નમસ્કાર કરાય છે, જેનાથી ભગવાનના ધર્મસારથિપણાની જેટલી સ્પષ્ટ ઉપસ્થિતિપૂર્વક તે ભાવ પ્રત્યે પ્રવર્ધમાન ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રમાણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૩/
સૂત્ર :
धम्मवरचाउरन्तचक्कवट्टीणं ।। २४ ।।
સૂત્રાર્થ :
ધર્મરૂપ શ્રેષ્ઠ ચાતુરંત ચક્ર વર્તે છે જેમને એવા ભગવાનને નમસ્કાર થાઓ. ૨૪/ લલિતવિસ્તરા :
तथा, ‘धम्मवरचाउरन्तचक्कवट्टीणं' । धर्मोऽधिकृत एव, स एव वरं प्रधानं, चतुरन्तहेतुत्वात्
: