________________
ધમ્મરચાઉતચક્રવીણ તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનપ્રણીત ચારિત્રધર્મ આદિ, મધ્ય અને અંતમાં એકાંતે સુખને કરનાર છે, લેશ પણ દુઃખના સંશ્લેષવાળો નથી, તેથી ત્રિકોટિ પરિશુદ્ધ છે. જેમ ભગવાન વડે ઉપદેશ અપાયેલા ધર્મના પરમાર્થને જાણીને જે જીવો ભગવાને બતાવેલા ધર્મનું સેવન કરે છે તે વખતે તેઓના ચિત્તમાં કષાયોના તાપના શમનથી સુખ થાય છે, કષાયોની આકુળતા અલ્પ થવાને કારણે આરોગ્યની વૃદ્ધિ થાય છે, પૂર્વની પાપપ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિમાં ફેરવાય છે, પૂર્વની બંધાયેલી પુણ્યપ્રકૃતિઓ બલિષ્ઠ થાય છે, તેથી ધર્મ સેવનકાળથી જ સુખનો પ્રારંભ થાય છે, તેથી ભગવાને બતાવેલો વિવેકયુક્ત સ્વાદુ પથ્ય અન્ન જેવો ધર્મ સેવનકાળમાં અવિસંવાદી ફલને આપનાર છે, મધ્યમાંsઉત્તર-ઉત્તરના ભવોમાં, સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા સુખને આપનાર છે અને અંતમાં સર્વ ઉપદ્રવ રહિત પૂર્ણ સુખમય મોક્ષને આપનાર છે, તેથી સ્વાદુ પથ્ય અન્ન સેવનકાળમાં પણ આ@ાદ કરે છે અને રોગની અલ્પતા કરીને આરોગ્યના સુખને આપે છે અને અંતે સર્વથા રોગનો નાશ થવાથી પૂર્ણસુખને આપે છે તેવો ત્રિકોટિ પરિશુદ્ધ ધર્મ ભગવાને કહ્યો છે, જ્યારે કપિલાદિ અન્ય દર્શનવાળાઓ જે ધર્મ કહે છે તે હિતકારી હોવા છતાં ત્રિકોટિ પરિશુદ્ધ નથી, માટે ભગવાનથી પ્રણીત ધર્મચક્ર ત્રિકોટિ પરિશુદ્ધ હોવાને કારણે અન્ય દર્શનપ્રણીત ધર્મચક્ર કરતાં પ્રધાન ચક્ર છે.
વળી, ત્રિકોટિ પરિશુદ્ધનો અર્થ અપેક્ષાએ અન્ય પ્રકારે કરે છે – ભગવાનનું વચન કષ-છેદ-તાપથી પરિશુદ્ધ છે, જ્યારે અન્ય દર્શનનાં વચનો એક નયથી સત્ય હોવા છતાં કષ-છેદ-તાપશુદ્ધ નથી અને કષછેદ-તાપથી શુદ્ધ સો ટચનું સુવર્ણ કહેવાય, તેમ ભગવાનથી પ્રણીત ધર્મ પરિપૂર્ણ શુદ્ધ છે, માટે શ્રેષ્ઠ ચક્ર છે.
કષ-છેદ-તાપ શું છે ? તે સંક્ષેપથી બતાવે છે – ભગવાનનું વચન વિધિ અને નિષેધને કરનારું છે, તેમાં પ્રાણાતિપાત આદિ પાંચ અવ્રત, ચાર કષાયો અને મિથ્યાત્વનો નિષેધ કર્યો છે અને ધ્યાન-અધ્યયનાદિની વિધિ બતાવી છે, તેથી એ ફલિત થાય કે ભગવાને જે પ્રાણાતિપાત આદિ દશનો નિષેધ કર્યો છે તે સંસારને અનુકૂળ જીવની પરિણતિ સ્વરૂપ છે, તેના નિષેધથી સંસારના સર્જનનો અવરોધ થાય છે અને આત્માના નિરાકુળ ભાવને પ્રગટ કરે તેવાં શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિ વિધિ બતાવી છે અને આ વિધિ-નિષેધરૂપ જે ધર્મ બતાવ્યો છે તે વિધિ-નિષેધને યોગ્ય જીવો સ્વશક્તિ અનુસાર સમ્યક સેવન કરી શકે તેવાં બાહ્ય અનુષ્ઠાનો બતાવ્યાં છે, જે અનુષ્ઠાનના સેવનથી ધર્મ સેવનના અર્થી જીવો અવશ્ય સ્વભૂમિકા અનુસાર પ્રતિષેધથી નિવર્તન પામીને સંસારને અલ્પ કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધ્યાન-અધ્યયનાદિરૂપ વિધિના સેવનથી વીતરાગતાને અનુકૂળ ધર્મ પ્રગટ કરી શકે છે, જે ધર્મ સમ્યગુ રીતે સેવવામાં આવે તો આદિ, મધ્ય અને અંતમાં વિસંવાદ વગર સુખની પ્રાપ્તિનું કારણ બને છે.
વળી, ભગવાને જીવાદિ પદાર્થનો જે વાદ અનેકાંતાત્મક બતાવ્યો છે તે બંધ અને નિર્જરાનો પ્રસાધક છે, તેથી ભગવાનના વચનમાં પદાર્થવ્યવસ્થા અનુસાર પણ બંધ-નિર્જરા આદિની સંગતિ છે અને ભગવાને